VAV વિધાનસભા બેઠકમાં જ્ઞાતિવાદનું રાજકારણ!, ત્રિપાંખિયો જંગ જામશે

રાજ્યના છેવાડાના બનાસકાંઠા જિલ્લાની વાવ વિધાનસભામાં પેટા ચૂંટણીનો જંગ જામ્યો છે. ભલે આ પેટા ચૂંટણી વાવમાં હોય પરંતુ આ પેટા ચૂંટણીની ચર્ચા આખા ગુજરાતમાં છે. ત્યારે બનાસકાંઠાની આ પેટા ચૂંટણીમાં જિલ્લાના ઇતિહાસને જોતા વાવની બેઠક પર આ વખતે કમળ ખીલે તો નવાઈ નથી. છેલ્લી ત્રણ લોકસભા ચૂંટણી બાદ યોજાયેલી પેટા ચૂંટણીમાં લોકસભાની બેઠક જીતનાર પક્ષે વિધાનસભા સીટ ગુમાવવી પડી છે. ત્યારે હવે 2024માં વાવ બેઠક પર જામેલા ત્રીપાંખિયા જંગમાં ભાજપ બાજી મારશે કે કોંગ્રેસ ઈતિહાસ બદલશે તે જોવું રહેશે? મતદાનને આડે હવે ગણતરીના જ દિવસો બાકી બનાસકાંઠાની વાવ વિધાનસભાની પેટાચૂંટણીના મતદાનને આડે હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. કોંગ્રેસે ગુલાબસિંહ રાજપૂતને તો ભાજપે ગત 2022 વિધાનસભા ચૂંટણીમાં ગેનીબેન ઠાકોર સામે હરીફ ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરને ટિકિટ આપી છે. જો કે આ બેઠકમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે તો ટક્કર હતી જ પરંતુ હવે આ પેટા ચૂંટણીમાં ભાજપના આગેવાન અને પૂર્વ ધારાસભ્ય માવજી પટેલએ બળવો કરી અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવતાં ભાજપ માટે આ બેઠક જીતવી લોઢાના ચણા ચાવવા બરાબર છે. પરંતુ જિલ્લામાં યોજાયેલી અગાઉની ત્રણ પેટાચૂંટણીઓના પરિણામ જોતા આ વખતે ભાજપ બાજી મારે તો નવાઇ નહીં. વાવ વિધાનસભાની પેટાચૂંટણીમાં આ વખતે ભાજપ બાજી મારીને કોંગ્રેસનો ગઢ છીનવી શકે છે. કારણ કે, વર્ષ 2009, 2014 અને 2019માં યોજાયેલી ત્રણ પેટાચૂંટણીના પરિણામોનો ઇતિહાસ જોઇએ તો જે પક્ષનો સાંસદ બને છે એ વિસ્તારની વિધાનસભા બેઠકની પેટાચૂંટણીના પરિણામ વિપરીત આવે છે. જેમ કે વર્ષ 2009ની લોકસભાની ચૂંટણીમાં દાંતાના કોંગ્રેસના ધારાસભ્ય સ્વ મુકેશ ગઢવી લોકસભાનો જંગ જીત્યા હતા. ત્યારે દાંતા વિધાનસભાની પેટાચૂંટણીમાં કોંગ્રેસે આ બેઠક ગુમાવવી પડી હતી અને આ પેટા ચૂંટણીમાં ભાજપના વસંત ભટોળએ મેદાન મારી ગાંધીનગરની વિધાનસભામાં સીટ હાંસલ કરી હતી. તે બાદ વર્ષ 2014માં ડીસાના ભાજપના ધારાસભ્ય લીલાધર વાઘેલા પાટણ લોકસભા લડ્યા અને પાટણના સાંસદ બનતા ડીસા વિધાનસભાની પેટાચૂંટણી યોજાઈ જેમાં ભાજપે આ બેઠક ગુમાવી હતી. અને ડીસા પેટા ચૂંટણીમાં કોંગ્રેસના ગોવા રબારીએ બાજી મારી હતી. તો વર્ષ 2019ની લોકસભાની ચૂંટણીમાં થરાદના ભાજપના ધારાસભ્ય પરબત પટેલ લોકસભાનો જંગ લડ્યા અને જંગ જીતી ગાંધીનગર છોડી દિલ્હી પહોંચ્યા અને તે બાદ થરાદ વિધાનસભાની પેટાચૂંટણી યોજાઈ પરંતું સતત ત્રીજી વખત બનાસકાંઠાએ પોતાના ઇતિહાસને ટકાવી રાખી ભાજપે આ બેઠક ગુમાવવી પડી અને આ પેટા ચૂંટણીમાં કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂતએ મેદાન માર્યું હતું. ત્રણ પેટા ચૂંટણીમાં કોણ કઈ ચૂંટણી લડ્યુ અને શું પરિણામ મળ્યું. પ્રથમ વર્ષ 2009ની લોકસભાની ચૂંટણીની વાત કરીએ તો, 2009ની લોકસભાની ચૂંટણીમાં ભાજપે હરિભાઇ ચૌધરીને ટિકિટ આપી હતી, તો કોંગ્રેસે દાંતાના સિટિંગ ધારાસભ્ય સ્વ મુકેશ ગઢવીને ટિકિટ આપી હતી. લોકસભાની આ ચૂંટણીમાં ભાજપના હરિભાઇ ચૌધરીની કોંગ્રેસના મુકેશ ગઢવી સામે 10 હજાર મતોની સરસાઇથી હાર થઇ હતી. જેથી સ્વ મુકેશ ગઢવી ગાંધીનગર છોડી દિલ્હી પહોંચતા દાંતા વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી યોજાઇ હતી. જો કે દાંતા વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપે તે સમયના બનાસ ડેરીના ચેરમેન પરથીભાઈ ભટોળના પુત્ર વસંત ભટોળને ટિકિટ આપી હતી. તો કોંગ્રેસે નૂરભાઈ ઉમતીયાને મેદાને ઉતાર્યા હતા. જોકે, વસંત ભટોળ સામે નૂરભાઈ ઉમતીયાને હારનો સામનો કરવો પડ્યો હતો. આમ વર્ષ 2009માં લોકસભા જીતનાર કોંગ્રેસને પેટાચૂંટણીમાં દાંતા બેઠક ગુમાવવી પડી હતી. 2014ની લોકસભાની ચૂંટણીમાં પાટણ બેઠક પર ભાજપે ડીસાના ધારાસભ્ય લીલાધર વાઘેલાને ટિકિટ આપી હતી અને કોંગ્રેસે ભાવસિંહ રાઠોડને ટિકિટ આપી હતી. જેમાં ડીસાના ભાજપના ધારાસભ્ય લીલાધર વાઘેલાની જીત થતાં ડીસા વિધાનસભા બેઠક ખાલી થઇ અને ફરીથી ડીસા વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી યોજાઇ. વર્ષ 2014માં ડીસા વિધાનસભા પર યોજાયેલી પેટાચૂંટણીમાં ભાજપે લેબજી ઠાકોરને ટિકિટ આપી અને કોંગ્રેસે ગોવાભાઇ રબારીને મેદાને ઉતાર્યા હતા. જેમાં કોંગ્રેસના ગોવાભાઇ રબારી સામે ભાજપના લેબજી ઠાકોરને હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે 2014માં પાટણ લોકસભા બેઠક જીતનાર ભાજપને ડીસા વિધાનસભાની બેઠક ગુમાવવી પડી હતી. તો તે બાદ વર્ષ 2019ની લોકસભાની ચૂંટણીમાં બનસકાંઠા બેઠક પર ભાજપે થરાદના સિટિંગ ધારાસભ્ય પરબત પટેલને ટિકિટ આપી હતી. તો કોંગ્રેસે ભાજપમાંથી પક્ષ પલટો કરીને કોંગ્રેસ સાથે જોડાયેલા પરથી ભટોળને મેદાને ઉતાર્યા હતા. જોકે, ભાજપના પરબત પટેલ સામે કોંગ્રેસના પરથી ભટોળને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ થરાદ સીટિંગ ધારાસભ્ય પરબત પટેલ બનાસકાંઠા સાંસદ બની જતા થરાદ વિધાનસભા બેઠક ખાલી થઈ. અને તે બાદ આ બેઠક પર પેટા વર્ષ 2019ની લોકસભાની ચૂંટણીમાં થરાદના ધારાસભ્ય પરબત પટેલ સાંસદ બનતા થરાદ વિધાનસભા બેઠક ખાલી થઇ અને તે બાદ થરાદમાં પેટા ચૂંટણી યોજાઈ ત્યારે થરાદ બેઠક પર યોજાયેલી પેટાચૂંટણીમાં ભાજપે જીવરાજભાઇ ચૌધરીને ટિકિટ આપી હતી. તો કોંગ્રેસે ગુલાબસિંહ રાજપૂતને મેદાને ઉતાર્યા હતા. જોકે, કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત સામે ભાજપના જીવરાજભાઇ ચૌધરીને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે સતત ત્રીજી વખત 2019ની લોકસભાની ચૂંટણીમાં બનાસકાંઠા બેઠક કબ્જે કરનાર ભાજપને થરાદ વિધાનસભા બેઠક ગુમાવવી પડી હતી. ત્યારે તાજેતરમાં વર્ષ 2024ની લોકસભાની ચૂંટણીમાં ભાજપે રેખાબેન ચૌધરીને ટિકિટ આપી હતી. જ્યારે કોંગ્રેસે વાવના સિટિંગ ધારાસભ્ય ગેનીબેન ઠાકોરને મેદાને ઉતાર્યા હતા. આ ચૂંટણીમાં ભાજપના રેખાબેન ચૌધરીની કોંગ્રેસના ગેનીબેન ઠાકોર સામે હાર થઇ હતી. જેને લઇને વાવ વિધાનસભા ખાલી થઇ હતી. ત્યારે હવે વાવ બેઠક પર ધારાસભ્યની નિમણુંક માટે પેટાચૂંટણી યોજાઇ રહી છે. જેમાં ભાજપે સ્વરૂપજી ઠાકોરને ટિકિટ આપી છે, જ્યારે કોંગ્રેસે પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતને મેદાને ઉતાર્યા છે. આ વખતની વાવ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસના બંને ઉમેદવારો વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણીમાં હારેલા છે. આમ છેલ્લી ત્રણ ટર્મમાં દાંતા, ડીસા અને થરાદ વિધાનસભા બેઠક પર યોજાયેલી પેટાચૂંટણીના પર

VAV વિધાનસભા બેઠકમાં જ્ઞાતિવાદનું રાજકારણ!, ત્રિપાંખિયો જંગ જામશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજ્યના છેવાડાના બનાસકાંઠા જિલ્લાની વાવ વિધાનસભામાં પેટા ચૂંટણીનો જંગ જામ્યો છે. ભલે આ પેટા ચૂંટણી વાવમાં હોય પરંતુ આ પેટા ચૂંટણીની ચર્ચા આખા ગુજરાતમાં છે. ત્યારે બનાસકાંઠાની આ પેટા ચૂંટણીમાં જિલ્લાના ઇતિહાસને જોતા વાવની બેઠક પર આ વખતે કમળ ખીલે તો નવાઈ નથી. છેલ્લી ત્રણ લોકસભા ચૂંટણી બાદ યોજાયેલી પેટા ચૂંટણીમાં લોકસભાની બેઠક જીતનાર પક્ષે વિધાનસભા સીટ ગુમાવવી પડી છે. ત્યારે હવે 2024માં વાવ બેઠક પર જામેલા ત્રીપાંખિયા જંગમાં ભાજપ બાજી મારશે કે કોંગ્રેસ ઈતિહાસ બદલશે તે જોવું રહેશે?

મતદાનને આડે હવે ગણતરીના જ દિવસો બાકી

બનાસકાંઠાની વાવ વિધાનસભાની પેટાચૂંટણીના મતદાનને આડે હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. કોંગ્રેસે ગુલાબસિંહ રાજપૂતને તો ભાજપે ગત 2022 વિધાનસભા ચૂંટણીમાં ગેનીબેન ઠાકોર સામે હરીફ ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરને ટિકિટ આપી છે. જો કે આ બેઠકમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે તો ટક્કર હતી જ પરંતુ હવે આ પેટા ચૂંટણીમાં ભાજપના આગેવાન અને પૂર્વ ધારાસભ્ય માવજી પટેલએ બળવો કરી અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવતાં ભાજપ માટે આ બેઠક જીતવી લોઢાના ચણા ચાવવા બરાબર છે. પરંતુ જિલ્લામાં યોજાયેલી અગાઉની ત્રણ પેટાચૂંટણીઓના પરિણામ જોતા આ વખતે ભાજપ બાજી મારે તો નવાઇ નહીં. વાવ વિધાનસભાની પેટાચૂંટણીમાં આ વખતે ભાજપ બાજી મારીને કોંગ્રેસનો ગઢ છીનવી શકે છે. કારણ કે, વર્ષ 2009, 2014 અને 2019માં યોજાયેલી ત્રણ પેટાચૂંટણીના પરિણામોનો ઇતિહાસ જોઇએ તો જે પક્ષનો સાંસદ બને છે એ વિસ્તારની વિધાનસભા બેઠકની પેટાચૂંટણીના પરિણામ વિપરીત આવે છે. જેમ કે વર્ષ 2009ની લોકસભાની ચૂંટણીમાં દાંતાના કોંગ્રેસના ધારાસભ્ય સ્વ મુકેશ ગઢવી લોકસભાનો જંગ જીત્યા હતા. ત્યારે દાંતા વિધાનસભાની પેટાચૂંટણીમાં કોંગ્રેસે આ બેઠક ગુમાવવી પડી હતી અને આ પેટા ચૂંટણીમાં ભાજપના વસંત ભટોળએ મેદાન મારી ગાંધીનગરની વિધાનસભામાં સીટ હાંસલ કરી હતી. તે બાદ વર્ષ 2014માં ડીસાના ભાજપના ધારાસભ્ય લીલાધર વાઘેલા પાટણ લોકસભા લડ્યા અને પાટણના સાંસદ બનતા ડીસા વિધાનસભાની પેટાચૂંટણી યોજાઈ જેમાં ભાજપે આ બેઠક ગુમાવી હતી. અને ડીસા પેટા ચૂંટણીમાં કોંગ્રેસના ગોવા રબારીએ બાજી મારી હતી. તો વર્ષ 2019ની લોકસભાની ચૂંટણીમાં થરાદના ભાજપના ધારાસભ્ય પરબત પટેલ લોકસભાનો જંગ લડ્યા અને જંગ જીતી ગાંધીનગર છોડી દિલ્હી પહોંચ્યા અને તે બાદ થરાદ વિધાનસભાની પેટાચૂંટણી યોજાઈ પરંતું સતત ત્રીજી વખત બનાસકાંઠાએ પોતાના ઇતિહાસને ટકાવી રાખી ભાજપે આ બેઠક ગુમાવવી પડી અને આ પેટા ચૂંટણીમાં કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂતએ મેદાન માર્યું હતું.

ત્રણ પેટા ચૂંટણીમાં કોણ કઈ ચૂંટણી લડ્યુ અને શું પરિણામ મળ્યું.

પ્રથમ વર્ષ 2009ની લોકસભાની ચૂંટણીની વાત કરીએ તો, 2009ની લોકસભાની ચૂંટણીમાં ભાજપે હરિભાઇ ચૌધરીને ટિકિટ આપી હતી, તો કોંગ્રેસે દાંતાના સિટિંગ ધારાસભ્ય સ્વ મુકેશ ગઢવીને ટિકિટ આપી હતી. લોકસભાની આ ચૂંટણીમાં ભાજપના હરિભાઇ ચૌધરીની કોંગ્રેસના મુકેશ ગઢવી સામે 10 હજાર મતોની સરસાઇથી હાર થઇ હતી. જેથી સ્વ મુકેશ ગઢવી ગાંધીનગર છોડી દિલ્હી પહોંચતા દાંતા વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી યોજાઇ હતી. જો કે દાંતા વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપે તે સમયના બનાસ ડેરીના ચેરમેન પરથીભાઈ ભટોળના પુત્ર વસંત ભટોળને ટિકિટ આપી હતી. તો કોંગ્રેસે નૂરભાઈ ઉમતીયાને મેદાને ઉતાર્યા હતા. જોકે, વસંત ભટોળ સામે નૂરભાઈ ઉમતીયાને હારનો સામનો કરવો પડ્યો હતો. આમ વર્ષ 2009માં લોકસભા જીતનાર કોંગ્રેસને પેટાચૂંટણીમાં દાંતા બેઠક ગુમાવવી પડી હતી.

2014ની લોકસભાની ચૂંટણીમાં પાટણ બેઠક પર ભાજપે ડીસાના ધારાસભ્ય લીલાધર વાઘેલાને ટિકિટ આપી હતી અને કોંગ્રેસે ભાવસિંહ રાઠોડને ટિકિટ આપી હતી. જેમાં ડીસાના ભાજપના ધારાસભ્ય લીલાધર વાઘેલાની જીત થતાં ડીસા વિધાનસભા બેઠક ખાલી થઇ અને ફરીથી ડીસા વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી યોજાઇ. વર્ષ 2014માં ડીસા વિધાનસભા પર યોજાયેલી પેટાચૂંટણીમાં ભાજપે લેબજી ઠાકોરને ટિકિટ આપી અને કોંગ્રેસે ગોવાભાઇ રબારીને મેદાને ઉતાર્યા હતા. જેમાં કોંગ્રેસના ગોવાભાઇ રબારી સામે ભાજપના લેબજી ઠાકોરને હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે 2014માં પાટણ લોકસભા બેઠક જીતનાર ભાજપને ડીસા વિધાનસભાની બેઠક ગુમાવવી પડી હતી.


તો તે બાદ વર્ષ 2019ની લોકસભાની ચૂંટણીમાં બનસકાંઠા બેઠક પર ભાજપે થરાદના સિટિંગ ધારાસભ્ય પરબત પટેલને ટિકિટ આપી હતી. તો કોંગ્રેસે ભાજપમાંથી પક્ષ પલટો કરીને કોંગ્રેસ સાથે જોડાયેલા પરથી ભટોળને મેદાને ઉતાર્યા હતા. જોકે, ભાજપના પરબત પટેલ સામે કોંગ્રેસના પરથી ભટોળને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ થરાદ સીટિંગ ધારાસભ્ય પરબત પટેલ બનાસકાંઠા સાંસદ બની જતા થરાદ વિધાનસભા બેઠક ખાલી થઈ. અને તે બાદ આ બેઠક પર પેટા વર્ષ 2019ની લોકસભાની ચૂંટણીમાં થરાદના ધારાસભ્ય પરબત પટેલ સાંસદ બનતા થરાદ વિધાનસભા બેઠક ખાલી થઇ અને તે બાદ થરાદમાં પેટા ચૂંટણી યોજાઈ ત્યારે થરાદ બેઠક પર યોજાયેલી પેટાચૂંટણીમાં ભાજપે જીવરાજભાઇ ચૌધરીને ટિકિટ આપી હતી. તો કોંગ્રેસે ગુલાબસિંહ રાજપૂતને મેદાને ઉતાર્યા હતા. જોકે, કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત સામે ભાજપના જીવરાજભાઇ ચૌધરીને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે સતત ત્રીજી વખત 2019ની લોકસભાની ચૂંટણીમાં બનાસકાંઠા બેઠક કબ્જે કરનાર ભાજપને થરાદ વિધાનસભા બેઠક ગુમાવવી પડી હતી.


ત્યારે તાજેતરમાં વર્ષ 2024ની લોકસભાની ચૂંટણીમાં ભાજપે રેખાબેન ચૌધરીને ટિકિટ આપી હતી. જ્યારે કોંગ્રેસે વાવના સિટિંગ ધારાસભ્ય ગેનીબેન ઠાકોરને મેદાને ઉતાર્યા હતા. આ ચૂંટણીમાં ભાજપના રેખાબેન ચૌધરીની કોંગ્રેસના ગેનીબેન ઠાકોર સામે હાર થઇ હતી. જેને લઇને વાવ વિધાનસભા ખાલી થઇ હતી. ત્યારે હવે વાવ બેઠક પર ધારાસભ્યની નિમણુંક માટે પેટાચૂંટણી યોજાઇ રહી છે. જેમાં ભાજપે સ્વરૂપજી ઠાકોરને ટિકિટ આપી છે, જ્યારે કોંગ્રેસે પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતને મેદાને ઉતાર્યા છે. આ વખતની વાવ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસના બંને ઉમેદવારો વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણીમાં હારેલા છે. આમ છેલ્લી ત્રણ ટર્મમાં દાંતા, ડીસા અને થરાદ વિધાનસભા બેઠક પર યોજાયેલી પેટાચૂંટણીના પરિણામો પર નજર કરીએ તો આ વખતે ભાજપ બાજી મારે તો નવાઇ નહીં. પરંતુ આ ચૂંટણીમાં રસપ્રદ વાત એ છે કે આ ચૂંટણી માત્ર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે નથી પરંતુ આ ચૂંટણીમાં ભાજપના સ્વરૂપજી ઠાકોર કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત વચ્ચે ભાજપમાંથી બળવો કરી ચૂંટણી મેદાને ઉતરેલા માવજી પટેલે ભાજપ અને કોંગ્રેસ બંનેના જીવ અધ્ધર કરી દીધા છે. ત્યારે અત્યારે તો વાવ પેટા ચૂંટણીના મેદાનમાં ત્રિપાંખિયો જંગ ખેલાઈ રહ્યો છે. ભાજપ કોંગ્રેસ સાથે માવજી પટેલ પણ પોતાના બેટના નિશાન સાથે બેટિંગ કરવા વાવના મેદાને છે ત્યારે આ વખતે વાવની પેટા ચૂંટણીમાં કોણ મેદાન મારે છે અને કોણ મેદાન છોડે છે તે જોવું રહેશે.