જામનગરના બજરંગપુર ગામના પ્રૌઢ મહિલાનું તળાવમાં ડૂબી જતાં અપમૃત્યુ

Jamnagar : જામનગર તાલુકાના બજરંગપુર ગામમાં રહેતા 50 વર્ષના પ્રૌઢ મહિલાનું તળાવમાં ડૂબી જવાના કારણે મૃત્યુ નીપજ્યું છે.આ બનાવની વિગત એવી છે કે બજરંગપુર ગામમાં રહેતા લીલાબેન જીતેન્દ્રભાઈ શ્રીમાળી નામના 50 વર્ષના પ્રૌઢ મહિલા, કે જેઓ આજે સવારે પાંચેક વાગ્યાના અરસામાં પોતાના ઘેરથી કોઈને જાણ કર્યા વિના નીકળી ગયા હતા, ત્યારબાદ ગામના પીપળીયા તળાવના પાણીમાં પડી જતાં ડૂબી જવાના કારણે તેઓને બેશુદ્ધ અવસ્થામાં સારવાર માટે જી.જી.હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેઓનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કર્યું હતું.આ બનાવ અંગે મૃતકના પતિ જીતેન્દ્રભાઈ ડાયાભાઈ શ્રીમાળીએ પોલીસને જાણ કરતાં પંચકોશી એ. ડિવિઝનના પોલીસ સ્ટાફે જી.જી. હોસ્પિટલમાં દોડી જઈ મૃતદેહનો કબજો સંભાળ્યો છે અને વધુ તપાસ શરૂ કરી છે.

જામનગરના બજરંગપુર ગામના પ્રૌઢ મહિલાનું તળાવમાં ડૂબી જતાં અપમૃત્યુ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Jamnagar : જામનગર તાલુકાના બજરંગપુર ગામમાં રહેતા 50 વર્ષના પ્રૌઢ મહિલાનું તળાવમાં ડૂબી જવાના કારણે મૃત્યુ નીપજ્યું છે.

આ બનાવની વિગત એવી છે કે બજરંગપુર ગામમાં રહેતા લીલાબેન જીતેન્દ્રભાઈ શ્રીમાળી નામના 50 વર્ષના પ્રૌઢ મહિલા, કે જેઓ આજે સવારે પાંચેક વાગ્યાના અરસામાં પોતાના ઘેરથી કોઈને જાણ કર્યા વિના નીકળી ગયા હતા, ત્યારબાદ ગામના પીપળીયા તળાવના પાણીમાં પડી જતાં ડૂબી જવાના કારણે તેઓને બેશુદ્ધ અવસ્થામાં સારવાર માટે જી.જી.હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેઓનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કર્યું હતું.

આ બનાવ અંગે મૃતકના પતિ જીતેન્દ્રભાઈ ડાયાભાઈ શ્રીમાળીએ પોલીસને જાણ કરતાં પંચકોશી એ. ડિવિઝનના પોલીસ સ્ટાફે જી.જી. હોસ્પિટલમાં દોડી જઈ મૃતદેહનો કબજો સંભાળ્યો છે અને વધુ તપાસ શરૂ કરી છે.