Anandમાં કૃષિ વિશ્વવિદ્યાલયના ફાર્મની રાજયપાલે મુલાકાત લઈ નિરીક્ષણ કર્યુ

આણંદ કૃષિ યુનિવર્સિટીમાં પ્રાકૃતિક ખેતી અને રાસાયણિક ખેતીના પરીક્ષણ માટેના ફાર્મનું રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ અવલોકન કર્યું હતુ સાથે સાતે આણંદ કૃષિ વિશ્વવિદ્યાલયના ૨૧મા વાર્ષિક પદવીદાન સમારોહમાં પધારેલા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કાર્યક્રમ બાદ આણંદ કૃષિ વિશ્વવિદ્યાલયના ફાર્મની મુલાકાત લીધી હતી. ઘઉંનો પાક તૈયાર થયો અને જોયો રાજ્યપાલે પ્રાકૃતિક ખેતી અને રાસાયણિક ખેતી બન્ને પદ્ધતિઓથી ઉગાવવામાં આવેલા ઘઉં અને ચણાના પાકનું નિરીક્ષણ કર્યું હતું. પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી ઉગાવવામાં આવેલો પાક વધુ સારો હોવાથી રાજયપાલે આનંદની લાગણી વ્યક્ત કરી હતી.આ મુલાકાત વેળાએ આણંદ કૃષિ વિશ્વવિદ્યાલયના કુલપતિ ડૉ. કે. બી. કથીરિયા, ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન વિશ્વવિદ્યાલયના કુલપતિ શ્રી ડૉ. સી. કે. ટીંબડીયા તેમજ વિશ્વવિદ્યાલયના સંશોધકો ઉપસ્થિત રહ્યા હતા. ઔષધીય અને સુગંધિત છોડ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ આણંદ જિલ્લાના બોરીયાવીમાં ભારતીય કૃષિ સંશોધન પરિષદના ઔષધીય અને સુગંધિત છોડ સંશોધન કેન્દ્રની મુલાકાત લીધી હતી.રાજ્યપાલે આ કેન્દ્રમાં વિવિધ ઔષધીઓ નિહાળી હતી અને વધુમાં વધુ ખેડૂતો ઔષધીઓનું વાવેતર અને ઉત્પાદન કરે તે માટેના પ્રયત્નો હાથ ધરવા આ કેન્દ્રના અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.આ મુલાકાત દરમિયાન જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરી, આણંદ કૃષિ વિશ્વવિદ્યાલયના કુલપતિ ડૉ.કે.બી. કથીરિયા, ભારતીય કૃષિ સંશોધન પરિષદના અધિકારીઓ, ઔષધીય અને સુગંધિત છોડ સંશોધન કેન્દ્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Anandમાં કૃષિ વિશ્વવિદ્યાલયના ફાર્મની રાજયપાલે મુલાકાત લઈ નિરીક્ષણ કર્યુ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

આણંદ કૃષિ યુનિવર્સિટીમાં પ્રાકૃતિક ખેતી અને રાસાયણિક ખેતીના પરીક્ષણ માટેના ફાર્મનું રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ અવલોકન કર્યું હતુ સાથે સાતે આણંદ કૃષિ વિશ્વવિદ્યાલયના ૨૧મા વાર્ષિક પદવીદાન સમારોહમાં પધારેલા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કાર્યક્રમ બાદ આણંદ કૃષિ વિશ્વવિદ્યાલયના ફાર્મની મુલાકાત લીધી હતી.

ઘઉંનો પાક તૈયાર થયો અને જોયો

રાજ્યપાલે પ્રાકૃતિક ખેતી અને રાસાયણિક ખેતી બન્ને પદ્ધતિઓથી ઉગાવવામાં આવેલા ઘઉં અને ચણાના પાકનું નિરીક્ષણ કર્યું હતું. પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી ઉગાવવામાં આવેલો પાક વધુ સારો હોવાથી રાજયપાલે આનંદની લાગણી વ્યક્ત કરી હતી.આ મુલાકાત વેળાએ આણંદ કૃષિ વિશ્વવિદ્યાલયના કુલપતિ ડૉ. કે. બી. કથીરિયા, ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન વિશ્વવિદ્યાલયના કુલપતિ શ્રી ડૉ. સી. કે. ટીંબડીયા તેમજ વિશ્વવિદ્યાલયના સંશોધકો ઉપસ્થિત રહ્યા હતા.

ઔષધીય અને સુગંધિત છોડ

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ આણંદ જિલ્લાના બોરીયાવીમાં ભારતીય કૃષિ સંશોધન પરિષદના ઔષધીય અને સુગંધિત છોડ સંશોધન કેન્દ્રની મુલાકાત લીધી હતી.રાજ્યપાલે આ કેન્દ્રમાં વિવિધ ઔષધીઓ નિહાળી હતી અને વધુમાં વધુ ખેડૂતો ઔષધીઓનું વાવેતર અને ઉત્પાદન કરે તે માટેના પ્રયત્નો હાથ ધરવા આ કેન્દ્રના અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.આ મુલાકાત દરમિયાન જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરી, આણંદ કૃષિ વિશ્વવિદ્યાલયના કુલપતિ ડૉ.કે.બી. કથીરિયા, ભારતીય કૃષિ સંશોધન પરિષદના અધિકારીઓ, ઔષધીય અને સુગંધિત છોડ સંશોધન કેન્દ્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.