Ahmedabad: AMTSનો અણઘડ વહીવટ, 4000 કરોડથી વધુની કરી ખોટ

અમદાવાદમાં ફરતી લાલ બસએ AMC તો ઠીક જનતાને પણ નુકશાનમાં લઈ જઈ રહી છે અને તેની પાછળનું કારણ જવાબદાર છે અણઘડ વહીવટ. કરોડો રૂપિયાનો ખર્ચ દર વર્ષે થઈ રહ્યો છે, પરંતુ આવક કરતા ખોટ વધારે થઈ રહી હોવાનું સામે આવી રહ્યું છે, અત્યાર સુધીમાં AMTSએ કુલ 4,025 કરોડની ખોટ કરી છે.AMTSની નુકસાની પાછળ અનેક કારણ જવાબદાર અમદાવાદમાં મુસાફરો અને વિદ્યાર્થીઓ માટે જોડતી કડી રૂપ સેવા એટલે AMTSની સેવા છે, પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી AMTS વિભાગ નુકશાનમાં ચાલી રહ્યો છે, તેની પાછળ કોઈ એક નહીં પરંતુ અનેક કારણો જવાબદાર છે. વહીવટી તંત્ર દ્વારા જે રીતે વહીવટ કરવામાં આવી રહ્યો છે તેના કારણે AMTS સતત નુકશાનીમાં ચાલી રહી છે. AMTSને સતત નુકસાન થઈ રહ્યું છે, તેની પાછળ પગાર, પેન્શન, ફ્યુલ ચાર્જ જેવા અનેક કારણ જવાબદાર છે. પહેલા ચાલુ વર્ષની વાત કરીએ તો અત્યાર સુધીમાં એએમટીએસની ખોટ રૂપિયા 4,025 કરોડ કરતાં વધી ગઈ છે. ચાલુ ‌વર્ષે માર્ચ 2024ની સ્થિતિએ રૂપિયા 399 કરોડની ખોટ થઈ છે. કોર્પોરેશન દ્વારા વર્ષ 2024-25 માટે એએમટીએસનું બજેટ રૂપિયા 673 કરોડ મંજુર કરવામાં આવ્યું હતું. આ રીતે 2023-24ના નાણાંકીય વર્ષમાં એએમટીએસને રૂપિયા 541.66 કરોડનો ખર્ચ થયો હતો, જેની સામે રૂપિયા 141.80 કરોડની આવક નોંધાઈ હતી. ત્યારે પગાર ભથ્થામાં સાતમાં પગાર પંચને કારણે રૂપિયા 20.94 કરોડનો ખર્ચ ગયા વર્ષ કરતાં વધી ગયો છે તો પેન્શનમાં પણ ગત નાણાંકીય વર્ષ કરતાં રૂપિયા 14.13 કરોડનો ખર્ચ વધી ગયો છે.AMTSને રૂપિયા 399.86 કરોડની ખોટ ગઈ બીજી તરફ કન્ટીજન્સી ખર્ચમાં 53 લાખનો વધારો થયો હોવાનું જોવા મળે છે તો એએમટીએસના મકાનોની મરામત અને ભાડા પેટે પણ 1.80 કરોડનો ખર્ચ થયો છે, જેમાં ગત વર્ષ કરતાં ત્રણ ગણો વધારો નોંધાયો છે. ચાલુ વર્ષે એએમટીએસનો કુલ ખર્ચ રૂપિયા 541.66 કરોડ જેટલો થયો હતો. જેની સામે આવક રૂ. 141.80 કરોડ જેટલી નોંધાઇ હતી. જેને કારણે એએમટીએસને રૂપિયા 399.86 કરોડની ખોટ ગઈ છે. નોંધનીય છે કે ગત 2022-23ના નાણાકીય વર્ષમાં કુલ ખર્ચ રૂપિયા 487.79 કરોડનો થયો હતો. જેની સામે 122.98 કરોડની આવક થઈ હતી. જેને કારણે તે વર્ષે એએમટીએસને 364.80 કરોડની ખોટ ગઈ હતી.આમ, AMTSને આવકની સામે લગભગ બમણો ખર્ચ થઈ રહ્યો છે અને તેના કારણે નુકસાનમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે તો આ સિવાય એક મહત્વનું કારણ એ પણ સામે આવી રહ્યું છે કે સત્તાધીશો દ્વારા સતત અણઘડ વહીવટ કરવામાં આવી રહ્યા છે, જેના કારણે સતત નુકસાનીમાં વધારો થઈ રહ્યો છે. જેમાં ચોમાસા દરમિયાન રૂટ ડાયવર્ટ ના કરવા અને અડધી બસ ડૂબે તેટલા પાણીમાં બસ ચલાવવી. જેથી બસને નુકસાન પહોંચે અને તેનું આયુષ્ય ઘટે, ત્યારબાદ બસ ખરાબ થયા બાદ તેનો નિભાવ ખર્ચ કરવો પડે. AMTSની સેવા શહેરીજનો માટે કે ખાનગી બસ સંચાલકો માટે તે એક સવાલ તમને જણાવી દઈએ કે છેલ્લા 7 વર્ષમાં 227 બસ વરસાદી પાણીમાં ફસાઈ હતી, જેને ક્રેન મારફતે બહાર કાઢવાની ફરજ પડી છે. શહેરમાં AMTS દ્વારા થતા અકસ્માત અને આવા અનેક કારણો છે જેના કારણે AMTSને સતત નુકસાન થઈ રહ્યું છે. ત્યારે એક તરફ AMTS સતત નુકસાન કરી રહ્યું છે અને તેનો આંકડો હવે હજારો કરોડમાં પહોંચ્યો છે તો બીજી તરફ બસ સંચાલકોને સતત ફાયદો થઈ રહ્યો છે. ત્યારે AMTS શહેરીજનોના ફાયદા માટે ચલાવવામાં આવી રહી છે કે ખાનગી બસ સંચાલકોના તે સવાલ ઉઠી રહ્યો છે.

Ahmedabad: AMTSનો અણઘડ વહીવટ, 4000 કરોડથી વધુની કરી ખોટ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદમાં ફરતી લાલ બસએ AMC તો ઠીક જનતાને પણ નુકશાનમાં લઈ જઈ રહી છે અને તેની પાછળનું કારણ જવાબદાર છે અણઘડ વહીવટ. કરોડો રૂપિયાનો ખર્ચ દર વર્ષે થઈ રહ્યો છે, પરંતુ આવક કરતા ખોટ વધારે થઈ રહી હોવાનું સામે આવી રહ્યું છે, અત્યાર સુધીમાં AMTSએ કુલ 4,025 કરોડની ખોટ કરી છે.

AMTSની નુકસાની પાછળ અનેક કારણ જવાબદાર

અમદાવાદમાં મુસાફરો અને વિદ્યાર્થીઓ માટે જોડતી કડી રૂપ સેવા એટલે AMTSની સેવા છે, પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી AMTS વિભાગ નુકશાનમાં ચાલી રહ્યો છે, તેની પાછળ કોઈ એક નહીં પરંતુ અનેક કારણો જવાબદાર છે. વહીવટી તંત્ર દ્વારા જે રીતે વહીવટ કરવામાં આવી રહ્યો છે તેના કારણે AMTS સતત નુકશાનીમાં ચાલી રહી છે. AMTSને સતત નુકસાન થઈ રહ્યું છે, તેની પાછળ પગાર, પેન્શન, ફ્યુલ ચાર્જ જેવા અનેક કારણ જવાબદાર છે. પહેલા ચાલુ વર્ષની વાત કરીએ તો અત્યાર સુધીમાં એએમટીએસની ખોટ રૂપિયા 4,025 કરોડ કરતાં વધી ગઈ છે. ચાલુ ‌વર્ષે માર્ચ 2024ની સ્થિતિએ રૂપિયા 399 કરોડની ખોટ થઈ છે. કોર્પોરેશન દ્વારા વર્ષ 2024-25 માટે એએમટીએસનું બજેટ રૂપિયા 673 કરોડ મંજુર કરવામાં આવ્યું હતું. આ રીતે 2023-24ના નાણાંકીય વર્ષમાં એએમટીએસને રૂપિયા 541.66 કરોડનો ખર્ચ થયો હતો, જેની સામે રૂપિયા 141.80 કરોડની આવક નોંધાઈ હતી. ત્યારે પગાર ભથ્થામાં સાતમાં પગાર પંચને કારણે રૂપિયા 20.94 કરોડનો ખર્ચ ગયા વર્ષ કરતાં વધી ગયો છે તો પેન્શનમાં પણ ગત નાણાંકીય વર્ષ કરતાં રૂપિયા 14.13 કરોડનો ખર્ચ વધી ગયો છે.

AMTSને રૂપિયા 399.86 કરોડની ખોટ ગઈ

બીજી તરફ કન્ટીજન્સી ખર્ચમાં 53 લાખનો વધારો થયો હોવાનું જોવા મળે છે તો એએમટીએસના મકાનોની મરામત અને ભાડા પેટે પણ 1.80 કરોડનો ખર્ચ થયો છે, જેમાં ગત વર્ષ કરતાં ત્રણ ગણો વધારો નોંધાયો છે. ચાલુ વર્ષે એએમટીએસનો કુલ ખર્ચ રૂપિયા 541.66 કરોડ જેટલો થયો હતો. જેની સામે આવક રૂ. 141.80 કરોડ જેટલી નોંધાઇ હતી. જેને કારણે એએમટીએસને રૂપિયા 399.86 કરોડની ખોટ ગઈ છે. નોંધનીય છે કે ગત 2022-23ના નાણાકીય વર્ષમાં કુલ ખર્ચ રૂપિયા 487.79 કરોડનો થયો હતો. જેની સામે 122.98 કરોડની આવક થઈ હતી. જેને કારણે તે વર્ષે એએમટીએસને 364.80 કરોડની ખોટ ગઈ હતી.

આમ, AMTSને આવકની સામે લગભગ બમણો ખર્ચ થઈ રહ્યો છે અને તેના કારણે નુકસાનમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે તો આ સિવાય એક મહત્વનું કારણ એ પણ સામે આવી રહ્યું છે કે સત્તાધીશો દ્વારા સતત અણઘડ વહીવટ કરવામાં આવી રહ્યા છે, જેના કારણે સતત નુકસાનીમાં વધારો થઈ રહ્યો છે. જેમાં ચોમાસા દરમિયાન રૂટ ડાયવર્ટ ના કરવા અને અડધી બસ ડૂબે તેટલા પાણીમાં બસ ચલાવવી. જેથી બસને નુકસાન પહોંચે અને તેનું આયુષ્ય ઘટે, ત્યારબાદ બસ ખરાબ થયા બાદ તેનો નિભાવ ખર્ચ કરવો પડે.

AMTSની સેવા શહેરીજનો માટે કે ખાનગી બસ સંચાલકો માટે તે એક સવાલ

તમને જણાવી દઈએ કે છેલ્લા 7 વર્ષમાં 227 બસ વરસાદી પાણીમાં ફસાઈ હતી, જેને ક્રેન મારફતે બહાર કાઢવાની ફરજ પડી છે. શહેરમાં AMTS દ્વારા થતા અકસ્માત અને આવા અનેક કારણો છે જેના કારણે AMTSને સતત નુકસાન થઈ રહ્યું છે. ત્યારે એક તરફ AMTS સતત નુકસાન કરી રહ્યું છે અને તેનો આંકડો હવે હજારો કરોડમાં પહોંચ્યો છે તો બીજી તરફ બસ સંચાલકોને સતત ફાયદો થઈ રહ્યો છે. ત્યારે AMTS શહેરીજનોના ફાયદા માટે ચલાવવામાં આવી રહી છે કે ખાનગી બસ સંચાલકોના તે સવાલ ઉઠી રહ્યો છે.