Vav વિધાનસભા પેટા ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત બદલ CMએ આપ્યા અભિનંદન
બનાસકાંઠાની વાવ બેઠકના ચૂંટણીના હાઈવોલ્ટેજ જંગમાં કોંગ્રેસ પસ્ત થઈ છે અને ભાજપ મસ્ત જોવા મળી રહી છે, કારણ કે વાવ પેટાચૂંટણીના પરિણામમાં ખૂબ જ મોટો ઉલટફેર જોવા મળ્યો છે. વાવ બેઠક પર ભાજપનું કમળ ખીલ્યું છે અને સ્વરૂપજી ઠાકોરની ભવ્ય જીત થઈ છે. વાવમાં ભાજપે 2,353 મતથી જીત મેળવી છે. તમને જણાવી દઈએ કે છેલ્લા 2 રાઉન્ડમાં સ્વરૂપજી ઠાકોરે બાજી મારી છે.વિધાનસભામાં ભાજપનું સંખ્યાબળ વધીને 162 થઈ ગયું પરિણામની વાત કરીએ તો 21 રાઉન્ડ સુધી ભાજપ સતત પાછળ રહી હતી પણ ક્રિકેટ મેચની જેમ વાવની બેઠકમાં પણ અંતિમ બે રાઉન્ડમાં પરિણામનું ચિત્ર બદલાયું અને ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે. ત્યારે ગુજરાત વિધાનસભામાં હવે ભાજપનું સંખ્યાબળ વધીને 162 થઈ ગયું છે. વિધાનસભામાં હાલમાં ભાજપની 162, કોંગ્રેસની 12, અન્યની 7, 1 ખાલી સીટ છે. CM ભૂપેન્દ્ર પટેલે કર્યું ટ્વીટ ત્યારે વાવમાં ભાજપની જીત પર CM ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કર્યું છે અને વાવમાં ભાજપની યશસ્વી જીત બદલ સ્વરૂપજી ઠાકોરને અભિનંદન પણ પાઠવ્યા છે. આ સાથે જ મુખ્યપ્રધાને તમામ કર્મઠ કાર્યકર્તાઓ અને ભાજપના વિકાસની રાજનીતિ પર વિશ્વાસની મહોર મારવા બદલ નાગરિકોનો પણ ખૂબ ખૂબ આભાર માન્યો છે. બીજી તરફ વાવમાં ભાજપની જીતને લઈ જશ્ન મનાવવામાં આવી રહ્યો છે. બનાસકાંઠામાં ફટાકડા ફોડી જીતની ઉજવણી કરવામાં આવી રહી છે. ભાજપના કાર્યકરોએ ફટાકડા ફોડી ઉજવણી કરી છે. હર્ષ સંઘવીએ સ્વરૂપજી ઠાકોરને પાઠવ્યા અભિનંદન ત્યારે રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેયર કરીને વાવ બેઠકના ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરને જીત બદલ અભિનંદન પાઠવ્યા છે અને તમામ કાર્યકર્તાઓ સહિત જનતાનો આભાર માન્યો છે. કોંગ્રેસે જીતેલી બાજી અચાનક કેવી રીતે ખોઈ, તે ચર્ચાનો વિષય તમને જણાવી દઈએ કે વાવના પરિણામોએ ભલભલાના ગણિત ઉંધા પાડી દીધા છે. કોંગ્રેસે જીતેલી બાજી અચાનક કેવી રીતે ખોઈ તે એક ચર્ચાનો વિષય છે. ઠાકોર સમાજના સેન્ટીમેન્ટ વ્યક્તિ કરતા સમાજ સાથે રહ્યા અને ભાજપનું ઠાકોર ચહેરાને મેદાનમાં ઉતારવાનું ગણિત ફળ્યું છે. ત્યારે બીજી તરફ માવજી પટેલ જેટલા ગાજ્યા તેટલા વરસ્યા નહીં અને તેમનું સૂરસૂરિયું થઈ ગયું છે. નોટાએ કોંગ્રેસની બાજી પલટાવી અને 15મા રાઉન્ડ બાદ ખેલ થયો હતો. સ્વરૂપજીને ભાભરે જીતાડ્યું છે પણ વાવ સુઈગામમાં નબળું પ્રદર્શન જોવા મળ્યું છે. ત્યારે શંકર ચૌધરીનો પ્રચાર અને માઈક્રોપ્લાનિંગ કામે લાગ્યું છે અને ઈતર કોમના વોટમાં ભાજપે સેન્ધ પાડી અને આખી બાજી પલટાવી નાખી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
બનાસકાંઠાની વાવ બેઠકના ચૂંટણીના હાઈવોલ્ટેજ જંગમાં કોંગ્રેસ પસ્ત થઈ છે અને ભાજપ મસ્ત જોવા મળી રહી છે, કારણ કે વાવ પેટાચૂંટણીના પરિણામમાં ખૂબ જ મોટો ઉલટફેર જોવા મળ્યો છે. વાવ બેઠક પર ભાજપનું કમળ ખીલ્યું છે અને સ્વરૂપજી ઠાકોરની ભવ્ય જીત થઈ છે. વાવમાં ભાજપે 2,353 મતથી જીત મેળવી છે. તમને જણાવી દઈએ કે છેલ્લા 2 રાઉન્ડમાં સ્વરૂપજી ઠાકોરે બાજી મારી છે.
વિધાનસભામાં ભાજપનું સંખ્યાબળ વધીને 162 થઈ ગયું
પરિણામની વાત કરીએ તો 21 રાઉન્ડ સુધી ભાજપ સતત પાછળ રહી હતી પણ ક્રિકેટ મેચની જેમ વાવની બેઠકમાં પણ અંતિમ બે રાઉન્ડમાં પરિણામનું ચિત્ર બદલાયું અને ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે. ત્યારે ગુજરાત વિધાનસભામાં હવે ભાજપનું સંખ્યાબળ વધીને 162 થઈ ગયું છે. વિધાનસભામાં હાલમાં ભાજપની 162, કોંગ્રેસની 12, અન્યની 7, 1 ખાલી સીટ છે.
CM ભૂપેન્દ્ર પટેલે કર્યું ટ્વીટ
ત્યારે વાવમાં ભાજપની જીત પર CM ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કર્યું છે અને વાવમાં ભાજપની યશસ્વી જીત બદલ સ્વરૂપજી ઠાકોરને અભિનંદન પણ પાઠવ્યા છે. આ સાથે જ મુખ્યપ્રધાને તમામ કર્મઠ કાર્યકર્તાઓ અને ભાજપના વિકાસની રાજનીતિ પર વિશ્વાસની મહોર મારવા બદલ નાગરિકોનો પણ ખૂબ ખૂબ આભાર માન્યો છે. બીજી તરફ વાવમાં ભાજપની જીતને લઈ જશ્ન મનાવવામાં આવી રહ્યો છે. બનાસકાંઠામાં ફટાકડા ફોડી જીતની ઉજવણી કરવામાં આવી રહી છે. ભાજપના કાર્યકરોએ ફટાકડા ફોડી ઉજવણી કરી છે.
હર્ષ સંઘવીએ સ્વરૂપજી ઠાકોરને પાઠવ્યા અભિનંદન
ત્યારે રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેયર કરીને વાવ બેઠકના ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરને જીત બદલ અભિનંદન પાઠવ્યા છે અને તમામ કાર્યકર્તાઓ સહિત જનતાનો આભાર માન્યો છે.
કોંગ્રેસે જીતેલી બાજી અચાનક કેવી રીતે ખોઈ, તે ચર્ચાનો વિષય
તમને જણાવી દઈએ કે વાવના પરિણામોએ ભલભલાના ગણિત ઉંધા પાડી દીધા છે. કોંગ્રેસે જીતેલી બાજી અચાનક કેવી રીતે ખોઈ તે એક ચર્ચાનો વિષય છે. ઠાકોર સમાજના સેન્ટીમેન્ટ વ્યક્તિ કરતા સમાજ સાથે રહ્યા અને ભાજપનું ઠાકોર ચહેરાને મેદાનમાં ઉતારવાનું ગણિત ફળ્યું છે. ત્યારે બીજી તરફ માવજી પટેલ જેટલા ગાજ્યા તેટલા વરસ્યા નહીં અને તેમનું સૂરસૂરિયું થઈ ગયું છે. નોટાએ કોંગ્રેસની બાજી પલટાવી અને 15મા રાઉન્ડ બાદ ખેલ થયો હતો. સ્વરૂપજીને ભાભરે જીતાડ્યું છે પણ વાવ સુઈગામમાં નબળું પ્રદર્શન જોવા મળ્યું છે. ત્યારે શંકર ચૌધરીનો પ્રચાર અને માઈક્રોપ્લાનિંગ કામે લાગ્યું છે અને ઈતર કોમના વોટમાં ભાજપે સેન્ધ પાડી અને આખી બાજી પલટાવી નાખી છે.