Gujarat Weather: દિવાળીમાં બેવડી ઋતુ માટે રહો તૈયાર..! વાંચો હવામાન વિભાગની આગાહી
ત્રણ દિવસથી ગુજરાતમાં વરસાદ નોંધાયો નથી. ગુજરાતમાંથી મેઘરાજાએ વિદાય લીધી છે. ત્યારે હવે ગુજરાતમાં શિયાળાની ધીમી શરુઆત થઈ છે. રાજ્યમાં ધીમે ધીમે ઠંડી આગળ વધી રહી છે. વહેલી સવારે અને મોડી રાત્રે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે.હવામાન વિભાગ દ્વારા વરસાદની કોઈ શક્યતાઓ સેવી નથી. હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં ઠંડીની જગ્યાએ ભીષણ ગરમીનો અનુભવ થશે. 11 જિલ્લાઓમાં 37થી વધુ ડિગ્રી તાપમાન રહેશે. કંડલામાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો છે. ડીસા, ભુજ અને રાજકોટમાં 39 ડિગ્રી તાપમાન રહેશે. અમદાવાદમાં 38.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અમદાવાદમાં સામાન્ય કરતા 3.2 ડિગ્રી તાપમાન વધુ છે. સુરેન્દ્રનગરમાં 38, મહુવામાં 37.8 ડિગ્રી તાપમાન જ્યારે અમરેલી, ગાંધીનગર, વડોદરામાં 37થી વધુ ડિગ્રી તાપમાન નોંધાયું છે.રાજ્યમાં ઠંડીની જગ્યાએ ભીષણ ગરમીનો અનુભવ 11 જિલ્લાઓમાં 37થી વધુ ડિગ્રી તાપમાન કંડલામાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો ડીસા, ભુજ અને રાજકોટમાં 39 ડિગ્રી તાપમાન અમદાવાદમાં 38.4 ડિગ્રી તાપમાન નોંધાયું અમદાવાદમાં સામાન્ય કરતા 3.2 ડિગ્રી તાપમાન વધુ સુરેન્દ્રનગરમાં 38, મહુવામાં 37.8 ડિગ્રી તાપમાન અમરેલી, ગાંધીનગર, વડોદરામાં 37થી વધુ ડિગ્રી તાપમાનઅંબાલાલ પટેલની શું છે આગાહી?28 ઓક્ટોબર પશ્ચિમિ વિક્ષેપ આવશે. પશ્ચિમી વિક્ષેપ ઉત્તરીય પર્વતિય પ્રદેશમાં સામાન્ય વરસાદ તથા બરફ વર્ષા કરશે. દાના વાવાઝોડાની અસરથી મુંબઈ, દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં વરસાદ આવી શકે છે. 17 અને 18 નવેમ્બર ગુજરાતમાં પશ્ચિમિ વિક્ષેપના કારણે ઠંડી વધશે. ડિસેમ્બરમાં ઠંડીનો ચમકારો વધશે. 6 થી 8 નવેમ્બરે આવી રહેલું પશ્ચિમી વિક્ષેપ ગુજરાતમાં ઠંડી લાવશે. ૭ થી ૧૦ નવેમ્બર બંગાળના ઉપસાગર માં વધુ એક વાવાઝોડું આવશે. અરબી સમુદ્ર માં ૧૩-૧૪ નવેમ્બર હલચલ જોવા મળશે. 19 થી 22 નવેમ્બર દરમિયાન બંગાળના ઉપસાગરમાં પ્રચંડ વાવાઝોડું આવશે. આ દિવસોમાં ગુજરાતના હવામાનમાં ફેરફાર થઈ શકે છે, જે માવઠું લાવી શકે છે. 7 થી 14 તથા 19 થી 22 નવેમ્બર દરમિયાન માવઠું આવશે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ત્રણ દિવસથી ગુજરાતમાં વરસાદ નોંધાયો નથી. ગુજરાતમાંથી મેઘરાજાએ વિદાય લીધી છે. ત્યારે હવે ગુજરાતમાં શિયાળાની ધીમી શરુઆત થઈ છે. રાજ્યમાં ધીમે ધીમે ઠંડી આગળ વધી રહી છે. વહેલી સવારે અને મોડી રાત્રે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે.
હવામાન વિભાગ દ્વારા વરસાદની કોઈ શક્યતાઓ સેવી નથી. હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં ઠંડીની જગ્યાએ ભીષણ ગરમીનો અનુભવ થશે. 11 જિલ્લાઓમાં 37થી વધુ ડિગ્રી તાપમાન રહેશે. કંડલામાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો છે. ડીસા, ભુજ અને રાજકોટમાં 39 ડિગ્રી તાપમાન રહેશે. અમદાવાદમાં 38.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અમદાવાદમાં સામાન્ય કરતા 3.2 ડિગ્રી તાપમાન વધુ છે. સુરેન્દ્રનગરમાં 38, મહુવામાં 37.8 ડિગ્રી તાપમાન જ્યારે અમરેલી, ગાંધીનગર, વડોદરામાં 37થી વધુ ડિગ્રી તાપમાન નોંધાયું છે.
રાજ્યમાં ઠંડીની જગ્યાએ ભીષણ ગરમીનો અનુભવ
- 11 જિલ્લાઓમાં 37થી વધુ ડિગ્રી તાપમાન
- કંડલામાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો
- ડીસા, ભુજ અને રાજકોટમાં 39 ડિગ્રી તાપમાન
- અમદાવાદમાં 38.4 ડિગ્રી તાપમાન નોંધાયું
- અમદાવાદમાં સામાન્ય કરતા 3.2 ડિગ્રી તાપમાન વધુ
- સુરેન્દ્રનગરમાં 38, મહુવામાં 37.8 ડિગ્રી તાપમાન
- અમરેલી, ગાંધીનગર, વડોદરામાં 37થી વધુ ડિગ્રી તાપમાન
અંબાલાલ પટેલની શું છે આગાહી?
28 ઓક્ટોબર પશ્ચિમિ વિક્ષેપ આવશે. પશ્ચિમી વિક્ષેપ ઉત્તરીય પર્વતિય પ્રદેશમાં સામાન્ય વરસાદ તથા બરફ વર્ષા કરશે. દાના વાવાઝોડાની અસરથી મુંબઈ, દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં વરસાદ આવી શકે છે. 17 અને 18 નવેમ્બર ગુજરાતમાં પશ્ચિમિ વિક્ષેપના કારણે ઠંડી વધશે. ડિસેમ્બરમાં ઠંડીનો ચમકારો વધશે. 6 થી 8 નવેમ્બરે આવી રહેલું પશ્ચિમી વિક્ષેપ ગુજરાતમાં ઠંડી લાવશે. ૭ થી ૧૦ નવેમ્બર બંગાળના ઉપસાગર માં વધુ એક વાવાઝોડું આવશે. અરબી સમુદ્ર માં ૧૩-૧૪ નવેમ્બર હલચલ જોવા મળશે. 19 થી 22 નવેમ્બર દરમિયાન બંગાળના ઉપસાગરમાં પ્રચંડ વાવાઝોડું આવશે. આ દિવસોમાં ગુજરાતના હવામાનમાં ફેરફાર થઈ શકે છે, જે માવઠું લાવી શકે છે. 7 થી 14 તથા 19 થી 22 નવેમ્બર દરમિયાન માવઠું આવશે.