Vav તાલુકામાં ખેડૂતોનો અનોખો વિરોધ, સૂકી પડેલી કેનાલમાં ઢોલ વગાડી તંત્રને જગાડવાનો પ્રયાસ!

Oct 3, 2026 - 17:00
Vav તાલુકામાં ખેડૂતોનો અનોખો વિરોધ, સૂકી પડેલી કેનાલમાં ઢોલ વગાડી તંત્રને જગાડવાનો પ્રયાસ!

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકામાં આવેલી કેનાલોમાં પાણી ન મળતાં સ્થાનિક ખેડૂતોમાં ભારે આક્રોશ વ્યાપ્યો છે. વાવ તાલુકાના નાળોદર અને લોદરાણી ગામના ખેડૂતો પોતાની ખેતી માટે સિંચાઈનું પાણી મેળવવા અનોખા વિરોધ સાથે મેદાને આવ્યા છે. લોદરાણી માઇનોર નંબર 2 કેનાલમાં લાંબા સમયથી પાણી ન છોડાતાં રોષે ભરાયેલા ખેડૂતોએ તંત્ર સામે હલ્લાબોલ કરી ન્યાયની માગ કરી છે.

2014થી છેવાડાના 1.5 કિમી વિસ્તારમાં પાણી ન પહોંચ્યાનો ખેડૂતોનો આક્ષેપ

ખેડૂતોએ ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, વર્ષ 2014 બાદથી જ આ કેનાલના છેવાડાના આશરે દોઢ કિલોમીટર વિસ્તારમાં પાણી પહોંચ્યું જ નથી. કેનાલનો છેવાડાનો ભાગ ઊંચાણવાળો હોવાથી પાણી આગળ વધતું નથી અને ટેકનિકલ ખામીઓ કે સુધારા કરવા માટે તંત્રને વારંવાર લેખિત તથા મૌખિક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કોઈ ઉકેલ લાવવામાં આવ્યો નથી. વર્ષોથી સિંચાઈના પાણી વિના પાક નિષ્ફળ જતાં ખેડૂતોને આર્થિક પાયમાલી ભોગવવાનો વારો આવ્યો છે.

સૂકી કેનાલમાં ઢોલ વગાડી તંત્રને જગાડવાનો પ્રયાસ; આમરણાંત ઉપવાસની ચીમકી

કુંભકર્ણની નિદ્રામાં સોયેલા સિંચાઈ વિભાગ અને તંત્રને જગાડવા માટે ખેડૂતોએ સૂકી ભટ્ઠ કેનાલની અંદર ઉતરીને ઢોલ વગાડીને અનોખો વિરોધ પ્રદર્શન કર્યો હતો. ખેડૂતોએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે, વર્ષોથી પાણીથી વંચિત રહેલા આ વિસ્તારને જો વહેલી તકે કેનાલનું પાણી પૂરતા પ્રમાણમાં પૂરું પાડવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં તમામ ખેડૂતો ગાંધી ચિંધ્યા માર્ગે આમરણાંત ઉપવાસ પર ઉતરશે.

આ પણ વાંચો : Surat પોલીસની મહેનત રંગ લાવી, મહિલાના ચોરાયેલા રૂ.14.28 લાખ પરત અપાવ્યા


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0