Vasant Paresh: ગુજરાતી હાસ્યના એક યુગનો અંત, હાસ્ય કલાકાર વસંત પરેશનું નિધન
જામનગરમાંથી એક દુ:ખદ સમાચાર સામે આવી રહ્યાં છે, જ્યાં ગુજરાતના ખ્યાતનામ હાસ્ય કલાકાર વસંત પરેશનું નિધન થયું છે. જામનગર શહેરના બંધુના નામે જાણીતા ખ્યાતનામ હાસ્ય કલાકાર વસંત પરેશનું અવસાન થયું છે. આ સમાચાર પદ્મશ્રી અને હાસ્ય કલાકાર જગદીશ ત્રિવેદીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને માહિતી આપી હતી. હાસ્ય જગતમાં વસંત પરેશના નિધનથી શોક ફેલાયો છે. નોંધનીય છે કે, વસંત પરેશના ગુજરાત નહીં પણ દેશ વિદેશમાં પણ બહોળો ચાહક વર્ગ છે. હાસ્ય કલાકાર જગદીશ ત્રિવેદીએ દુ:ખ વ્યક્ત કર્યું જગદીશ ત્રિવેદીએ વસંત પરેશના અવસાનના સમાચાર અંગે જણાવતા લખ્યું કે, 'હાસ્યકલાકાર વસંત પરેશ “બંધુ” હવે આપણી વચ્ચે નથી. મારા કલાગુરૂ શાહબુદીન રાઠોડ પણ મને ગુજરાતી હાસ્યરસિક શ્રોતાઓ વચ્ચે જાણીતો કરનાર વસંત પરેશ “બંધુ” હતા. 1995માં મારી જ્યારે ગુજરાતી હાસ્યક્ષેત્રમાં એન્ટ્રી થઈ ત્યારે વસંત પરેશ '“બંધુ”નો સુરજ મધ્યાહ્ને તપતો હતો. મુંબઈ દર અઠવાડિયે એમનાં કાર્યક્રમો થતાં હતા. એ વખતે એ મને એમના જુનિયર કલાકાર તરીકે સાથે લઈ જતા. એક કાર્યક્રમનાં મને 1500 રુપિયા મળતાં એ પણ એ જમાનામાં ઘણાં લાગતા હતા. વસંત પરેશ તેમની શાયરીઓ અને જોક્સથી લોકોને ખુશખુશાલ કરી દેતા વસંત પરેશની વાત રજૂ કરવાની શૈલી કોઈ નાટ્ય અભિનેતા કરતાં પણ વધુ સારી હતી. શાયરી એ જાતે લખતા અને એમનાં બેઈઝવાળા અવાજથી એ રજું કરતા ત્યારે પ્રેક્ષકો મંત્રમુગ્ધ થઈ જતાં. સાંજે 4:30 કલાકે તેમના નિવાસસ્થાનથી અંતિમયાત્રા નીકળશે વસંત પરેશ ‘બંધુ’ એ 70 વર્ષની વયે અંતિમ શ્વાસ લેતા તેમનો ચાહક વર્ગ ઘેરા શોકના સાગરમાં ડૂબ્યો છે. તેમના નિધન સાથે જ તેમને કલા અને સાહિત્ય ક્ષેત્રમાં મેળવેલ સિદ્ધિઓ અમર થઈ ગઈ છે. છેલ્લા ચારથી પાંચ વર્ષથી બીમારીને લઈ પથારીવશ રહેલા વસંત પરેશે વ્યારાની સિવિલ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા છે. તેમના પાર્થિવદેહને જામનગર લાવવા રવાના થયા છે અને સાંજે 4:30 કલાકે તેમના નિવાસસ્થાન જામનગરના મંગલબાગ ખાતેથી તેમની અંતિમયાત્રા નીકળશે. હાસ્ય સાહિત્યના આરાધક વસંત પરેશ બંધુના નિધનથી જામનગર કલા જગતને મોટી ખોટ પડી છે. જામનગર નિવાસી અને ગુજરાતના ખ્યાતનામ હાસ્ય કલાકાર વસંત પરેશ ખેતસીભાઈ (વસંત પરેશ બંધુ) એ 70 વર્ષની વયે અંતિમ વ્યારાની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા છે. જાણવા મળતી પ્રાથમિક વિગત અનુસાર તેઓ લાંબા સમયથી બીમાર હતા અને છેલ્લા 4 વર્ષથી પથારીવશ હતા. જે બીમારી જીવલેણ નીવડી છે. અંતિમ યાત્રા જામનગરમાં તેમના નિવાસસ્થાન 203, લક્ષ્મી એપાર્ટમેન્ટ, મંગલબાગ શેરી નંબર-1, જામનગરના સ્થળેથી બપોરે 4:30 વાગ્યે નીકળશે. વસંત પરેશએ અનેક હિટ શૉ કર્યા છે તેમના હિટ શોની વાત કરવામાં આવે તો વસંત પરેશ બંધુએ ‘વસંતનું સટર ડાઉન’, ‘ચૂંટણી જંગ’, ‘મારી અર્ધાંગિની’, ‘પોપટની ટિકિટ ન હોય’ જેવા અનેક હાસ્ય રસો પીરસ્યા છે. સાથે જ તેઓએ હિન્દી ફિલ્મમાં પણ તેઓએ કેમિયો રોલ કર્યો છે. તેમનું જીવન ખૂબ સંઘર્ષમય રહ્યું છે. તેઓએ સ્ટેજમાં એનાઉન્સર અને સંચાલક તરીકે કામ કરી સાહિત્ય અને કલા જગતમાં પગ મૂક્યો હતો. પોતાની અનોખી વાકછટ્ટા અને શાયરીઓના અનોખા અંદાજને કારણે તેમનો શ્રોતા વર્ગ અને ચાહક વર્ગ વિશાળ હતો. આ અંગે તેઓએ 110 જેટલી ઓડિયો કેસેટો પ્રસારિત કરી ચૂક્યા છે. તેઓએ દુષ્કાળ વખતે ગૌચારા માટે ફંડ એકત્ર કરવા સેવાના હેતુથી અનેક કાર્યક્રમો કર્યા હતા. દુબઈ, શાહજહાં, કેનેડા, યુરોપ, લંડન સહિતના અનેક દેશમાં હાસ્ય રસ પીરસી ચૂક્યા છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
જામનગરમાંથી એક દુ:ખદ સમાચાર સામે આવી રહ્યાં છે, જ્યાં ગુજરાતના ખ્યાતનામ હાસ્ય કલાકાર વસંત પરેશનું નિધન થયું છે.
જામનગર શહેરના બંધુના નામે જાણીતા ખ્યાતનામ હાસ્ય કલાકાર વસંત પરેશનું અવસાન થયું છે. આ સમાચાર પદ્મશ્રી અને હાસ્ય કલાકાર જગદીશ ત્રિવેદીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને માહિતી આપી હતી. હાસ્ય જગતમાં વસંત પરેશના નિધનથી શોક ફેલાયો છે. નોંધનીય છે કે, વસંત પરેશના ગુજરાત નહીં પણ દેશ વિદેશમાં પણ બહોળો ચાહક વર્ગ છે.
હાસ્ય કલાકાર જગદીશ ત્રિવેદીએ દુ:ખ વ્યક્ત કર્યું
જગદીશ ત્રિવેદીએ વસંત પરેશના અવસાનના સમાચાર અંગે જણાવતા લખ્યું કે, 'હાસ્યકલાકાર વસંત પરેશ “બંધુ” હવે આપણી વચ્ચે નથી. મારા કલાગુરૂ શાહબુદીન રાઠોડ પણ મને ગુજરાતી હાસ્યરસિક શ્રોતાઓ વચ્ચે જાણીતો કરનાર વસંત પરેશ “બંધુ” હતા. 1995માં મારી જ્યારે ગુજરાતી હાસ્યક્ષેત્રમાં એન્ટ્રી થઈ ત્યારે વસંત પરેશ '“બંધુ”નો સુરજ મધ્યાહ્ને તપતો હતો. મુંબઈ દર અઠવાડિયે એમનાં કાર્યક્રમો થતાં હતા. એ વખતે એ મને એમના જુનિયર કલાકાર તરીકે સાથે લઈ જતા. એક કાર્યક્રમનાં મને 1500 રુપિયા મળતાં એ પણ એ જમાનામાં ઘણાં લાગતા હતા.
વસંત પરેશ તેમની શાયરીઓ અને જોક્સથી લોકોને ખુશખુશાલ કરી દેતા
વસંત પરેશની વાત રજૂ કરવાની શૈલી કોઈ નાટ્ય અભિનેતા કરતાં પણ વધુ સારી હતી. શાયરી એ જાતે લખતા અને એમનાં બેઈઝવાળા અવાજથી એ રજું કરતા ત્યારે પ્રેક્ષકો મંત્રમુગ્ધ થઈ જતાં.
સાંજે 4:30 કલાકે તેમના નિવાસસ્થાનથી અંતિમયાત્રા નીકળશે
વસંત પરેશ ‘બંધુ’ એ 70 વર્ષની વયે અંતિમ શ્વાસ લેતા તેમનો ચાહક વર્ગ ઘેરા શોકના સાગરમાં ડૂબ્યો છે. તેમના નિધન સાથે જ તેમને કલા અને સાહિત્ય ક્ષેત્રમાં મેળવેલ સિદ્ધિઓ અમર થઈ ગઈ છે. છેલ્લા ચારથી પાંચ વર્ષથી બીમારીને લઈ પથારીવશ રહેલા વસંત પરેશે વ્યારાની સિવિલ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા છે. તેમના પાર્થિવદેહને જામનગર લાવવા રવાના થયા છે અને સાંજે 4:30 કલાકે તેમના નિવાસસ્થાન જામનગરના મંગલબાગ ખાતેથી તેમની અંતિમયાત્રા નીકળશે.
હાસ્ય સાહિત્યના આરાધક વસંત પરેશ બંધુના નિધનથી જામનગર કલા જગતને મોટી ખોટ પડી છે. જામનગર નિવાસી અને ગુજરાતના ખ્યાતનામ હાસ્ય કલાકાર વસંત પરેશ ખેતસીભાઈ (વસંત પરેશ બંધુ) એ 70 વર્ષની વયે અંતિમ વ્યારાની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા છે. જાણવા મળતી પ્રાથમિક વિગત અનુસાર તેઓ લાંબા સમયથી બીમાર હતા અને છેલ્લા 4 વર્ષથી પથારીવશ હતા. જે બીમારી જીવલેણ નીવડી છે. અંતિમ યાત્રા જામનગરમાં તેમના નિવાસસ્થાન 203, લક્ષ્મી એપાર્ટમેન્ટ, મંગલબાગ શેરી નંબર-1, જામનગરના સ્થળેથી બપોરે 4:30 વાગ્યે નીકળશે.
વસંત પરેશએ અનેક હિટ શૉ કર્યા છે
તેમના હિટ શોની વાત કરવામાં આવે તો વસંત પરેશ બંધુએ ‘વસંતનું સટર ડાઉન’, ‘ચૂંટણી જંગ’, ‘મારી અર્ધાંગિની’, ‘પોપટની ટિકિટ ન હોય’ જેવા અનેક હાસ્ય રસો પીરસ્યા છે. સાથે જ તેઓએ હિન્દી ફિલ્મમાં પણ તેઓએ કેમિયો રોલ કર્યો છે. તેમનું જીવન ખૂબ સંઘર્ષમય રહ્યું છે. તેઓએ સ્ટેજમાં એનાઉન્સર અને સંચાલક તરીકે કામ કરી સાહિત્ય અને કલા જગતમાં પગ મૂક્યો હતો. પોતાની અનોખી વાકછટ્ટા અને શાયરીઓના અનોખા અંદાજને કારણે તેમનો શ્રોતા વર્ગ અને ચાહક વર્ગ વિશાળ હતો. આ અંગે તેઓએ 110 જેટલી ઓડિયો કેસેટો પ્રસારિત કરી ચૂક્યા છે. તેઓએ દુષ્કાળ વખતે ગૌચારા માટે ફંડ એકત્ર કરવા સેવાના હેતુથી અનેક કાર્યક્રમો કર્યા હતા. દુબઈ, શાહજહાં, કેનેડા, યુરોપ, લંડન સહિતના અનેક દેશમાં હાસ્ય રસ પીરસી ચૂક્યા છે.