Valsadમાં હિટ એન્ડ રન કેસમાં મૃત્યું પામેલા 21 મૃતકોના વારસદારોને રૂ. 2 લાખના વળતરના હુકમ એનાયત કરાયા

Aug 9, 2025 - 00:30
Valsadમાં હિટ એન્ડ રન કેસમાં મૃત્યું પામેલા 21 મૃતકોના વારસદારોને રૂ. 2 લાખના વળતરના હુકમ એનાયત કરાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

માર્ગ અકસ્માતમાં અકાળે મૃત્યુ થવાના બનાવો વધતા જઈ રહ્યા છે. જેમાં ઘણા કિસ્સાઓમાં ઘરમાં કમાનાર મુખ્ય વ્યક્તિનું અવસાન થવાથી આખો પરિવાર નોંધારો બની જતા તેઓનું ભવિષ્ય અંધકારમય બની જાય છે. આવા કેસમાં આંશિકરૂપે મદદ કરી શકાય તે માટે કેન્દ્ર સરકાર દ્વારા હિટ એન્ડ રન મોટર અકસ્માતોના પીડિતોને વળતર, 2022 અમલમાં મુકવામાં આવી છે. જેમાં હીટ એન્ડ રનના (અજાણ્યા વાહનની ટક્કર)ના કેસમાં મૃત્યુ થાય તો રૂ. 2 લાખ અને ગંભીર ઈજાના કેસમાં રૂ. 50 હજારની આર્થિક વળતરની જોગવાઈ કરવામાં આવી છે.

21 મૃતકોના વારસદારોને વળતરની મંજૂરીના હુકમ એનાયત કર્યા

આ વળતર માટે આવેલી અરજીઓમાં નિર્ણય કરવા માટે જિલ્લા મેજિસ્ટ્રેટના અધ્યક્ષપણા હેઠળ કમિટી રચવામાં આવી હતી. આ કમિટી દ્વારા 4 અરજીઓ મંજૂર કરી ચારેય કેસમાં પ્રત્યેક મૃતકના વારસદારને રૂ. 2 લાખનું વળતર મંજૂર કરવામાં આવ્યું હતું. જિલ્લા કલેકટર ભવ્ય વર્માના હસ્તે વાહન અકસ્માતમાં મૃત્યું પામેલા 21 મૃતકોના વારસદારોને રૂ. 2 લાખના વળતરની મંજૂરીના હુકમ એનાયત કરવામાં આવ્યા હતા.

આકસ્મિક બનાવો અંતર્ગત નજીકના પોલીસ સ્ટેશનમાં કરી શકાશે અરજી 

આવા આકસ્મિક બનાવો અંતર્ગત કોઈ અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારી હોય અને આ દરમિયાન મૃત્યુ કે ઈજા થવાના પ્રસંગે દ્વારા હિટ એન્ડ રન મોટર અકસ્માતોના પીડિતોને વળતર, 2022 હેઠળ વળતર માટે અરજી કરી શકાય છે. આવા કોઈ બનાવ બન્યા હોય તો કલેકટર કચેરીની નાયબ ચીટનીશ શાખા અથવા નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી અરજી કરી યોજનાનો લાભ લઈ શકાય છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0