Valsadમાં મામલતદાર કચેરીના રાઈટરને રૂ.11,000ની લાંચ લેતા ACBએ રંગે હાથ ઝડપ્યો

Aug 13, 2025 - 22:00
Valsadમાં મામલતદાર કચેરીના રાઈટરને રૂ.11,000ની લાંચ લેતા ACBએ રંગે હાથ ઝડપ્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વલસાડ જિલ્લામાં ભ્રષ્ટાચારને નાબૂદ કરવા માટે કાર્યરત એન્ટી કરપ્શન બ્યુરોએ આજે એક સફળ ઓપરેશન પાર પાડીને મામલતદાર કચેરીના એક રાઈટરને લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડ્યો હતો. આ રાઈટરે સોલવન્સી સર્ટિફિકેટ કઢાવવા માટે અરજદાર પાસેથી લાંચની માગણી કરી હતી. વલસાડ મામલતદાર કચેરીમાં રાઈટર તરીકે કામ કરતા આશિષ નરેન્દ્રભાઈ પટેલ નામના આરોપીએ એક અરજદાર પાસેથી સોલવન્સી સર્ટિફિકેટ કઢાવવા માટે શરૂઆતમાં 20,000 રૂપિયાની લાંચની માગણી કરી હતી.

રાઈટર આશિષ પટેલ 11000ની લાંચ લેતા ઝડપાયો

બાદમાં રકઝકના અંતે તેણે 11,000 રૂપિયામાં કામ કરી આપવાની વાત કરી હતી. આરોપીએ અરજદારને એવું જણાવ્યું હતું કે આ પૈસા મામલતદાર કચેરીના અધિકારીઓને આપવા પડશે. જોકે અરજદાર લાંચ આપવા માગતા ન હોવાથી તેમણે આ મામલે વલસાડ ACBનો સંપર્ક કર્યો હતો. ACBએ અરજદારની ફરિયાદના આધારે છટકું ગોઠવ્યું હતું. આજે જ્યારે આશિષ પટેલ લાંચની રકમ 11,000 રૂપિયા સ્વીકારી રહ્યો હતો ત્યારે ACBની ટીમે તેને રંગે હાથે ઝડપી પાડ્યો હતો.

આરોપીની ધરપકડ કરી ACBએ વધુ તપાસ હાથ ધરી

ACBએ આરોપીની ધરપકડ કરીને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ACBની આ કાર્યવાહીથી સરકારી કચેરીઓમાં ચાલતા ભ્રષ્ટાચાર પર અંકુશ લાવવા માટે એક સકારાત્મક સંદેશ ગયો હતો. ACB દ્વારા આરોપીની વધુ પૂછપરછ કરીને આ મામલામાં અન્ય કોઈ અધિકારીઓ કે કર્મચારીઓ સંડોવાયેલા છે કે કેમ તે દિશામાં પણ તપાસ કરવામાં આવી હતી.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0