Valsadમા બોગસ દસ્તાવેજો બનાવીને 5 કરોડની લોન લેનાર આરોપીની પોલીસે કરી ધરપકડ

વલસાડમાં કરોડોની છેતરપિંડીનો આરોપી ઝડપાયો મહિલા બેંકમાંથી કરી હતી કરોડોની છેતરપિંડી વલસાડ પોલીસે મુંબઈના નાગપાડાથી કરી ધરપકડ છેતરપિંડી કરી રૂપિયા લઈ લેવા અથવા તો પડાવી લેવાની ઘટના બનતી હોય છે,ત્યારે આવી જ એક ઘટના વલસાડમાં આવેલી મહિલા બેંક સાથે બની હતી જેમાં બાબુ ઠાકુરે નામના વ્યકિતએ બોગસ દસ્તાવેજો બનાવી તેની પર પાંચ કરોડની લોન લઈ લીધી હતી,પોલીસે આરોપીની મુંબઈથી ધરપકડ કરી હતી. વલસાડ સિટી પોલીસને મળી મોટી સફળતા વલસાડ સિટી પોલીસને મોટી સફળતા મળી છે,કેમકે આરોપી છેલ્લા લાંબા સમયથી ફરાર હતો,બાબુ ઠાકુરે ડાયરેક્ટરોની જાણ બહાર લોન લીધી હતી તો બેંક મેનેજરની મિલીભગતથી આરોપીએ આ લોન લીધી હોવાનું સામે આવ્યું છે,પોલીસે ધરપકડ કરતા અનેક ખુલાસા થયા છે.બોગસ દસ્તાવેજો બનાવ્યા અને ડિરેકટરો ગેરહાજર હતા તે દરમિયાન બેંકના મેનેજરે એપ્રુવલ આપી લોન પાસ કરાવી દીધી હતી,આરોપી મુંબઈની એક હોટલમાં સૂતો હતો તે દરમિયાન પોલીસે તેને ઝડપી લીધો હતો. બેંકે નોંધાવી હતી ફરિયાદ વલસાડની મહિલા બેંકમાં કરોડોની છેતરપિંડી કરી ભાગી છૂટેલા મુખ્ય આરોપી ઝડપાયો છે. આરોપીએ બેંકના મેનેજર સાથે મળીને બોગસ દસ્તાવેજો મૂકી પાંચ કરોડની લોન લીધી હતી,બેંક મેનેજરની મિલીભગતથી આરોપીએ મહિલા બેંક સાથે ફ્રોડ કર્યું હતું.4 કરોડ 80 લાખની લોન બેંકના ડાયરેક્ટરોની જાણ બહાર બારોબાર પાસ કરી બેંકમાં રૂપિયા ભરાવતા થઇ હતી ફરિયાદ.પોલીસે આ મામલે ઉંડાણપૂર્વક તપાસ હાથધરી છે. અન્ય બેંકોને લઈ હાથધરી તપાસ આરોપી ઝડપાયો છે તેને લઈ પોલીસ તપાસમાં અનેક ખુલાસાઓ થઈ શકે છે,આરોપીએ અન્ય બેંકો સાથે પણ આ રીતે છેતરપિંડી કરી નથી ને તેને લઈ તપાસ હાથધરી છે,કોને આ બોગસ દસ્તાવેજ બનાવી આપ્યો તેને લઈ પોલીસે તપાસ હાથધરી છે,હાલ આરોપી પાસે કેટલા રૂપિયા છે અને બાકીના રૂપિયા કયાં કયા વાપર્યા તેને લઈ પણ તપાસ હાથધરી છે.  

Valsadમા બોગસ દસ્તાવેજો બનાવીને 5 કરોડની લોન લેનાર આરોપીની પોલીસે કરી ધરપકડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • વલસાડમાં કરોડોની છેતરપિંડીનો આરોપી ઝડપાયો
  • મહિલા બેંકમાંથી કરી હતી કરોડોની છેતરપિંડી
  • વલસાડ પોલીસે મુંબઈના નાગપાડાથી કરી ધરપકડ

છેતરપિંડી કરી રૂપિયા લઈ લેવા અથવા તો પડાવી લેવાની ઘટના બનતી હોય છે,ત્યારે આવી જ એક ઘટના વલસાડમાં આવેલી મહિલા બેંક સાથે બની હતી જેમાં બાબુ ઠાકુરે નામના વ્યકિતએ બોગસ દસ્તાવેજો બનાવી તેની પર પાંચ કરોડની લોન લઈ લીધી હતી,પોલીસે આરોપીની મુંબઈથી ધરપકડ કરી હતી.

વલસાડ સિટી પોલીસને મળી મોટી સફળતા

વલસાડ સિટી પોલીસને મોટી સફળતા મળી છે,કેમકે આરોપી છેલ્લા લાંબા સમયથી ફરાર હતો,બાબુ ઠાકુરે ડાયરેક્ટરોની જાણ બહાર લોન લીધી હતી તો બેંક મેનેજરની મિલીભગતથી આરોપીએ આ લોન લીધી હોવાનું સામે આવ્યું છે,પોલીસે ધરપકડ કરતા અનેક ખુલાસા થયા છે.બોગસ દસ્તાવેજો બનાવ્યા અને ડિરેકટરો ગેરહાજર હતા તે દરમિયાન બેંકના મેનેજરે એપ્રુવલ આપી લોન પાસ કરાવી દીધી હતી,આરોપી મુંબઈની એક હોટલમાં સૂતો હતો તે દરમિયાન પોલીસે તેને ઝડપી લીધો હતો.

બેંકે નોંધાવી હતી ફરિયાદ

વલસાડની મહિલા બેંકમાં કરોડોની છેતરપિંડી કરી ભાગી છૂટેલા મુખ્ય આરોપી ઝડપાયો છે. આરોપીએ બેંકના મેનેજર સાથે મળીને બોગસ દસ્તાવેજો મૂકી પાંચ કરોડની લોન લીધી હતી,બેંક મેનેજરની મિલીભગતથી આરોપીએ મહિલા બેંક સાથે ફ્રોડ કર્યું હતું.4 કરોડ 80 લાખની લોન બેંકના ડાયરેક્ટરોની જાણ બહાર બારોબાર પાસ કરી બેંકમાં રૂપિયા ભરાવતા થઇ હતી ફરિયાદ.પોલીસે આ મામલે ઉંડાણપૂર્વક તપાસ હાથધરી છે.

અન્ય બેંકોને લઈ હાથધરી તપાસ

આરોપી ઝડપાયો છે તેને લઈ પોલીસ તપાસમાં અનેક ખુલાસાઓ થઈ શકે છે,આરોપીએ અન્ય બેંકો સાથે પણ આ રીતે છેતરપિંડી કરી નથી ને તેને લઈ તપાસ હાથધરી છે,કોને આ બોગસ દસ્તાવેજ બનાવી આપ્યો તેને લઈ પોલીસે તપાસ હાથધરી છે,હાલ આરોપી પાસે કેટલા રૂપિયા છે અને બાકીના રૂપિયા કયાં કયા વાપર્યા તેને લઈ પણ તપાસ હાથધરી છે.