Valsad પોલીસે 1 કરોડની નકલી ચલણી નોટો સાથે 9 આરોપીઓને ઝડપ્યાં
વલસાડ પોલીસે 1 કરોડની નકલી ચલણી નોટ સાથે 9 આરોપીઓને ઝડપ્યા છે.પોલીસે આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ કર્યો છે,અને તમામ આરોપીઓને દબોચી લીધા છે,સસ્તા ભાવે સોનું આપવાના બહાને છેતરપિંડી કરતા હોવાની વાત સામે આવી છે,એક કરોડની ચિલ્ડ્રન બેન્કની નોટો સાથે નવ આરોપીઓ બાતમીના આધારે ઝડપાયા છે. સસ્તા ભાવે સોનું આપવાના નામે કરતા હતા છેતરપિંડી ઝડપાયેલા 9 આરોપીની તપાસમાં સામે આવ્યુ કે સસ્તા ભાવે સોનું આપવાની લાલચે નોટોની પધરામણી પણ કરી દેતા હતા સાથે સાથે પોલીસે કુલ મળીને 41 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે,પોલીસે આરોપીઓને ઝડપી વધુ તપાસ હાથધરી છે,કયાંથી ચલણી નોટો લાવ્યા અને કયા નકલી નોટો છાપતા હતા તે દિશામાં પોલીસે તપાસ હાથધરી છે.ગુજરાત મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં છેતરપિંડીના ગુનાઓ કર્યા હોવાની વાત સામે આવી છે. 33 ગુનાઓ કર્યા આરોપીઓએ આરોપીઓએ અત્યાર સુધીમાં 33 અલગ-અલગ ગુનાઓ આચર્યા હોવાની વાત સામે આવી છે,ત્યારે આંતરરાજય રેકેટ આરોપીઓ ચલાવતા હતા અને પોલીસને બાતમી મળી તેના આધારે તેમને ઝડપી પાડયા છે.આરોપીઓની ધરપકડ કરી છે અને કોર્ટમાં આરોપીઓના રિમાંડ પણ માંગવામા આવશે તેવી વાત સામે આવી છે.ગુજરાતમાં અવાર-નવાર નકલી નોટો ઝડપાઈ રહી છે અને પોલીસ તે દિશામાં તપાસ પણ કરી રહી છે. બે દિવસ પહેલા નડિયાદમાંથી ઝડપાઈ નકલી નોટ નડિયાદ શહેરમાં આવેલા વ્હોરવાડ વિસ્તારમાં ધૂપેલીના ખાંચામાં નકલી નોટો છાપવાનું કારખાનું ચાલતું હતું. આ અંગેની જાણ SOG પોલીસને થતા દરોડા પાડવામાં આવ્યા હતા. જ્યાં મહમ્મદશરીફ ઉર્ફે શાહુ મહેબુબભાઇ મલેક અને અરબાઝ ઉર્ફે અબુ અયુબભાઇ અલાદની ધરપકડ કરી છે. આ બંને યુવકો 100, 200 અને 500 રૂપિયાની નકલી ચલણી નોટો છાપતા હતા.

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વલસાડ પોલીસે 1 કરોડની નકલી ચલણી નોટ સાથે 9 આરોપીઓને ઝડપ્યા છે.પોલીસે આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ કર્યો છે,અને તમામ આરોપીઓને દબોચી લીધા છે,સસ્તા ભાવે સોનું આપવાના બહાને છેતરપિંડી કરતા હોવાની વાત સામે આવી છે,એક કરોડની ચિલ્ડ્રન બેન્કની નોટો સાથે નવ આરોપીઓ બાતમીના આધારે ઝડપાયા છે.
સસ્તા ભાવે સોનું આપવાના નામે કરતા હતા છેતરપિંડી
ઝડપાયેલા 9 આરોપીની તપાસમાં સામે આવ્યુ કે સસ્તા ભાવે સોનું આપવાની લાલચે નોટોની પધરામણી પણ કરી દેતા હતા સાથે સાથે પોલીસે કુલ મળીને 41 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે,પોલીસે આરોપીઓને ઝડપી વધુ તપાસ હાથધરી છે,કયાંથી ચલણી નોટો લાવ્યા અને કયા નકલી નોટો છાપતા હતા તે દિશામાં પોલીસે તપાસ હાથધરી છે.ગુજરાત મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં છેતરપિંડીના ગુનાઓ કર્યા હોવાની વાત સામે આવી છે.
33 ગુનાઓ કર્યા આરોપીઓએ
આરોપીઓએ અત્યાર સુધીમાં 33 અલગ-અલગ ગુનાઓ આચર્યા હોવાની વાત સામે આવી છે,ત્યારે આંતરરાજય રેકેટ આરોપીઓ ચલાવતા હતા અને પોલીસને બાતમી મળી તેના આધારે તેમને ઝડપી પાડયા છે.આરોપીઓની ધરપકડ કરી છે અને કોર્ટમાં આરોપીઓના રિમાંડ પણ માંગવામા આવશે તેવી વાત સામે આવી છે.ગુજરાતમાં અવાર-નવાર નકલી નોટો ઝડપાઈ રહી છે અને પોલીસ તે દિશામાં તપાસ પણ કરી રહી છે.
બે દિવસ પહેલા નડિયાદમાંથી ઝડપાઈ નકલી નોટ
નડિયાદ શહેરમાં આવેલા વ્હોરવાડ વિસ્તારમાં ધૂપેલીના ખાંચામાં નકલી નોટો છાપવાનું કારખાનું ચાલતું હતું. આ અંગેની જાણ SOG પોલીસને થતા દરોડા પાડવામાં આવ્યા હતા. જ્યાં મહમ્મદશરીફ ઉર્ફે શાહુ મહેબુબભાઇ મલેક અને અરબાઝ ઉર્ફે અબુ અયુબભાઇ અલાદની ધરપકડ કરી છે. આ બંને યુવકો 100, 200 અને 500 રૂપિયાની નકલી ચલણી નોટો છાપતા હતા.