Valsad: પથ્થરની ક્વોરીમાં કામ કરી રહેલા શ્રમિકનું 30 ફૂટ ઊંચાઈએથી પટકાતા મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વલસાડના પારડીમાં ક્વોરીમાં પડતા શ્રમિકનું મોત થયું છે. મોતીવાડ ગામે પથ્થરની ક્વોરીમાં કામ કરતી વખતે શ્રમિક 30 ફૂટ ઊંચાઈએથી નીચે પડતા તેનું સારવાર દરમિયાન મોત થયું છે. પોલીસે આ ઘટનામાં અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ત્યારે ક્વોરીમાં કામદારોની સેફટીને લઇ સવાલ ઉઠ્યા છે.
શ્રમિક 30 ફૂટ ઊંચાઈએથી નીચે પડતા મોત
પારડી તાલુકાના મોતીવાડ ગામે પથ્થરની ક્વોરીમાં પથ્થરમાં ડ્રિલિંગ કરતી વખતે શ્રમિક 30 ફૂટ ઊંચાઈ પરથી નીચે પટકાતા ગંભીર ઈજાઓ પહોંચી હતી. શ્રમિકને ઈજા થતા તેના તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. તેનું સારવાર દરમિયાન મોત થતા ક્વોરીમાં કામદારોની સેફટીને લઇ સવાલ ઉઠ્યા છે. આઠ દિવસ પહેલા જ મજૂરી કામ કરવા રાજસ્થાનથી આવેલા યુવાનનું ક્વોરીમાં પડી જવાથી મોત થયું છે.
પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી
રાજસ્થાનથી પથ્થરની ક્વોરીમાં કામ કરવા આવેલા યુવાનનું નીચે પડવાથી મોત થયું છે. શ્રમિક 30 ફૂટ ઊંચાઈએ કોઈ સેફ્ટીના સાધનો કામદાર પાસે ન હતા. પથ્થરમાં ડ્રિલિંગ કરતી વખતે શ્રમિક 30 ફૂટ ઊંચાઈ પરથી નીચે પટકાતા ગંભીર ઈજાઓ પહોંચી હતી. તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેનું સારવાર દરમિયાન મોત થયું છે. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
What's Your Reaction?






