Valsad: રોલ ગામની રેસ્ટોરન્ટના પાર્કિંગમાં બાઈકર્સને જોખમી સ્ટંટ કરવું ભારે પડ્યું

વલસાડ નેશનલ હાઇવે ઉપર આવેલા રોલા ગામ ખાતે આવેલી એક હોટલના પાર્કિંગમાં બાઈકર્સ દ્વારા બાઇક ઉપર સ્ટંટની ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. ઇવેન્ટના વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયા હતા. જેથી ઘટનાની જાણ થતાં પોલીસે પ્રાથમિક તપાસ હાથ ધરી હતી. સ્થળ નિરીક્ષણ કર્યા બાદ વલસાડ ડુંગરી પોલીસે ઇવેન્ટ આયોજક, બાઈક ઉપર સ્ટંટ કરનાર બાઈકર્સ સહિત 9 ઈસમો સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે. વલસાડ નજીકના રોલા હાઇવે સ્થિત ટેસ્ટી ટચ રેસ્ટોરન્ટના પાર્કિંગમાં અને ત્યારબાદ રેસ્ટોરન્ટ પાસે આવેલ હાઇવે પર કેટલાક બાઈકર્સે જોખની સ્ટંટ કર્યા હતા. જે સ્ટંટના વીડીયો યુ ટ્યુબની એક લિંક પર વાયરલ કરવામાં આવ્યો હતો. જે બાબતે ડુંગરી પોલીસે ઝીણવટભરી તપાસ કરી હતી. જે તપાસ દરમિયાન આ ઇવેન્ટનું ઈન્ડિયા બાઈક વિથ ચાય એન્ડ પકોડા રાઇડના સંચાલક વા ઇવેન્ટ મેનેજરે શિવમ પવારે કર્યું હોવાની માહિતી મળી હતી. ઈવેન્ટનું આયોજન કરનાર સંચાલકે કોઈ પણ સક્ષમ અધિકારીની પરવાનગી લીધી ન હતી. જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કરનાર ઇવેન્ટ મેનેજર સહિત બાઈક નં GJ-21-BR-5551, MH-02-AX-6014, GJ-19-AR-2599, GJ-21-BE-9013, GJ-05-PU-8043, GJ-05-EY-1487, GJ-03-M-9072 સહિત એક બાઈકના ચાલક મળી કુલ 9 આરોપીઓ સામે ડુંગરી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Valsad: રોલ ગામની રેસ્ટોરન્ટના પાર્કિંગમાં બાઈકર્સને જોખમી સ્ટંટ કરવું ભારે પડ્યું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વલસાડ નેશનલ હાઇવે ઉપર આવેલા રોલા ગામ ખાતે આવેલી એક હોટલના પાર્કિંગમાં બાઈકર્સ દ્વારા બાઇક ઉપર સ્ટંટની ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. ઇવેન્ટના વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયા હતા. જેથી ઘટનાની જાણ થતાં પોલીસે પ્રાથમિક તપાસ હાથ ધરી હતી. સ્થળ નિરીક્ષણ કર્યા બાદ વલસાડ ડુંગરી પોલીસે ઇવેન્ટ આયોજક, બાઈક ઉપર સ્ટંટ કરનાર બાઈકર્સ સહિત 9 ઈસમો સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે.

વલસાડ નજીકના રોલા હાઇવે સ્થિત ટેસ્ટી ટચ રેસ્ટોરન્ટના પાર્કિંગમાં અને ત્યારબાદ રેસ્ટોરન્ટ પાસે આવેલ હાઇવે પર કેટલાક બાઈકર્સે જોખની સ્ટંટ કર્યા હતા. જે સ્ટંટના વીડીયો યુ ટ્યુબની એક લિંક પર વાયરલ કરવામાં આવ્યો હતો. જે બાબતે ડુંગરી પોલીસે ઝીણવટભરી તપાસ કરી હતી. જે તપાસ દરમિયાન આ ઇવેન્ટનું ઈન્ડિયા બાઈક વિથ ચાય એન્ડ પકોડા રાઇડના સંચાલક વા ઇવેન્ટ મેનેજરે શિવમ પવારે કર્યું હોવાની માહિતી મળી હતી. ઈવેન્ટનું આયોજન કરનાર સંચાલકે કોઈ પણ સક્ષમ અધિકારીની પરવાનગી લીધી ન હતી. જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કરનાર ઇવેન્ટ મેનેજર સહિત બાઈક નં GJ-21-BR-5551, MH-02-AX-6014, GJ-19-AR-2599, GJ-21-BE-9013, GJ-05-PU-8043, GJ-05-EY-1487, GJ-03-M-9072 સહિત એક બાઈકના ચાલક મળી કુલ 9 આરોપીઓ સામે ડુંગરી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.