Valsad જિલ્લામાં ભારે વરસાદ થતા ઔરંગા નદી બે કાંઠે વહી રહી છે

વલસાડ જિલ્લામાં સતત વરસાદથી નદીઓ બે કાંઠે નીચાણવાળઆ વિસ્તારમાં લોકોને કરાયા એલર્ટ વલસાડ, પારડી, કશ્મીરનગરના સ્થાનિકોને એલર્ટ અપાયું વલસાડ જિલ્લામાં ઉપરવાસમાં સતત વરસાદના કારણે નદીઓ બે કાંઠે વહી રહી છે,ઔરંગા નદી બે કાંઠે વહેતા વહીવટી તંત્ર એલર્ટ મોરડ પર છે,સાથે સાથે વલસાડ શહેરના નીચવાળા વિસ્તારમાં ફાયર દ્રારા લોકોને એલર્ટ કરાઈ રહ્યાં છે.વલસાડ,પારડી,કશ્મીર નગર,તળિયાવાડ,ભાગડા ખુર્ડ ગામ સહિતના વિસ્તારોમાં સ્થાનિકોને એલર્ટ કરાયા છે. ફાયરની ટીમ નદીના વિસ્તારમાં પહોંચી વલસાડમાં ભારે વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે,વલસાડની ફાયર વિભાગની ટીમ દ્રારા માઈકથી બોલીને લોકોને સાવચેત રહેવા માટે સૂચના અપાઈ રહી છે,સાથે સાથે નીચાણવાળા વિસ્તારોમાં પોલીસનો પણ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે,તળિયાવાડ, ભાગડા, ખુર્ડ ગામને એલર્ટ કરાયા છે.ફાયર વિભાગ દ્રારા હુટર વગાડી લોકોને સાવચેત રહેવા સૂચનો કરાયા છે. નદીમાં પાણીનો પ્રવાહ વધ્યો દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને લઈ નદીઓમા નવા નીર આવ્યા છે સાથે સાથે નદીમાં પાણીનો પ્રવાહ વધ્યો છે,નદીની નજીક નીચાણવાળા વિસ્તારો કે જે નદીની જોડે વસેલા છે તે તમામ સ્થાનિકોને એલર્ટ કરાયા છે,કોઈ દુર્ઘટના ના બને તે માટે ફાયરની ટીમ તેમના સાધનો સાથે સજ્જ થઈ છે સાથે સાથે મામલતદારની ટીમ પણ નદી પાસે પહોંચી છે,હાલ તો કોઈ સ્થાનિકોનું રેસ્કયૂ કરવુ પડે તેવી સ્થિતિ નથી. ઔરંગા નદી ઉફાન પર ઔરંગા નદી સૌથી મોટી નદી છે અને આ નદી બે કાંઠે વહી રહી છે,અંબિકા નદીનું પાણી પણ ઔરંગા નદીને મળે છે માટે આ નદીમાં પાણીનો મોટી માત્રામાં જથ્થો હોય છે,હાલ વરસાદી માહોલ વચ્ચે આ નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યુ છે,નદીને જોવા માટે આસપાસના સ્થાનિકો ઉમટી પડયા છે,તો ફાયર વિભાગ પણ લોકોને સાવચેત રહેવા સૂચના આપી રહ્યું છે.

Valsad જિલ્લામાં ભારે વરસાદ થતા ઔરંગા નદી બે કાંઠે વહી રહી છે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • વલસાડ જિલ્લામાં સતત વરસાદથી નદીઓ બે કાંઠે
  • નીચાણવાળઆ વિસ્તારમાં લોકોને કરાયા એલર્ટ
  • વલસાડ, પારડી, કશ્મીરનગરના સ્થાનિકોને એલર્ટ અપાયું

વલસાડ જિલ્લામાં ઉપરવાસમાં સતત વરસાદના કારણે નદીઓ બે કાંઠે વહી રહી છે,ઔરંગા નદી બે કાંઠે વહેતા વહીવટી તંત્ર એલર્ટ મોરડ પર છે,સાથે સાથે વલસાડ શહેરના નીચવાળા વિસ્તારમાં ફાયર દ્રારા લોકોને એલર્ટ કરાઈ રહ્યાં છે.વલસાડ,પારડી,કશ્મીર નગર,તળિયાવાડ,ભાગડા ખુર્ડ ગામ સહિતના વિસ્તારોમાં સ્થાનિકોને એલર્ટ કરાયા છે.

ફાયરની ટીમ નદીના વિસ્તારમાં પહોંચી

વલસાડમાં ભારે વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે,વલસાડની ફાયર વિભાગની ટીમ દ્રારા માઈકથી બોલીને લોકોને સાવચેત રહેવા માટે સૂચના અપાઈ રહી છે,સાથે સાથે નીચાણવાળા વિસ્તારોમાં પોલીસનો પણ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે,તળિયાવાડ, ભાગડા, ખુર્ડ ગામને એલર્ટ કરાયા છે.ફાયર વિભાગ દ્રારા હુટર વગાડી લોકોને સાવચેત રહેવા સૂચનો કરાયા છે.

નદીમાં પાણીનો પ્રવાહ વધ્યો

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને લઈ નદીઓમા નવા નીર આવ્યા છે સાથે સાથે નદીમાં પાણીનો પ્રવાહ વધ્યો છે,નદીની નજીક નીચાણવાળા વિસ્તારો કે જે નદીની જોડે વસેલા છે તે તમામ સ્થાનિકોને એલર્ટ કરાયા છે,કોઈ દુર્ઘટના ના બને તે માટે ફાયરની ટીમ તેમના સાધનો સાથે સજ્જ થઈ છે સાથે સાથે મામલતદારની ટીમ પણ નદી પાસે પહોંચી છે,હાલ તો કોઈ સ્થાનિકોનું રેસ્કયૂ કરવુ પડે તેવી સ્થિતિ નથી.

ઔરંગા નદી ઉફાન પર

ઔરંગા નદી સૌથી મોટી નદી છે અને આ નદી બે કાંઠે વહી રહી છે,અંબિકા નદીનું પાણી પણ ઔરંગા નદીને મળે છે માટે આ નદીમાં પાણીનો મોટી માત્રામાં જથ્થો હોય છે,હાલ વરસાદી માહોલ વચ્ચે આ નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યુ છે,નદીને જોવા માટે આસપાસના સ્થાનિકો ઉમટી પડયા છે,તો ફાયર વિભાગ પણ લોકોને સાવચેત રહેવા સૂચના આપી રહ્યું છે.