Suratમા માથાભારે વ્યાજખોર ધર્મેન્દ્ર ઉર્ફે લાલીને પાસા હેઠળ જેલભેગો કરાયો

ધર્મેન્દ્ર ઉર્ફે લાલીને હંજારા ભુજ જેલ રવાના કરાયો લાલી ઉંચા દરે વ્યાજે આપતો હતો રૂપિયા ઉધનામાં પ્રભુનગરમાં ઓફિસ ધરાવે છે લાલી સુરતમા માથાભારે વ્યાજખોર ધર્મેન્દ્ર ઉર્ફે લાલીને પોલીસે પાસા હેઠળ ભુજ જેલમાં રવાનો કરાયો છે.વ્યાજખોરીના ઉપરા છાપરી ત્રણ ગુના નોંધાતા પોલીસે તેની સામે પાસાની કાર્યવાહી કરી છે,લાલી ત્રીસ ટકા વ્યાજ એડવાન્સ કાપી લેતો હતો અને ત્યારબાદ જરૂર મુજબના લોકોને રૂપિયા આપતો હતો.100 દિવસ માટે નાણાં ધિરવાની મોડસ ઓપરેન્ડી હતી. ઉધનાનો માથાભારે લાલી પાસા હેઠળ જેલભેગો ધર્મેન્દ્ર ઉર્ફે લાલી અમરસિંગ હંજારા ભુજ જેલ રવાના કરાયો છે.લાલી ઉંચા દરે વ્યાજે રૂપિયા આપતો હતો.ગરીબ લોકોનું શોષણ કરવામાં લાલી પંકાયેલો છે,ઉંધનામાં BRC સામે પ્રભુનગરમાં ઓફિસ ધરાવે છે લાલી.લાજપોર સેન્ટ્રલ જેલમાં સજા કાપી રહેલા લાલીની પાસા હેઠળ અટકાયત કરાઈ છે.સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે હુકમ કર્યો હતો.ઉધના પોલીસે લાજપોર જેલમાંથી લાલીનો કબજો મેળવ્યો છે. લાલીને છે જાહોજલાલી સુરત શહેરમાં વર્ષોથી વ્યાજખોરીનો ધંધો કરતો લાલી પોલીસના હાથે ઝડપાયો છે,સુરતમાં અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં વ્યાજખોરીને લઈ લાલી સામે ફરિયાદ પણ નોંધાઈ છે,લાલી પાસે અઢળક મિલકતો હોવાથી પોલીસે તેની ઓફિસ પર જઈ સર્ચ ઓપરેશન હાથધર્યું છે.કામરેજ હાઇવે ઉપર લાલીનું ફાર્મ હાઉસ આવેલુ છે જેની કિંમત આશરે 100 કરોડ રૂપિયા જેટલી છે.આરોપી લાલી આગોતરા જામીન સાથે હાજર થયો હતો.લાલી સામે ઉધના પોલીસે બીજો ગુનો નોંધ્યો છે. ઉધના વિસ્તારમાં મોટુ નામ ધરાવે છે લાલી સુરતના ઉધના વિસ્તરમાં લાલી વ્યાજખોરીનો ધંધો કરીને લોકો સાથે ઉંચુ વ્યાજ લે છે.લાલીની વાત કરવામાં આવે તો લાલી સાથે અન્ય માણસો પણ છે કે જે વ્યાજ લેવા જતા હતા.પોલીસની તપાસ દરમિયાન આરોપી પાસેથી 57 કોરા ચેક મળી આવ્યા છે એટલું જ નહીં 12 ટકાથી લઈ 15 ટકા સુધી વ્યાજ વસૂલતો હતો. ફરિયાદી પાસેથી બે લાખ રૂપિયાની જગ્યાએ આઠ લાખ રૂપિયાની માંગણી કરી રહ્યો હતો.ફરિયાદીએ આરોપી પાસેથી 2 લાખ વ્યાજે લીધા હતા જેના સામે વ્યાજ ખોરે 5.15 લાખ રૂપિયા અને કોરા ચેક લીધા હતા. બે લાખ રૂપિયાની સામે આઠ લાખ રૂપિયાની માંગણી એક ફરિયાદીએ જણાવ્યું છે કે વર્ષ 2019માં આરોપી લાલી પાસેથી બે લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. પહેલા દિવસે જ્યારે પૈસા આપ્યા ત્યારે 24 હજાર રૂપિયા કટ કરીને આપ્યા હતા. દર મહિને 24 હજાર રૂપિયાનો હપ્તો વસૂલતો હતો. બનનાર વ્યક્તિએ 1.68 લાખ રૂપિયા પરત પણ કર્યા છે. આરોપી લાલી વધુમાં વધુ માંગણી કરતો હતો. અનેક રેકોર્ડિંગ પણ મળી આવ્યા છે. અતિશય ગંદી ભાષામાં અશબ્દો વાપરી આ પૈસાની ઉઘરાણી કરેલી છે. આઠ લાખ રૂપિયાની માંગણી તે ફરિયાદી પાસેથી કરી રહ્યો હતો.

Suratમા માથાભારે વ્યાજખોર ધર્મેન્દ્ર ઉર્ફે લાલીને પાસા હેઠળ જેલભેગો કરાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ધર્મેન્દ્ર ઉર્ફે લાલીને હંજારા ભુજ જેલ રવાના કરાયો
  • લાલી ઉંચા દરે વ્યાજે આપતો હતો રૂપિયા
  • ઉધનામાં પ્રભુનગરમાં ઓફિસ ધરાવે છે લાલી

સુરતમા માથાભારે વ્યાજખોર ધર્મેન્દ્ર ઉર્ફે લાલીને પોલીસે પાસા હેઠળ ભુજ જેલમાં રવાનો કરાયો છે.વ્યાજખોરીના ઉપરા છાપરી ત્રણ ગુના નોંધાતા પોલીસે તેની સામે પાસાની કાર્યવાહી કરી છે,લાલી ત્રીસ ટકા વ્યાજ એડવાન્સ કાપી લેતો હતો અને ત્યારબાદ જરૂર મુજબના લોકોને રૂપિયા આપતો હતો.100 દિવસ માટે નાણાં ધિરવાની મોડસ ઓપરેન્ડી હતી.

ઉધનાનો માથાભારે લાલી પાસા હેઠળ જેલભેગો

ધર્મેન્દ્ર ઉર્ફે લાલી અમરસિંગ હંજારા ભુજ જેલ રવાના કરાયો છે.લાલી ઉંચા દરે વ્યાજે રૂપિયા આપતો હતો.ગરીબ લોકોનું શોષણ કરવામાં લાલી પંકાયેલો છે,ઉંધનામાં BRC સામે પ્રભુનગરમાં ઓફિસ ધરાવે છે લાલી.લાજપોર સેન્ટ્રલ જેલમાં સજા કાપી રહેલા લાલીની પાસા હેઠળ અટકાયત કરાઈ છે.સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે હુકમ કર્યો હતો.ઉધના પોલીસે લાજપોર જેલમાંથી લાલીનો કબજો મેળવ્યો છે.

લાલીને છે જાહોજલાલી

સુરત શહેરમાં વર્ષોથી વ્યાજખોરીનો ધંધો કરતો લાલી પોલીસના હાથે ઝડપાયો છે,સુરતમાં અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં વ્યાજખોરીને લઈ લાલી સામે ફરિયાદ પણ નોંધાઈ છે,લાલી પાસે અઢળક મિલકતો હોવાથી પોલીસે તેની ઓફિસ પર જઈ સર્ચ ઓપરેશન હાથધર્યું છે.કામરેજ હાઇવે ઉપર લાલીનું ફાર્મ હાઉસ આવેલુ છે જેની કિંમત આશરે 100 કરોડ રૂપિયા જેટલી છે.આરોપી લાલી આગોતરા જામીન સાથે હાજર થયો હતો.લાલી સામે ઉધના પોલીસે બીજો ગુનો નોંધ્યો છે.

ઉધના વિસ્તારમાં મોટુ નામ ધરાવે છે લાલી

સુરતના ઉધના વિસ્તરમાં લાલી વ્યાજખોરીનો ધંધો કરીને લોકો સાથે ઉંચુ વ્યાજ લે છે.લાલીની વાત કરવામાં આવે તો લાલી સાથે અન્ય માણસો પણ છે કે જે વ્યાજ લેવા જતા હતા.પોલીસની તપાસ દરમિયાન આરોપી પાસેથી 57 કોરા ચેક મળી આવ્યા છે એટલું જ નહીં 12 ટકાથી લઈ 15 ટકા સુધી વ્યાજ વસૂલતો હતો. ફરિયાદી પાસેથી બે લાખ રૂપિયાની જગ્યાએ આઠ લાખ રૂપિયાની માંગણી કરી રહ્યો હતો.ફરિયાદીએ આરોપી પાસેથી 2 લાખ વ્યાજે લીધા હતા જેના સામે વ્યાજ ખોરે 5.15 લાખ રૂપિયા અને કોરા ચેક લીધા હતા.

બે લાખ રૂપિયાની સામે આઠ લાખ રૂપિયાની માંગણી

એક ફરિયાદીએ જણાવ્યું છે કે વર્ષ 2019માં આરોપી લાલી પાસેથી બે લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. પહેલા દિવસે જ્યારે પૈસા આપ્યા ત્યારે 24 હજાર રૂપિયા કટ કરીને આપ્યા હતા. દર મહિને 24 હજાર રૂપિયાનો હપ્તો વસૂલતો હતો. બનનાર વ્યક્તિએ 1.68 લાખ રૂપિયા પરત પણ કર્યા છે. આરોપી લાલી વધુમાં વધુ માંગણી કરતો હતો. અનેક રેકોર્ડિંગ પણ મળી આવ્યા છે. અતિશય ગંદી ભાષામાં અશબ્દો વાપરી આ પૈસાની ઉઘરાણી કરેલી છે. આઠ લાખ રૂપિયાની માંગણી તે ફરિયાદી પાસેથી કરી રહ્યો હતો.