Gujarat: ચાંદીપુરાના કુલ 130 શંકાસ્પદ કેસ, જાણો ક્યા સૌથી વધુ દર્દીઓ આવ્યા

શંકાસ્પદ પૈકી 45 કેસો હાલ પોઝિટિવ ચાંદીપુરાના કારણે રાજ્યમાં 52 મોત થયા હોસ્પિટલમાં 38 દર્દીઓ હાલ સારવાર હેઠળ રાજ્યમાં ચાંદીપુરાના કુલ 130 શંકાસ્પદ કેસ સામે આવ્યા છે. સૌથી વધુ સાબરકાંઠામાં 12 શંકાસ્પદ કેસ આવ્યા છે. જેમાં શંકાસ્પદ પૈકી 45 કેસો હાલ પોઝિટિવ છે. ચાંદીપુરાના કારણે રાજ્યમાં 52 મોત થયા છે. તેમજ હોસ્પિટલમાં 38 દર્દીઓ હાલ સારવાર હેઠળ છે. તથા રાજ્યમાં અત્યાર સુધી 40 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત છે. જેમાં રાજકોટમાં ચાંદીપુરાના શંકાસ્પદ 6 દર્દી દાખલ છે .તેમજ 2 દર્દીઓના ચાંદીપુરા રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અન્ય 4 દર્દીઓમાં શંકાસ્પદ લક્ષણ જોવા મળ્યા છે. 18 વર્ષના યુવકમાં ચાંદીપુરા જેવા લક્ષણ મળ્યા છે. 20 દિવસ પહેલા દ્વારકા, તરણેતર ગયાનું ખૂલ્યું છે. દર્દીઓ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. રાજકોટમાં ચાંદીપુરાનો ખોફ યથાવત જોવા મળ્યો છે. રાજકોટમાં હાલ 6 દર્દીઓ શંકાસ્પદ દાખલ છે. તેમજ 2 દર્દીઓની રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે તથા 4 દર્દીઓમાં શંકાસ્પદ લક્ષણ જોવા મળ્યા છે. 5.45 લાખથી વઘુ ઘરમાં મેલેથિયોન પાવડરથી ડસ્ટિંગ 18 વર્ષના યુવાનમાં ચાંદીપુરા જેવા લક્ષણ મળી આવ્યા બાદ તે ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યો છે. યુવાન વાંકાનેરનો રહેવાસી છે. જે 20 દિવસ પહેલા દ્વારકા અને તરણેતર ગયો હોવાનું સામે આવ્યું છે. ચાંદીપુરાને લઈને હાલ દર્દીઓ સિવિલ હોસ્પિટલના ખાસ વોર્ડમાં સારવાર હેઠળ છે. આરોગ્યની ટીમ દ્વારા પોઝિટિવ અને શંકાસ્પદ મળેલા દર્દીના ઘર તેમજ તેની આસપાસના વિસ્તારના ઘરોમાં મળીને કુલ 42,637 ઘરમાં સર્વેલન્સની કામગીરી જ્યારે કુલ 5.45 લાખથી વઘુ ઘરમાં મેલેથિયોન પાવડરથી ડસ્ટિંગ કરાયું હોવાનો દાવો કરાયો છે. ચાંદીપુરાના સૌથી વઘુ કેસ નોંધાયા હોય તેમાં ગુજરાત મોખરાના રાજ્યોમાં સ્થાન ધરાવે છે. 11માંથી 3 પોઝિટિવ અને 8 નેગેટિવ આવ્યા છે અમદાવાદ શહેરમાં અત્યારસુધી ચાંદીપુરાના 3 કેસ નોંધાયા છે. જેમાં દક્ષિણ ઝોનના બે અને પશ્ચિમ ઝોન 1 કેસનો સમાવેશ થાય છે. સાબરમતી, લાંભા અને દાણીલીમડા વિસ્તારના દર્દીને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. અમદાવાદ મ્યુનિ.કોર્પો.ના આરોગ્ય વિભાગ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર તંત્ર પાસે કુલ 11 શંકાસ્પદ દર્દીઓ આવ્યા હતા અને તેમના સેમ્પલ લેબમાં મોકલાયા હતા. 11માંથી 3 પોઝિટિવ અને 8 નેગેટિવ આવ્યા છે.

Gujarat: ચાંદીપુરાના કુલ 130 શંકાસ્પદ કેસ, જાણો ક્યા સૌથી વધુ દર્દીઓ આવ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • શંકાસ્પદ પૈકી 45 કેસો હાલ પોઝિટિવ
  • ચાંદીપુરાના કારણે રાજ્યમાં 52 મોત થયા
  • હોસ્પિટલમાં 38 દર્દીઓ હાલ સારવાર હેઠળ

રાજ્યમાં ચાંદીપુરાના કુલ 130 શંકાસ્પદ કેસ સામે આવ્યા છે. સૌથી વધુ સાબરકાંઠામાં 12 શંકાસ્પદ કેસ આવ્યા છે. જેમાં શંકાસ્પદ પૈકી 45 કેસો હાલ પોઝિટિવ છે. ચાંદીપુરાના કારણે રાજ્યમાં 52 મોત થયા છે. તેમજ હોસ્પિટલમાં 38 દર્દીઓ હાલ સારવાર હેઠળ છે. તથા રાજ્યમાં અત્યાર સુધી 40 દર્દીઓ સાજા થયા છે.

રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત

રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત છે. જેમાં રાજકોટમાં ચાંદીપુરાના શંકાસ્પદ 6 દર્દી દાખલ છે .તેમજ 2 દર્દીઓના ચાંદીપુરા રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અન્ય 4 દર્દીઓમાં શંકાસ્પદ લક્ષણ જોવા મળ્યા છે. 18 વર્ષના યુવકમાં ચાંદીપુરા જેવા લક્ષણ મળ્યા છે. 20 દિવસ પહેલા દ્વારકા, તરણેતર ગયાનું ખૂલ્યું છે. દર્દીઓ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. રાજકોટમાં ચાંદીપુરાનો ખોફ યથાવત જોવા મળ્યો છે. રાજકોટમાં હાલ 6 દર્દીઓ શંકાસ્પદ દાખલ છે. તેમજ 2 દર્દીઓની રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે તથા 4 દર્દીઓમાં શંકાસ્પદ લક્ષણ જોવા મળ્યા છે.

5.45 લાખથી વઘુ ઘરમાં મેલેથિયોન પાવડરથી ડસ્ટિંગ

18 વર્ષના યુવાનમાં ચાંદીપુરા જેવા લક્ષણ મળી આવ્યા બાદ તે ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યો છે. યુવાન વાંકાનેરનો રહેવાસી છે. જે 20 દિવસ પહેલા દ્વારકા અને તરણેતર ગયો હોવાનું સામે આવ્યું છે. ચાંદીપુરાને લઈને હાલ દર્દીઓ સિવિલ હોસ્પિટલના ખાસ વોર્ડમાં સારવાર હેઠળ છે. આરોગ્યની ટીમ દ્વારા પોઝિટિવ અને શંકાસ્પદ મળેલા દર્દીના ઘર તેમજ તેની આસપાસના વિસ્તારના ઘરોમાં મળીને કુલ 42,637 ઘરમાં સર્વેલન્સની કામગીરી જ્યારે કુલ 5.45 લાખથી વઘુ ઘરમાં મેલેથિયોન પાવડરથી ડસ્ટિંગ કરાયું હોવાનો દાવો કરાયો છે. ચાંદીપુરાના સૌથી વઘુ કેસ નોંધાયા હોય તેમાં ગુજરાત મોખરાના રાજ્યોમાં સ્થાન ધરાવે છે.

11માંથી 3 પોઝિટિવ અને 8 નેગેટિવ આવ્યા છે

અમદાવાદ શહેરમાં અત્યારસુધી ચાંદીપુરાના 3 કેસ નોંધાયા છે. જેમાં દક્ષિણ ઝોનના બે અને પશ્ચિમ ઝોન 1 કેસનો સમાવેશ થાય છે. સાબરમતી, લાંભા અને દાણીલીમડા વિસ્તારના દર્દીને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. અમદાવાદ મ્યુનિ.કોર્પો.ના આરોગ્ય વિભાગ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર તંત્ર પાસે કુલ 11 શંકાસ્પદ દર્દીઓ આવ્યા હતા અને તેમના સેમ્પલ લેબમાં મોકલાયા હતા. 11માંથી 3 પોઝિટિવ અને 8 નેગેટિવ આવ્યા છે.