Bharuch: ટ્રાફિકજામની સમસ્યાથી વાહન ચાલકો ત્રાહિમામ

વિતેલા દિવસોમાં ભરૂચ નગરમાં વાહન અકસ્માતનાં બનાવો પણ વધ્યાશહેરના મહંમદપુરાથી સ્ટેશન સુધીના રસ્તા પર દિન-પ્રતિદિન વાહનોની કતારો જામે છે ભરૂચ શહેરના માર્ગો પર ટ્રાફિકની સમસ્યા જટિલ બની છે. ભરૂચ નગરમાં ટ્રાફીકજામની સમસ્યા સતત જટીલ બની રહી છે. અત્યાર સુધી માત્ર રાષ્ટ્રીય ધોરીમાર્ગ કે રાજય ધોરીમાર્ગ પર ટ્રાફીક જામની સમસ્યા જણાતી હતી, પરંતુ હવે તો ભરૂચ નગરના વિવિધ વિસ્તારોમાં ટ્રાફીક જામની જટીલ સમસ્યાઓ દરરોજ જણાય રહી છે. ભરૂચ નગરના લગભગ તમામ માર્ગો પર ટ્રાફીક જામની સમસ્યા સર્જાય રહી છે. તેમા પણ મહંમદપુરાથી સ્ટેશન સુધીના રસ્તા પર દિન-પ્રતિદિન ટ્રાફીકજામની સમસ્યા વધી રહી છે વાહનોની સંખ્યા વધતા અને સાથે વાહન વ્યવહારની સમસ્યા પણ વધતા આ પરિસ્થિતિ સર્જાઈ છે. તો બીજીબાજુ પાંચબત્તીથી શ્રાવણ ચોકડી વિસ્તારમાં પણ શાકભાજીના બજારો, શોપીંગ મોલ અને શાળાઓ આવેલ હોય સતત વાહન વ્યવહાર વધી રહ્યો છે. જેના પગલે ટ્રાફીક જામની સમસ્યા પણ વધુને વધુ જટિલ બની જાય છે. ટ્રાફીક જામની આ સમસ્યા અંગે તંત્ર દ્વારા તાત્કાલીક ઉપાયો કરવા અત્યંત જરૂરી થઈ ગયા છે. તદ ઉપરાંત ભરૂચ નગરમાં ટ્રાફીક જામની સમસ્યા વધુને વધુ જટિલ બનતા ભરૂચ નગરના આંતરિક માર્ગો પર પણ અકસ્માતના બનાવો સાથે જીવલેણ અકસ્માતના બનાવો પણ વધી રહ્યા છે. વાહન ચાલકો સાવધાની વર્તે તે જરૂરી ભરૂચ નગરમાં આંતરિક માર્ગો પર વધતા જતા અકસ્માતના બનાવો અંગે જિલ્લા પોલીસવડા મયુર ચાવડાએ જણાવ્યુ હતુ કે, વાહન ચાલકોએ સાવધાની રાખવી જોઈએ, રોંગ સાઈડે વાહન નહી હંકારવા જોઈએ. એટલુ જ નહી પરંતુ યુટર્ન લેવા અંગે પણ ખાસ કાળજી રાખવી જોઈએ. ઝીબ્રા માર્કિંગનો અભાવ : હિટ એન્ડ રનના બનાવો બન્યાં ભરૂચ નગરમાં વાહનોની સંખ્યા વધી રહી છે અને તેથી વાહન વ્યવહાર પણ વધી રહ્યો છે ત્યારે રાહદારીઓએ રસ્તો ક્રોસ કરવો હોય તો કયાંથી ક્રોસ કરવો તે એક મોટી સમસ્યા છે. ભરૂચ નગરના માર્ગો પર ઝીબ્રા માર્કિંગ ન હોવાના કારણે રાહદારીઓને પારાવાર સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે.

Bharuch: ટ્રાફિકજામની સમસ્યાથી વાહન ચાલકો ત્રાહિમામ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • વિતેલા દિવસોમાં ભરૂચ નગરમાં વાહન અકસ્માતનાં બનાવો પણ વધ્યા
  • શહેરના મહંમદપુરાથી સ્ટેશન સુધીના રસ્તા પર દિન-પ્રતિદિન વાહનોની કતારો જામે છે
  • ભરૂચ શહેરના માર્ગો પર ટ્રાફિકની સમસ્યા જટિલ બની છે.

ભરૂચ નગરમાં ટ્રાફીકજામની સમસ્યા સતત જટીલ બની રહી છે. અત્યાર સુધી માત્ર રાષ્ટ્રીય ધોરીમાર્ગ કે રાજય ધોરીમાર્ગ પર ટ્રાફીક જામની સમસ્યા જણાતી હતી, પરંતુ હવે તો ભરૂચ નગરના વિવિધ વિસ્તારોમાં ટ્રાફીક જામની જટીલ સમસ્યાઓ દરરોજ જણાય રહી છે.

ભરૂચ નગરના લગભગ તમામ માર્ગો પર ટ્રાફીક જામની સમસ્યા સર્જાય રહી છે. તેમા પણ મહંમદપુરાથી સ્ટેશન સુધીના રસ્તા પર દિન-પ્રતિદિન ટ્રાફીકજામની સમસ્યા વધી રહી છે વાહનોની સંખ્યા વધતા અને સાથે વાહન વ્યવહારની સમસ્યા પણ વધતા આ પરિસ્થિતિ સર્જાઈ છે. તો બીજીબાજુ પાંચબત્તીથી શ્રાવણ ચોકડી વિસ્તારમાં પણ શાકભાજીના બજારો, શોપીંગ મોલ અને શાળાઓ આવેલ હોય સતત વાહન વ્યવહાર વધી રહ્યો છે. જેના પગલે ટ્રાફીક જામની સમસ્યા પણ વધુને વધુ જટિલ બની જાય છે. ટ્રાફીક જામની આ સમસ્યા અંગે તંત્ર દ્વારા તાત્કાલીક ઉપાયો કરવા અત્યંત જરૂરી થઈ ગયા છે. તદ ઉપરાંત ભરૂચ નગરમાં ટ્રાફીક જામની સમસ્યા વધુને વધુ જટિલ બનતા ભરૂચ નગરના આંતરિક માર્ગો પર પણ અકસ્માતના બનાવો સાથે જીવલેણ અકસ્માતના બનાવો પણ વધી રહ્યા છે.

વાહન ચાલકો સાવધાની વર્તે તે જરૂરી

ભરૂચ નગરમાં આંતરિક માર્ગો પર વધતા જતા અકસ્માતના બનાવો અંગે જિલ્લા પોલીસવડા મયુર ચાવડાએ જણાવ્યુ હતુ કે, વાહન ચાલકોએ સાવધાની રાખવી જોઈએ, રોંગ સાઈડે વાહન નહી હંકારવા જોઈએ. એટલુ જ નહી પરંતુ યુટર્ન લેવા અંગે પણ ખાસ કાળજી રાખવી જોઈએ.

ઝીબ્રા માર્કિંગનો અભાવ : હિટ એન્ડ રનના બનાવો બન્યાં

ભરૂચ નગરમાં વાહનોની સંખ્યા વધી રહી છે અને તેથી વાહન વ્યવહાર પણ વધી રહ્યો છે ત્યારે રાહદારીઓએ રસ્તો ક્રોસ કરવો હોય તો કયાંથી ક્રોસ કરવો તે એક મોટી સમસ્યા છે. ભરૂચ નગરના માર્ગો પર ઝીબ્રા માર્કિંગ ન હોવાના કારણે રાહદારીઓને પારાવાર સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે.