Valsad જિલ્લાના ઉમરગામના તાલુકામાં પતિએ પત્નીનું માથુ દીવાલે અથડાવી કરી હત્યા

Nov 29, 2024 - 11:00
Valsad જિલ્લાના ઉમરગામના તાલુકામાં પતિએ પત્નીનું માથુ દીવાલે અથડાવી કરી હત્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાનું વલવાડા ગામમાં આવેલ ચાલી રહેતા પતિપત્ની વચ્ચે ઘરેલુ કંકાસે પરિવારને વિખૂટો કરી નાખ્યો પતિએ પત્નીનું માથું દીવાલમાં અથડાવી મોતને ઘાટ ઉતારી દીધી પત્નીને મારીને ઘરની બહાર ગેલેરીમાં છોડીને પતિ રૂમમાં જઈને સુઈ ગયો હતો,વલસાડ જિલ્લાના ભીલાડ પોલીસ મથકના વલવાડા ગામે એક ચાલીમાં રહેતા પતિએ પત્ની પર આડા સંબંધનો વહેમ રાખી રાત્રિના સમયે ઝઘડો કરી માથું દીવાલમાં અથડાવવા સાથે ઢોર માર મારતા તે નીચે પડી ગઈ હતી.

પત્નીને માર પણ માર્યો

પતિ પત્નીને બહાર ગેલેરીમાં જ છોડીને રૂમમાં જઈ સૂઈ ગયો હતો.પાછળથી પત્નીનું વલસાડ સિવિલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. હાલ પોલીસે આરોપી પતિની ધરપકડ કરી કાર્યવાહી હાથધરી છે. ઉમરગામ તાલુકાના વલવાડા ગ્રામ પંચાયત પાસે આવેલી ગોપીભાઈ ચૌહાણની ચાલીમાં રૂમ નં. 47માં ભાડેથી રહેતા રવિકુમાર હંસરાજ શર્મા મૃતક પત્ની અને હત્યારો પતિ અને તેની પત્ની પરમિલા દેવી સાથે રહેતો હતો અને ટેમ્પો ચલાવી ગુજરાન ચલાવતો. 26 નવેમ્બરના રોજ રાત્રી દરમિયાન પતિ અને પત્ની વચ્ચે આડા સંબંધનો વહેમને લઈ ઝઘડો થયો હતો.

અન્ય સંબધની શંકાના કારણે મોત

પતિએ પત્નીને ઢોર માર મારી બહાર લઈ જઈ માથું દીવાલમાં અથડાવતા તે લોહીલુહાણ હાલત માં પત્નીને ઘરની બહાર કાઢી મૂકી હતી જો કે આજુબાજુના લોકોએ 108 બોલાવી તેને પ્રથમ સારવાર ભીલાડ અને ત્યારબાદ પલ્સર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી જ્યાં સારવાર દરમિયાન તેણીનું મોત થયું હતું.પત્નીએ ફોન જોવા ન આપતા મામલો ગરમાયો પતિ રવિકુમારે રાત્રે પત્નીનો મોબાઈલ જોવા માંગ્યો હતો.પરંતુ પત્ની પરમીલાદેવીએ ફોન આપવાની ના પાડી ફોનને હાથ લગાડવા માટે ના કહી દીધું હતું.

ભાડેથી રહેવા આવ્યા હતા

જેનાથી પતિ ગુસ્સામાં આવી જઈ પત્ની સાથે ઝઘડો કરી માર મારતા માથામાં ગંભીર ઈજાથી અંતે પત્નીનું મોત થયું હતું. પત્ની અન્ય સાથે વાત કરતી હોવાની આશંકાને લઈ ફોન માંગ્યો હતો.આરોપી રવિકુમાર તેની પત્ની પરમિલા સાથે અગાઉ ભીલાડ નુર હોટલ પાસે એક ચાલીમાં રહેતો હતો. ત્યાં પણ અવારનવાર બંને વચ્ચે ઝઘડો થતા ચાલી માલિકે રૂમ ખાલી કરાવી દીધો હતો. ત્યાંથી 8 દિવસ અગાઉ જ બંને વલવાડામાં ભાડેથી રહેવા આવ્યા હતા.

હત્યાનો નોંધ્યો ગુનો

આરોપી પતિ ડ્રાઇવર તરીકે નોકરી કરે છે અને પત્ની ગામમાં રહેતી હતી છ મહિના પહેલા જ તે ગામથી તેને અહીં લાવ્યો હતો બંનેના બે બાળકો હોય છે જેવો પણ ગામમાં રહે છે અવારનવાર ઝઘડા અને દારૂના નશામાં આવીને પત્ની પર શંકા રાખી તેને માર મારતો હતો આ સમગ્ર ઘટના બાદ પોલીસે તેને સિવિલ હોસ્પિટલમાં જ રાઉન્ડ અપ કરી લીધો હતો બાદમાં તેની પૂછપરછ કરતા તેણે ગુનો કબુલ કરતા પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપી પતિને ધરપકડ કરી છે.

 

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0