Vadodaraમાં સરકારી અનાજની દુકાનો પર દરોડા, 73 લીટર ટર્પેન્ટાઇનનો જથ્થો જપ્ત

વડોદરામાં સરકારી વ્યાજબી ભાવની દુકાનમાં જિલ્લા પુરવઠા વિભાગે દરોડા પાડ્યા હતા. અકોટા સ્થિત અંબિકા સ્ટોર નામની સરકારી વ્યાજબી ભાવની દુકાનમાં પુરવઠા વિભાગે દરોડા પાડતા કાર્યવાહી હાથ ધરી છે.વિગતવાર વાત કરીએ તો સરકાર રેશનિંગ પદ્ધતિ દ્વારા ગરીબોમાં અનાજ વિતરણની યોજના ચલાવી રહી છે. પરંતુ વડોદરા શહેરમાં રેશનિંગ દુકાનના કેટલાક સંચાલકો ગરીબોના હિસ્સાના અનાજમાં ગોલમાલ કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. શહેરમાં ગરીબો માટેનું સરકારી અનાજ બરોબર કરવાના કાળા કરતૂતનો કાળો કારોબાર ચાલી રહ્યો છે. વેપારી વિરૂદ્ધ સોશિયલ મીડિયાના માધ્યમથી ફરિયાદ કરવામાં આવી હતી, જે બાદ અકોટા સ્થિત સરકારી અનાજની દુકાનો પર પુરવઠા વિભાગે દરોડા પાડ્યા હતા. દરોડામાં જાણવા મળ્યું કે, સરકારી સસ્તા અનાજની દુકાનમાં વેપારી ભરત પ્રજાપતિ ટરપેનટાઈનનો વેપાર કરતો હતો. વડોદરા શહેરની પાંચ જેટલી સસ્તા અનાજની દુકાનોમાં એનાલિસિસ કરવામાં આવ્યું હતું. જેમાં આ દુકાનોમાં એક વ્યક્તિના નામના 2-2 રેશનકાર્ડ કાઢવામાં આવ્યા હોવાનું સામે આવ્યું હતું. સાથે જ આ 2-2 રાશનકાર્ડ અને બોગસ આધારકાર્ડથી અનાજ બારોબાર સગેવગે કરાતું હોવાનો પર્દાફાશ થયો હતો. સમગ્ર મામલે ફરિયાદ મળતા પુરવઠા વિભાગે કાર્યવાહી હાથ ધરી છે.  પુરવઠા વિભાગે અંદાજિત 72 થી 73 લીટર ટરપેનટાઈનનો જથ્થો જપ્ત કર્યો છે. પુરવઠા વિભાગે સમગ્ર મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Vadodaraમાં સરકારી અનાજની દુકાનો પર દરોડા, 73 લીટર ટર્પેન્ટાઇનનો જથ્થો જપ્ત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વડોદરામાં સરકારી વ્યાજબી ભાવની દુકાનમાં જિલ્લા પુરવઠા વિભાગે દરોડા પાડ્યા હતા. અકોટા સ્થિત અંબિકા સ્ટોર નામની સરકારી વ્યાજબી ભાવની દુકાનમાં પુરવઠા વિભાગે દરોડા પાડતા કાર્યવાહી હાથ ધરી છે.

વિગતવાર વાત કરીએ તો સરકાર રેશનિંગ પદ્ધતિ દ્વારા ગરીબોમાં અનાજ વિતરણની યોજના ચલાવી રહી છે. પરંતુ વડોદરા શહેરમાં રેશનિંગ દુકાનના કેટલાક સંચાલકો ગરીબોના હિસ્સાના અનાજમાં ગોલમાલ કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. શહેરમાં ગરીબો માટેનું સરકારી અનાજ બરોબર કરવાના કાળા કરતૂતનો કાળો કારોબાર ચાલી રહ્યો છે. વેપારી વિરૂદ્ધ સોશિયલ મીડિયાના માધ્યમથી ફરિયાદ કરવામાં આવી હતી, જે બાદ અકોટા સ્થિત સરકારી અનાજની દુકાનો પર પુરવઠા વિભાગે દરોડા પાડ્યા હતા. દરોડામાં જાણવા મળ્યું કે, સરકારી સસ્તા અનાજની દુકાનમાં વેપારી ભરત પ્રજાપતિ ટરપેનટાઈનનો વેપાર કરતો હતો.

વડોદરા શહેરની પાંચ જેટલી સસ્તા અનાજની દુકાનોમાં એનાલિસિસ કરવામાં આવ્યું હતું. જેમાં આ દુકાનોમાં એક વ્યક્તિના નામના 2-2 રેશનકાર્ડ કાઢવામાં આવ્યા હોવાનું સામે આવ્યું હતું. સાથે જ આ 2-2 રાશનકાર્ડ અને બોગસ આધારકાર્ડથી અનાજ બારોબાર સગેવગે કરાતું હોવાનો પર્દાફાશ થયો હતો. સમગ્ર મામલે ફરિયાદ મળતા પુરવઠા વિભાગે કાર્યવાહી હાથ ધરી છે.  પુરવઠા વિભાગે અંદાજિત 72 થી 73 લીટર ટરપેનટાઈનનો જથ્થો જપ્ત કર્યો છે. પુરવઠા વિભાગે સમગ્ર મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે.