Vadodaraમાં બિલ્ડરના લગ્નમાં જામી દારૂની મહેફિલ ! મહેમાનોને પાણીની બોટલમાં પીરસાયો દારૂ
વડોદરાને સંસ્કારી નગરી તરીકે ઓળખવામાં આવે છે પરંતુ સંસ્કારી નગરીમાં કયારે સંસ્કારના ધજાગરા ઉડી જતા હોય તેવી ઘટનાઓ બનતી હોય છે,ગુજરાતમાં દારૂબંધી છે અને દારૂ ખુલ્લેઆમ આવે છે અને વેચાય છે તે પણ સત્ય હકીકત છે,વડોદરામાં બિલ્ડરના પુત્રના લગ્ન હતા તે દરમિયાન મહેમાનોને રેડી ટુ ડ્રિંક બોટલમાં દારૂ પીરસાયો હોવાની વાત વહેતી થઈ છે. સંસ્કારીનગરી વડોદરામાં લગ્નમાં દારૂની રેલમછેલ વડોદરામાં બિલ્ડરના પુત્રના લગ્નમાં દારૂની મહેફિલ જામ્યાની ચર્ચાએ જોર પકડયું છે અને તેને લઈ વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે,માંજલપુરમાં લગ્ન પસંગ પૂર્વે પાર્ટી પ્લોટનો એક ભાગ જાણે બાર બની ગયો હોય તેવું લાગી રહ્યું છે,દારૂબંધીના ધજાગરા ઉડાવતો વીડિયો વાયરલ થયો છે જેમાં નાની બોટલમાં દારૂ ઠલવાતો હોવાનો વીડિયો વાયરલ છે અને વેઈટર આ બોટલમાં દારૂ ભરી રહ્યાં છે અને પીરસાયો હતો,પંચશીલ સ્કૂલની પાસે શિવ પાર્ટી પ્લોટનો વીડિયો છે. પોલીસ પણ તપાસને લઈ લાગી ધંધે વાઈરલ વિડીયોમાં વ્હિસ્કીનો જથ્થો તૈયાર કરાયો હોવાનું જોઈ શકાય છે. જેમાં ચાર જેટલા ઈસમો મહેમાનો માટે બોટલો તૈયાર કરતા હોવાનું જોઈ શકાય છે. અલબત આ મામલે બિલ્ડર કોણ છે તે જાણી શકાયું નથી. પોલાીસ દ્વારા આ મામલે તાત્કાલિક તપાસ હાથ ધરાઇ છે.શોખીનોમાં ઢીંગલી તરીકે જાણીતી આ રેડી ટુ ડ્રીંક બોટલોનો વીડિયો વાઇરલ થયો છે. જેમાં 30 મિલી સ્કોચ વ્હિસ્કી અને બાકીનું પાણી નાંખી તૈયાર કરાઈ હતી પરંતુ એની ઉપર સફેદ સ્ટીકર મારી એની ઉપર ગોલ્ડન કલરમાં ‘R’ લખાયેલું વીડિયોમાં સ્પષ્ટ પણે જોઈ શકાય છે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વડોદરાને સંસ્કારી નગરી તરીકે ઓળખવામાં આવે છે પરંતુ સંસ્કારી નગરીમાં કયારે સંસ્કારના ધજાગરા ઉડી જતા હોય તેવી ઘટનાઓ બનતી હોય છે,ગુજરાતમાં દારૂબંધી છે અને દારૂ ખુલ્લેઆમ આવે છે અને વેચાય છે તે પણ સત્ય હકીકત છે,વડોદરામાં બિલ્ડરના પુત્રના લગ્ન હતા તે દરમિયાન મહેમાનોને રેડી ટુ ડ્રિંક બોટલમાં દારૂ પીરસાયો હોવાની વાત વહેતી થઈ છે.
સંસ્કારીનગરી વડોદરામાં લગ્નમાં દારૂની રેલમછેલ
વડોદરામાં બિલ્ડરના પુત્રના લગ્નમાં દારૂની મહેફિલ જામ્યાની ચર્ચાએ જોર પકડયું છે અને તેને લઈ વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે,માંજલપુરમાં લગ્ન પસંગ પૂર્વે પાર્ટી પ્લોટનો એક ભાગ જાણે બાર બની ગયો હોય તેવું લાગી રહ્યું છે,દારૂબંધીના ધજાગરા ઉડાવતો વીડિયો વાયરલ થયો છે જેમાં નાની બોટલમાં દારૂ ઠલવાતો હોવાનો વીડિયો વાયરલ છે અને વેઈટર આ બોટલમાં દારૂ ભરી રહ્યાં છે અને પીરસાયો હતો,પંચશીલ સ્કૂલની પાસે શિવ પાર્ટી પ્લોટનો વીડિયો છે.
પોલીસ પણ તપાસને લઈ લાગી ધંધે
વાઈરલ વિડીયોમાં વ્હિસ્કીનો જથ્થો તૈયાર કરાયો હોવાનું જોઈ શકાય છે. જેમાં ચાર જેટલા ઈસમો મહેમાનો માટે બોટલો તૈયાર કરતા હોવાનું જોઈ શકાય છે. અલબત આ મામલે બિલ્ડર કોણ છે તે જાણી શકાયું નથી. પોલાીસ દ્વારા આ મામલે તાત્કાલિક તપાસ હાથ ધરાઇ છે.શોખીનોમાં ઢીંગલી તરીકે જાણીતી આ રેડી ટુ ડ્રીંક બોટલોનો વીડિયો વાઇરલ થયો છે. જેમાં 30 મિલી સ્કોચ વ્હિસ્કી અને બાકીનું પાણી નાંખી તૈયાર કરાઈ હતી પરંતુ એની ઉપર સફેદ સ્ટીકર મારી એની ઉપર ગોલ્ડન કલરમાં ‘R’ લખાયેલું વીડિયોમાં સ્પષ્ટ પણે જોઈ શકાય છે