Vadodaraમાં 331 કરોડના કામોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ, જુઓ Video

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વડોદરામાં કોર્પોરેશન ઇલેકશન પહેલા આજે 331 કરોડના ખર્ચે 61 જેટલા કામોનું કરશે ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાયું. આ પ્રસંગે મેયર,વિધાનસભા દંડક અને MLA હાજર રહ્યા. 33 કરોડના ખર્ચે લાલ કોર્ટનું આધુનિકરણ કરાશે. તેમજ ફાયર બ્રિગેડ અને આર્ટ ગેલેરીનું લોકાર્પણ કરાશે. આ પ્રસંગે વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુકલએ નિવેદન આપ્યું કગે ‘વડોદરા શહેર ભરી રહ્યું છે વિકાસની હરણફાળ’.
હાર્ટ ગેલેરી શહેરની આગવી ઓળખ
શહેરમાં આવેલ હાર્ટ ગેલેરી વડોદરા શહેરની આગવી ઓળખ છે. બાલકૃષ્ણએ કહ્યું કે અમે કોર્પોરેશનના 6200 કરોડના બજેટને પણ આવકારીએ છીએ. વડોદરા કોર્પોરેશન ઇલેક્શન પહેલા નાગરિકોને શહેરનો વિકાસથી માહિતગાર કરશે. કોર્પોરેશન દ્વારા આજે 331 કરોડના ખર્ચે 61 જેટલા કામોનું કરશે ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાયું. ખાતમુહૂર્ત અને લોકાર્પણના કાર્યક્રમમાં મેયર પિન્કીબેન સોની અને વિધાનસભાના મુખ્ય દંડક તેમજ રાવપુરાના ધારાસભ્ય બાલકૃષ્ણ શુક્લએ હાજરી આપી.
ઔદ્યોગિક કેન્દ્ર વડોદરા
વડોદરા એ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્ય ભાગમાં આવેલું અને વિશ્વામિત્રી નદીને કિનારે વસેલું નગર છે. વડોદરા ગુજરાતનું મહત્વનું ઔદ્યોગિક કેન્દ્ર માનવામાં આવે છે.વડોદરામાં પેટ્રોકેમિકલ્સ, રાસાયણિક, ટેક્સટાઇલ્સ તથા ઇજનેરી ઉદ્યોગોનો સમાવેશ થાય છે.ગુજરાતના વડોદરા શહેરને સંસ્કારી નગરી કહેવામાં આવે છે. આ શહેરનો વધુ વિકાસ કરવા રાજ્ય સરકાર દ્વારા પ્રયાસ હાથ ધરાયા છે. વિકાસની હરણફાળમાં વડોદરા અગ્રેસર બને માટે કરોડો રૂપિયાનું ફંડ ફાળવવામાં આવ્યું.
What's Your Reaction?






