Vadodaraના સાવલીમાં ખનીજ વિભાગની મોટી કાર્યવાહી, ઓચિંતી રેડ પાડીને કરોડો રૂપિયાના સાધનો અને ટ્રકો કર્યા જપ્ત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વડોદરાના સાવલી તાલુકાના અમરાપુરા ગામની સીમમાં ગેરકાયદેસર ખનીજ ખનનની પ્રવૃત્તિઓ પર લગામ કસવા માટે જિલ્લા ખાણ ખનીજ વિભાગે મોટી કાર્યવાહી હાથ ધરી છે. ખાણ ખનીજ વિભાગે સાવલી પોલીસને સાથે રાખીને ઓચિંતી રેડ પાડીને કરોડો રૂપિયાની કિંમતના સાધનો અને ટ્રકો જપ્ત કર્યા છે. જેના કારણે ખનીજ માફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. વડોદરાના સાવલીમાં છેલ્લા કેટલાક સમયથી બેફામ રીતે ગેરકાયદેસર ખનીજ ખનન થતું હોવાની ફરિયાદો મળતી હતી.
અમરાપુરા ગામની સીમમાં ગેરકાયદે ખનન
આ ફરિયાદોને આધારે જિલ્લા ખાણ ખનીજ વિભાગની ટીમે સઘન તપાસ હાથ ધરી હતી અને અમરાપુરા ગામની સીમમાં આ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હોવાનું માલુમ પડ્યું હતું. ગુરુવારે મોડી રાત્રે ખાણ ખનીજ વિભાગની ટીમે સાવલી પોલીસની મદદથી અમરાપુરા ગામમાં દરોડો પાડ્યો હતો. આ રેડ દરમિયાન ગેરકાયદેસર રીતે રેતી ખનન કરી રહેલા માફિયાઓ નાસી છૂટ્યા હતા. પરંતુ ઘટના સ્થળેથી 9 હાઈવા ટ્રક, 4 હિટાચી મશીન સહિતની કરોડો રૂપિયાની કિંમતની મશીનરી જપ્ત કરવામાં આવી હતી.
ખનન મશીનરી સહિતનો મુદ્દામાલ કર્યો જપ્ત
આ જપ્તીથી ખનીજ માફિયાઓને મોટું નુકસાન થયું છે અને તેઓમાં દોડધામ મચી ગઈ છે. ખાણ ખનીજ વિભાગે જપ્ત કરેલા તમામ મુદ્દામાલને કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. વિભાગ દ્વારા આ ગેરકાયદે ખનનમાં સંડોવાયેલા લોકોની ઓળખ કરવા અને તેમની સામે કડક પગલાં ભરવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ કાર્યવાહીથી સમગ્ર વિસ્તારના ખનીજ માફિયાઓને સખત સંદેશ મળ્યો છે કે આવી ગેરકાયદે પ્રવૃત્તિઓ ચલાવનારને બક્ષવામાં આવશે નહીં.
What's Your Reaction?






