Vadodaraના વાઘોડિયા રોડ પર વિધાર્થીઓ ભરેલી બસે મારી પલટી મારતા મચી દોડધામ
વાઘોડિયા વડોદરા રોડ પર વિદ્યાર્થીઓ ભરેલી બસે અચાનક પલટી મારતા દોડધામ મચી હતી,વિદ્યાર્થીઓને લઈ જતી ખાનગી યુનિવર્સિટીની બસે પલટી મારતા આસપાસના લોકો મદદે દોડી આવ્યા હતા,કંઈ રીતે અચાનક પલટી વાગી તેને લઈ કોઈ કારણ સામે આવ્યું નથી,આ સમગ્ર ઘટનામાં કોઈના મોતના સમાચાર નથી,તો ડ્રાઈવરે સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવતા આ ઘટના બની હોય તેવું પ્રાથમિક અનુમાન છે. રોડની બાજુમાં વરસાદી કાસમાં બસ પલટી ખાઈને પડી વહેલી સવારે વિધાર્થીઓ ભરેલી બસ જઈ રહી હતી તે દરમિયાન બસના ડ્રાઈવરે સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવતા બસ કાંસમાં ખાબકી હતી,તો યુનિવર્સિટીની બસ પલટતા વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થયા હતા અને ઈજાગ્રસ્ત વિધાર્થીઓને તાત્કાલિક સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડવામા આવ્યા હતા.ઘટનાની બસે પલટી મારતા વિધાર્થીઓ અંદર ફસાયા હતા અને અમુક વિધાર્થીઓ બસની બારી કૂદીને બહાર આવ્યા હતા અને પોતાનો જીવ બચાવ્યો હતો.ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડયા બસ રોડ પર ચાલી રહી હતી અને સાઈડમાં કાસ હતો તો રસ્તો સાંકડો હોવાથી અને સ્ટેયરિંગ પર કાબુ ડ્રાઈવર રાખી ના શકયો તેને લઈ બસ કાસમાં ઉતરી જતા દોડધામ મચી ગઈ હતી,ઈજાગ્રસ્ત વિધાર્થીઓને સારવાર હેઠળ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે,તો ઘટનાની જાણ થતાની સાથે પોલીસની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી છે,પોલીસે ડ્રાઈવર અને વિધાર્થીઓના નિવેદન લીધા છે,તો જેસીબી મશીનની મદદથી બસને બહાર કાઢવામાં આવી રહી છે. કોલેજનો સ્ટાફ હોસ્પિટલ દોડી આવ્યો ઘટનાની જાણ થતાની સાથે જ કોલેજનો સ્ટાફ પણ હોસ્પિટલ દોડી આવ્યો હતો,જે વિધાર્થીઓની તબિયત સારી છે અને વધુ ઈજા નથી પહોંચી તેવા તમામ વિધાર્થીઓને તાત્કાલિક રજા આપવામાં આવી છે.પોલીસે પણ હોસ્પિટલમાં જઈ સત્તાવાર નિવેદન લીધા છે,આ મામલે હજી કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વાઘોડિયા વડોદરા રોડ પર વિદ્યાર્થીઓ ભરેલી બસે અચાનક પલટી મારતા દોડધામ મચી હતી,વિદ્યાર્થીઓને લઈ જતી ખાનગી યુનિવર્સિટીની બસે પલટી મારતા આસપાસના લોકો મદદે દોડી આવ્યા હતા,કંઈ રીતે અચાનક પલટી વાગી તેને લઈ કોઈ કારણ સામે આવ્યું નથી,આ સમગ્ર ઘટનામાં કોઈના મોતના સમાચાર નથી,તો ડ્રાઈવરે સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવતા આ ઘટના બની હોય તેવું પ્રાથમિક અનુમાન છે.
રોડની બાજુમાં વરસાદી કાસમાં બસ પલટી ખાઈને પડી
વહેલી સવારે વિધાર્થીઓ ભરેલી બસ જઈ રહી હતી તે દરમિયાન બસના ડ્રાઈવરે સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવતા બસ કાંસમાં ખાબકી હતી,તો યુનિવર્સિટીની બસ પલટતા વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થયા હતા અને ઈજાગ્રસ્ત વિધાર્થીઓને તાત્કાલિક સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડવામા આવ્યા હતા.ઘટનાની બસે પલટી મારતા વિધાર્થીઓ અંદર ફસાયા હતા અને અમુક વિધાર્થીઓ બસની બારી કૂદીને બહાર આવ્યા હતા અને પોતાનો જીવ બચાવ્યો હતો.
ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડયા
બસ રોડ પર ચાલી રહી હતી અને સાઈડમાં કાસ હતો તો રસ્તો સાંકડો હોવાથી અને સ્ટેયરિંગ પર કાબુ ડ્રાઈવર રાખી ના શકયો તેને લઈ બસ કાસમાં ઉતરી જતા દોડધામ મચી ગઈ હતી,ઈજાગ્રસ્ત વિધાર્થીઓને સારવાર હેઠળ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે,તો ઘટનાની જાણ થતાની સાથે પોલીસની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી છે,પોલીસે ડ્રાઈવર અને વિધાર્થીઓના નિવેદન લીધા છે,તો જેસીબી મશીનની મદદથી બસને બહાર કાઢવામાં આવી રહી છે.
કોલેજનો સ્ટાફ હોસ્પિટલ દોડી આવ્યો
ઘટનાની જાણ થતાની સાથે જ કોલેજનો સ્ટાફ પણ હોસ્પિટલ દોડી આવ્યો હતો,જે વિધાર્થીઓની તબિયત સારી છે અને વધુ ઈજા નથી પહોંચી તેવા તમામ વિધાર્થીઓને તાત્કાલિક રજા આપવામાં આવી છે.પોલીસે પણ હોસ્પિટલમાં જઈ સત્તાવાર નિવેદન લીધા છે,આ મામલે હજી કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી.