Vadodaraના પૂર્વ વિસ્તારમાં પાણીની લાઈનમાં ભંગાણથી જળબંબાકાર, સ્થાનિકો ત્રાહિમામ
વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં ખોડીયાર નગર ચાર રસ્તા પાસે રોડની વચ્ચોવચ પીવાના પાણીની લાઈનમાં ભંગાણ સર્જાયું હતું. જેના કારણે આજુબાજુના વિસ્તારમાં જળબંબાકારના દ્રશ્ય જોવા મળ્યા હતા. પાણીની લાઈનમાં ભંગાણના કારણે પીવાનું હજારો લિટર ચોખ્ખું પાણી ગટરમાં નકામું વહી ગયું હતું. વડોદરા મહાનગરપાલિકા દ્વારા લાઈન લીકેજના રીપેરીંગમાં કામગીરી બરાબર નહીં કરવામાં આવતા તેમજ રોડ પર વાહનોના સતત આવજાના કારણે અને તેના પ્રેશરથી લાઈન ક્રેક થઈને લીકેજ સર્જાય છે. શહેરના પૂર્વ વિસ્તારમાં હજુ પણ પાણીનું પ્રેશર નહીં મળતું હોવાની ફરિયાદો છે, બીજી બાજુ લાઈન ભંગાણના કારણે પીવાનું પાણી મળતું નથી. લીકેજના બનાવો વારંવાર ન થાય તે માટે રીપેરીંગની કામગીરી કોર્પોરેશન બરાબર કરે તેવી માગણી સામાજિક કાર્યકરે કોર્પોરેશન સમક્ષ રજૂઆત કરી છે. વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં આજુબાજુના વિસ્તારમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઇ છે. પાણીની લાઈનમાં ભંગાણના કારણે પીવાનું હજારો લિટર ચોખ્ખું પાણી ગટરમાં નકામું વહી ગયું હતું. પાણીના આવા વેડફાટ સામે સ્થાનિકોમાં ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. સ્થાનિકો દ્વારા રજૂઆતો કરવામાં આવી રહી છે કે, હજારો લીટર પાણી માટે લોકો વલખા મારી રહ્યા છે છતા પાણી મળતું નથી, જોકે આટલો પાણીનો બગાડ થઇ રહ્યો છે પણ તંત્રની આંખ આડે કાન હોય તેમ વરતી રહી છે.
![Vadodaraના પૂર્વ વિસ્તારમાં પાણીની લાઈનમાં ભંગાણથી જળબંબાકાર, સ્થાનિકો ત્રાહિમામ](https://epapercdn.sandesh.com/images/2025/02/11/D72XscCeZMEitwF67hj1Yomvv8l8aWx3hite2gY3.jpg?#)
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં ખોડીયાર નગર ચાર રસ્તા પાસે રોડની વચ્ચોવચ પીવાના પાણીની લાઈનમાં ભંગાણ સર્જાયું હતું. જેના કારણે આજુબાજુના વિસ્તારમાં જળબંબાકારના દ્રશ્ય જોવા મળ્યા હતા. પાણીની લાઈનમાં ભંગાણના કારણે પીવાનું હજારો લિટર ચોખ્ખું પાણી ગટરમાં નકામું વહી ગયું હતું.
વડોદરા મહાનગરપાલિકા દ્વારા લાઈન લીકેજના રીપેરીંગમાં કામગીરી બરાબર નહીં કરવામાં આવતા તેમજ રોડ પર વાહનોના સતત આવજાના કારણે અને તેના પ્રેશરથી લાઈન ક્રેક થઈને લીકેજ સર્જાય છે. શહેરના પૂર્વ વિસ્તારમાં હજુ પણ પાણીનું પ્રેશર નહીં મળતું હોવાની ફરિયાદો છે, બીજી બાજુ લાઈન ભંગાણના કારણે પીવાનું પાણી મળતું નથી. લીકેજના બનાવો વારંવાર ન થાય તે માટે રીપેરીંગની કામગીરી કોર્પોરેશન બરાબર કરે તેવી માગણી સામાજિક કાર્યકરે કોર્પોરેશન સમક્ષ રજૂઆત કરી છે.
વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં આજુબાજુના વિસ્તારમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઇ છે. પાણીની લાઈનમાં ભંગાણના કારણે પીવાનું હજારો લિટર ચોખ્ખું પાણી ગટરમાં નકામું વહી ગયું હતું. પાણીના આવા વેડફાટ સામે સ્થાનિકોમાં ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. સ્થાનિકો દ્વારા રજૂઆતો કરવામાં આવી રહી છે કે, હજારો લીટર પાણી માટે લોકો વલખા મારી રહ્યા છે છતા પાણી મળતું નથી, જોકે આટલો પાણીનો બગાડ થઇ રહ્યો છે પણ તંત્રની આંખ આડે કાન હોય તેમ વરતી રહી છે.