Vadodaraના કારેલીબાગના દીપિકા ગાર્ડન નજીક મુખ્ય માર્ગ પર પડયો ભૂવો

May 31, 2025 - 08:30
Vadodaraના કારેલીબાગના દીપિકા ગાર્ડન નજીક મુખ્ય માર્ગ પર પડયો ભૂવો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વડોદરામાં ચોમાસા પહેલા ભૂવા પડવાનો સિલસિલો યથાવત રહ્યો છે, કારેલીબાગ દીપિકા ગાર્ડન નજીક મુખ્ય માર્ગ પર ભૂવો પડતા સ્થાનિકો અને વાહન ચાલકો હેરાન થયા છે, પાણીથી ધોવાણ થતા ભૂવો પડ્યાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે, કોર્પોરેશન દ્વારા રોડ પર બેરિકેટ મૂકવામાં આવ્યું છે અને ભૂવો પુરવાની કામગીરી શરૂ કરવામાં આવશે.

અગાઉ માંજલપુર અને મુજમહુડામાં પડ્યો હતો ભૂવો

વડોદરામાં બીપીસી રોડ બાદ કારેલીબાગ વિસ્તારમાં પડ્યો ભૂવો તો અગાઉ માંજલપુર અને મુજમહુડામાં પડ્યો હતો ભૂવો, વડોદરા શહેરમાં વગર વરસાદે ભૂવો પડવાનો સિલસિલો યથાવત છે ત્યારે સ્થાનિકો પણ વારંવાર ભૂવા પડવાની સમસ્યાથી કંટાળી ગયા છે, સ્થાનિકોનું કહેવું છે કે રોડ પણ એવા ખરાબ છે જેના કારણે ભૂવો પડી જાય છે.

વગર વરસાદે ભૂવો પડતા કામગીરી સામે સવાલ

કોર્પોરેશન વિસ્તાર અને એમાં પણ વિકાસશીલ વડોદરા તેની વરવી વાસ્તવિકતા સામે આવી છે, લોકો ટેકસ પણ ભરે છે પણ સુવિધાના નામે મીડું હોય તેવું લાગી રહ્યું છે, કોર્પોરેશન વિસ્તરમાં આવતા કારેલીબોડા સર્કલ નજીક ભુવો પડયો હતો અને આ ભુવાના કારણે લોકોને ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવાનો વારો આવ્યો હતો, તો મહત્વનું છે કે કોર્પોરેશનને આ વાતની જાણ છે તેમ છત્તા ભુવો પૂરવાની કામગીરી મોડી શરૂ કરવામાં આવી હતી, સ્થાનિકોએ કોર્પોરેશન સામે રોષ ઠાલવ્યો હતો.

વડોદરા કોર્પોરેશન શરમ કરો

શહેરમાં રોડ-રસ્તાને લઈ કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે પરંતુ આ રોડ રસ્તાને લઈ કામગીરી ના થતી હોય તેવું લાગી રહ્યું છે, સ્માર્ટ સિટી બની ગયુ પણ અધિકારીઓ સ્માર્ટ ના થયા અને શહેરમાં ભૂવા પડવાનું ચાલુ રહ્યું, વડોદરા મ્યુ.કોર્પોરેશન જરા આંખ ખોલીને જુઓ શહેરની શું હાલત છે, લોકો પાસેથી ટેકસના નામે રૂપિયા ખંખેરો છો પણ તેની સામે સગવડ આપવાનું રાખો, આ વડોદારા ભૂવા નગરી નથી સંસ્કારી નગરી છે માટે ભુવા પડશે તે તો નહી જ ચલાવી લેવાય.

 

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0