Vadodaraના કરજણમાં E-KYC કરાવવા વાલીઓ નોકરી ધંધો છોડી ખાઈ રહ્યાં છે ધક્કા
વડોદરાના કરજણમાં e-KYC માટે લોકોને હાલાકી પડી રહી છે,સર્વર ડાઉન થતા લોકોની સવારથી લાંબી લાઈનો જોવા મળી રહી છે,સસ્તા અનાજના વેપારીઓએ આ કેમ્પ યોજયો હતો જેમાં રેશનકાર્ડ ગ્રાહકો માટે યોજાયેલા કેમ્પમાં સર્વર ડાઉન ગયુ હાવાથી લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે,સર્વર ડાઉન થતા લોકોની સવારથી લાઈનો જોવા મળી છે. ચાલો, જાણીએ રાશનકાર્ડમાં ઘરે બેઠાં કઈ રીતે e–KYC કરી શકાય? 01-સૌપ્રથમ ગુગલ પ્લે સ્ટોરમાંથી “My Ration” એપ ડાઉનલોડ કરો. 02-જેના નામનું રાશનકાર્ડ છે તેમનો મોબાઈલ નંબર દાખલ કરો ત્યારબાદ ઓટીપી આવશે તે દાખલ કરો તેનાથી વેરીફાઈ કરો. ત્યારબાદ પ્રોફાઇલમાં જઈને પાસવર્ડ સેટ કરો તેમજ રાશનકાર્ડ સાથે લીંક કરો. હવે હોમ પેજ પર જાવ અને જ્યાં ઘણા ઓપ્શન દેખાશે તેમાંથી આધાર e – KYC ઓપ્શન પસંદ કરો. 03-નવું પેજ ઓપન થશે, જેમાં જુદીજુદી સુચનાઓ આપેલી હશે. તે કાળજીપૂર્વક વાંચવી. ત્યારબાદ આધાર ફેસ રીડરની લીંક આપેલ હશે. સૌપ્રથમ આધાર ફેસ રીડર એપ્લિકેશન ગુગલ પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી લો. હવે નીચે ચેકબોક્સ પર ક્લિક કરો. ત્યારબાદ નવું પેજ ઓપન થશે. તેની નીચે કોડ હશે તે બાજુના ખાનામાં દાખલ કરો. ત્યારબાદ તમે જે રાશન કાર્ડ લિંક કર્યું છે તેનો નંબર તથા કાર્ડના સભ્યોની વિગત દેખાશે. 04-હવે એક નાનો વિન્ડો ઓપન થયો હશે, જેમાં કાર્ડના સભ્યોની વિગત અને દરેક નામ સામે e-kyc થયું છે કે નહીં તે દેખાશે. જે નામ સામે NO દેખાય છે તે નામને e-kyc માટે પસંદ કરો. હવે જે વિન્ડો ઓપન થયો, તેમાં ચેકબોક્સ પર ક્લિક કરો અને ઓટીપી જનરેટ કરો અને વેરીફાઈ કરો. 05-આધાર ફેસ રીડર એપ ચાલુ થશે. જે વ્યક્તિનું વેરીફાઇ કરવાનું છે તેની સેલ્ફી લેવી જે એક ગ્રીન કલર માં રાઉન્ડ થવું જરૂરી છે. (આંખને પલકાવવી જરૂરી છે.) ગ્રીન રાઉન્ડ થઈ ગયા બાદ જે વ્યક્તિનું e-kyc કર્યું છે તે વ્યક્તિની ડીટેલ આવશે. ત્યારબાદ ચેકબોક્સ પર ક્લિક કરીને સબમીટ કરી દો. હવે સક્સેસફુલ મેસેજ આવશે. 06-આમ તમારું રાશનકાર્ડ e-kyc સક્સેસફૂલી થઈ જશે. આધારકાર્ડ સીડ કરાવી શકાય અત્રે નોંધનીય છે કે, e-KYC કરવા માટે રેશનકાર્ડમાં નોંધાયેલા જે સભ્યના આધાર નંબર રેશનકાર્ડમાં સીડ થયેલા હશે, એવા જ સભ્યો એપ દ્વારા e-KYC કરી શકશે. રેશનકાર્ડમાં જે સભ્યના આધાર નંબર સીડ થયેલા ન હોય તેઓ પોતાના રહેણાંકના વિસ્તાર મુજબ સંબંધિત ઝોનલ કચેરી કે તાલુકા, મામલતદાર કચેરીનો રૂબરૂ સંપર્ક સાધી રેશનકાર્ડ તથા આધારકાર્ડ સીડ કરાવી શકાય છે. ઈ-કેવાયસી ફરજિયાત છે બાળકોએ શિષ્યવૃતિ લેવી હોય તો રેશનકાર્ડમાં એન્ટ્રી ફરજીયાત બનાવાઈ છે.30 સપ્ટેમ્બર સુધીમાં આ કામગીરી પૂર્ણ કરવાની સૂચના આપવામાં આવી છે.જો કે શાળા કક્ષાએ શિક્ષકો મારફતે પીડીએસ એપ્લિકેશન રાહે આ કામગીરી થાય છે, મામલતદાર પુરવઠા શાખામાં પણ ઇ-કેવાયસી થાય છે અને ગામડામાં વીસીઇ પણ આ કામગીરી કરે છે. જોકે, મહેસાણા મામલતદાર કચેરીમાં એક જ બારી હોવાથી કલાકો સુધી લોકોને ઇ-કેવાયસી માટે રાહ જોવી પડી રહી છે. સર્વરમાં તકલીફ છતાં પણ સર્વર ચાલશે કે કેમ તેમનો નંબર આવશે કે કેમ તેવા જ સવાલો ઊભા થતા હોય છે. કેટલાક વાલીઓ છેલ્લા એક સપ્તાહથી તો કેટલાક વાલીઓ સતત બે દિવસથી કેવાયસી માટે સવારથી લાઈનોમાં ઊભા રહે છે પરંતુ કોઈને કોઈ કારણસર તેમને ધક્કા ખાવાનો જ વખત આવતા સરકારી તંત્ર પર રોષ ઠાલવ્યો છે. વાલીઓની એક જ માંગ છે કોઈપણ યોજના બહાર પાડો તો સૌપ્રથમ તેની યોગ્ય સિસ્ટમ ગોઠવવી જોઈએ જેથી કરીને વાલીઓ કે બાળકોને સુવિધા નો અહેસાસ ના થાય અને સરળતાથી કામ થાય તેવી માંગ કરી છે. શિષ્યવૃતિ માટે આધાર કાર્ડ અને રેશનકાર્ડમાં E-KYC ફરજિયાત છે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા સરકારી શાળામાં વિવિધ ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે જુદી-જુદી સહાય યોજનાઓ બહાર પાડે છે અને વિદ્યાર્થીઓએ તે યોજનાનો લાભ લેવા માટે આધાર કાર્ડ અને રેશનકાર્ડ વર્તમાન સ્થિતિએ અપડેટ હોવું જરૂરી છે. હાલમાં કેન્દ્ર સરકારની શિષ્યવૃત્તિની સહાય માટે કાર્યવાહી શરૂ છે. જેમાં એસસી અને એસટી કેટેગરીના વિદ્યાર્થીઓને લાભ મળી શકે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વડોદરાના કરજણમાં e-KYC માટે લોકોને હાલાકી પડી રહી છે,સર્વર ડાઉન થતા લોકોની સવારથી લાંબી લાઈનો જોવા મળી રહી છે,સસ્તા અનાજના વેપારીઓએ આ કેમ્પ યોજયો હતો જેમાં રેશનકાર્ડ ગ્રાહકો માટે યોજાયેલા કેમ્પમાં સર્વર ડાઉન ગયુ હાવાથી લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે,સર્વર ડાઉન થતા લોકોની સવારથી લાઈનો જોવા મળી છે.
ચાલો, જાણીએ રાશનકાર્ડમાં ઘરે બેઠાં કઈ રીતે e–KYC કરી શકાય?
01-સૌપ્રથમ ગુગલ પ્લે સ્ટોરમાંથી “My Ration” એપ ડાઉનલોડ કરો.
02-જેના નામનું રાશનકાર્ડ છે તેમનો મોબાઈલ નંબર દાખલ કરો ત્યારબાદ ઓટીપી આવશે તે દાખલ કરો તેનાથી વેરીફાઈ કરો. ત્યારબાદ પ્રોફાઇલમાં જઈને પાસવર્ડ સેટ કરો તેમજ રાશનકાર્ડ સાથે લીંક કરો. હવે હોમ પેજ પર જાવ અને જ્યાં ઘણા ઓપ્શન દેખાશે તેમાંથી આધાર e – KYC ઓપ્શન પસંદ કરો.
03-નવું પેજ ઓપન થશે, જેમાં જુદીજુદી સુચનાઓ આપેલી હશે. તે કાળજીપૂર્વક વાંચવી. ત્યારબાદ આધાર ફેસ રીડરની લીંક આપેલ હશે. સૌપ્રથમ આધાર ફેસ રીડર એપ્લિકેશન ગુગલ પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી લો. હવે નીચે ચેકબોક્સ પર ક્લિક કરો. ત્યારબાદ નવું પેજ ઓપન થશે. તેની નીચે કોડ હશે તે બાજુના ખાનામાં દાખલ કરો. ત્યારબાદ તમે જે રાશન કાર્ડ લિંક કર્યું છે તેનો નંબર તથા કાર્ડના સભ્યોની વિગત દેખાશે.
04-હવે એક નાનો વિન્ડો ઓપન થયો હશે, જેમાં કાર્ડના સભ્યોની વિગત અને દરેક નામ સામે e-kyc થયું છે કે નહીં તે દેખાશે. જે નામ સામે NO દેખાય છે તે નામને e-kyc માટે પસંદ કરો. હવે જે વિન્ડો ઓપન થયો, તેમાં ચેકબોક્સ પર ક્લિક કરો અને ઓટીપી જનરેટ કરો અને વેરીફાઈ કરો.
05-આધાર ફેસ રીડર એપ ચાલુ થશે. જે વ્યક્તિનું વેરીફાઇ કરવાનું છે તેની સેલ્ફી લેવી જે એક ગ્રીન કલર માં રાઉન્ડ થવું જરૂરી છે. (આંખને પલકાવવી જરૂરી છે.) ગ્રીન રાઉન્ડ થઈ ગયા બાદ જે વ્યક્તિનું e-kyc કર્યું છે તે વ્યક્તિની ડીટેલ આવશે. ત્યારબાદ ચેકબોક્સ પર ક્લિક કરીને સબમીટ કરી દો. હવે સક્સેસફુલ મેસેજ આવશે.
06-આમ તમારું રાશનકાર્ડ e-kyc સક્સેસફૂલી થઈ જશે.
આધારકાર્ડ સીડ કરાવી શકાય
અત્રે નોંધનીય છે કે, e-KYC કરવા માટે રેશનકાર્ડમાં નોંધાયેલા જે સભ્યના આધાર નંબર રેશનકાર્ડમાં સીડ થયેલા હશે, એવા જ સભ્યો એપ દ્વારા e-KYC કરી શકશે. રેશનકાર્ડમાં જે સભ્યના આધાર નંબર સીડ થયેલા ન હોય તેઓ પોતાના રહેણાંકના વિસ્તાર મુજબ સંબંધિત ઝોનલ કચેરી કે તાલુકા, મામલતદાર કચેરીનો રૂબરૂ સંપર્ક સાધી રેશનકાર્ડ તથા આધારકાર્ડ સીડ કરાવી શકાય છે.
ઈ-કેવાયસી ફરજિયાત છે
બાળકોએ શિષ્યવૃતિ લેવી હોય તો રેશનકાર્ડમાં એન્ટ્રી ફરજીયાત બનાવાઈ છે.30 સપ્ટેમ્બર સુધીમાં આ કામગીરી પૂર્ણ કરવાની સૂચના આપવામાં આવી છે.જો કે શાળા કક્ષાએ શિક્ષકો મારફતે પીડીએસ એપ્લિકેશન રાહે આ કામગીરી થાય છે, મામલતદાર પુરવઠા શાખામાં પણ ઇ-કેવાયસી થાય છે અને ગામડામાં વીસીઇ પણ આ કામગીરી કરે છે. જોકે, મહેસાણા મામલતદાર કચેરીમાં એક જ બારી હોવાથી કલાકો સુધી લોકોને ઇ-કેવાયસી માટે રાહ જોવી પડી રહી છે.
સર્વરમાં તકલીફ
છતાં પણ સર્વર ચાલશે કે કેમ તેમનો નંબર આવશે કે કેમ તેવા જ સવાલો ઊભા થતા હોય છે. કેટલાક વાલીઓ છેલ્લા એક સપ્તાહથી તો કેટલાક વાલીઓ સતત બે દિવસથી કેવાયસી માટે સવારથી લાઈનોમાં ઊભા રહે છે પરંતુ કોઈને કોઈ કારણસર તેમને ધક્કા ખાવાનો જ વખત આવતા સરકારી તંત્ર પર રોષ ઠાલવ્યો છે. વાલીઓની એક જ માંગ છે કોઈપણ યોજના બહાર પાડો તો સૌપ્રથમ તેની યોગ્ય સિસ્ટમ ગોઠવવી જોઈએ જેથી કરીને વાલીઓ કે બાળકોને સુવિધા નો અહેસાસ ના થાય અને સરળતાથી કામ થાય તેવી માંગ કરી છે.
શિષ્યવૃતિ માટે આધાર કાર્ડ અને રેશનકાર્ડમાં E-KYC ફરજિયાત છે
કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા સરકારી શાળામાં વિવિધ ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે જુદી-જુદી સહાય યોજનાઓ બહાર પાડે છે અને વિદ્યાર્થીઓએ તે યોજનાનો લાભ લેવા માટે આધાર કાર્ડ અને રેશનકાર્ડ વર્તમાન સ્થિતિએ અપડેટ હોવું જરૂરી છે. હાલમાં કેન્દ્ર સરકારની શિષ્યવૃત્તિની સહાય માટે કાર્યવાહી શરૂ છે. જેમાં એસસી અને એસટી કેટેગરીના વિદ્યાર્થીઓને લાભ મળી શકે.