Vadodara : સાવલીના રાયકા પાસેથી મહારાષ્ટ્ર લઇ જવાતા 17 પશુને બચાવાયા
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સાવલીના રાયકા નજીક દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર ગૌવંશની હેરાફેરીની બાતમીને આધારે પ્રાણીક્રૂરતા નિવારણ ટીમના અનિલ ભાટિયા અને તેમની ટીમે વોચ ગોઠવી હતી.
ત્યારે ગૌરક્ષક ટીમે અશોક લેલેન્ડ ટ્રક નં. જી જે 13 એ ડબલ્યુ 9354 આવતા તેને રોકી હતી. તેમાંથી 10 ગાયો અને 7 વાછરડાં મળી કુલ 17 પશુને બચાવ્યા હતાં. ગુજરાત પ્રાણીક્રૂરતા નિવારણની ટીમે 17 પશુ મળી કુલ રૂા.13.34 લાખના મુદ્દામાલ સાથે ત્રણ ઈસમને ભાદરવા પોલીસને હવાલે કર્યા હતા. જે અંગે ભાદરવા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે.
મળતી માહિતી મુજબ, ગાડીમાં પશુઓને પાણીની સુવિધા વિના ખીંચોખીંચ ભરી ગુજરાતમાંથીમહારાષ્ટ્ર લઈ જવાઇ રહ્યાં હતા. પશુઓની હેરાફેરી દરમિયાન જરૂરી પાસ-પરમિટ અને પશુચિકિત્સકનાં પ્રમાણપત્રો ન હોવાનું સામે આવ્યું હતું. ગૌવંશને કતલખાને લઈ જવાના ઇરાદે હેરાફેરી થતી હોવાની આશંકા વ્યક્ત કરાઇ હતી.
જે અંગે ટ્રક અને ગૌવંશ સહિત કુલ રૂા.13.34 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. રાજકોટના રવિ મનસુખ ટોયટા માલધારી સોસાયટી 3-ગ્રીનલેન્ડ ચોકડી રાજકોટ, કિરણ મનજી રાઠવા (રહે ઓલીઆંબા તા. જી છોટાઉદેપુર), હકિમ મહોરમ આલેસર (રહે ઓમ પાર્ક સોસાયટી 7-હનુમાન મંદિર અમદાવાદ રાજકોટ હાઈવે રાજકોટ) સામે પ્રાણીક્રૂરતા અધિનિયમ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

