Vadodara: સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સનું ઓપરેશન, 210 કરોડના સાયબર કૌભાંડમાં બે ગેંગના 7 આરોપીઓ ઝડપાયા

Apr 18, 2026 - 14:30
Vadodara: સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સનું ઓપરેશન, 210 કરોડના સાયબર કૌભાંડમાં બે ગેંગના 7 આરોપીઓ ઝડપાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વડોદરા શહેરમાં સાયબર ગુનાખોરી આચરતી ગેંગ પર પોલીસે મોટી કાર્યવાહી કરી છે. સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ દ્વારા હાથ ધરવામાં આવેલા સ્પેશિયલ ઓપરેશનમાં બે અલગ-અલગ ગેંગની સંડોવણી સામે આવી છે, જેઓ 'મ્યુઅલ એકાઉન્ટ' (ભાડે લીધેલા ખાતા) દ્વારા છેતરપિંડીના નાણાં સગેવગે કરવાનું નેટવર્ક ચલાવતા હતા.

સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સનું ઓપરેશન

પોલીસની તપાસમાં બહાર આવ્યું છે કે આ ગેંગે અત્યાર સુધીમાં આશરે ₹210 કરોડ જેટલી માતબર રકમની છેતરપિંડી આચરી છે. એટલું જ નહીં, દેશભરમાં નોંધાયેલા વિવિધ 273 ગુનાઓમાં આ ગેંગ દ્વારા સાયબર ક્રાઈમની રકમ હેરફેર કરવામાં આવી હોવાનો પર્દાફાશ થયો છે. ધરપકડ કરાયેલા આરોપીઓ સામાન્ય લોકોના બેંક એકાઉન્ટ મેળવી તેમાં ફ્રોડના નાણાં ટ્રાન્સફર કરતા હતા અને ત્યારબાદ તે રકમ સગેવગે કરી દેતા હતા.

જપ્ત કરાયેલી સામગ્રી

પોલીસે ઝડપેલા 7 આરોપીઓ પાસેથી જેમાં 39 ડેબિટ કાર્ડ,9 પાસબુક,12 ચેકબુક,મોબાઇલ ફોન અને અન્ય ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ  ગુનામાં વપરાતા મહત્વના દસ્તાવેજો અને સાધનો જપ્ત કર્યા છે.પોલીસ કાર્યવાહી

પોલીસે અત્યાર સુધીમાં કુલ 7 આરોપીઓની ધરપકડ કરી લીધી છે. જોકે, આ સમગ્ર નેટવર્કનો મુખ્ય સૂત્રધાર હજુ ફરાર છે, જેને પકડવા માટે પોલીસે અલગ-અલગ ટીમો બનાવી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આ કૌભાંડમાં હજુ પણ અનેક મોટા માથાઓની સંડોવણી હોવાની શક્યતા સેવાઈ રહી છે. સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ હવે આ ગેંગના અન્ય રાજ્યો અને વિદેશી કનેક્શનની પણ તપાસ કરી રહી છે.

આ પણ વાંચો: Ahmedabad: ચાંદખેડા બાળકીઓના મોતનો કેસ; FSL રિપોર્ટમાં કોઈ શંકાસ્પદ પદાર્થ ન મળ્યો, પોલીસ માટે મોતનું કારણ જાણવું મોટો પડકાર

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0