Kapadvanj : હવસખોર યુવક ફરી પોક્સો હેઠળ ઝડપાયો, 17 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ આચરનાર યુવકને કોર્ટે જેલભેગો કર્યો
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ખેડા જિલ્લાના કપડવંજમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. કપડવંજ ટાઉન પોલીસ મથક હેઠળના વિસ્તારમાં એક જ યુવક દ્વારા બીજી વખત પોક્સો (POCSO) એક્ટ હેઠળ ગુનો આચરવામાં આવતા પંથકમાં ચકચાર મચી ગઈ છે. 17 વર્ષની સગીર વયની કિશોરીને લાલચ આપી ભગાડી જઈ દુષ્કર્મ આચરવાના ગુનામાં પોલીસે 26 વર્ષીય ચાહતકુમાર દિનેશભાઈ પરમારની ધરપકડ કરી છે.
આદતથી મજબૂર આરોપીનો ગુનાહિત ઇતિહાસ
પોલીસ તપાસમાં જે સૌથી વધુ ચોંકાવનારી વિગત બહાર આવી છે તે મુજબ, આરોપી ચાહત પરમાર 'રિપીટ ઓફેન્ડર' છે. વર્ષ 2024માં પણ આ જ યુવક સામે કપડવંજ રૂરલ પોલીસ મથકમાં સગીરા સાથે છેડછાડ કે દુષ્કર્મ બાબતે પોક્સો હેઠળ ગુનો નોંધાયો હતો. અગાઉના ગુનામાં જેલની હવા ખાઈને બહાર આવ્યા બાદ પણ આરોપીમાં કોઈ સુધારો આવ્યો ન હતો અને તેણે ફરી એકવાર કપડવંજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારની 17 વર્ષની સગીરાને નિશાન બનાવી હતી.
કોર્ટે આરોપીને જેલ હવાલે કર્યો
કપડવંજ ટાઉન પોલીસે આરોપી ચાહત પરમારને દબોચી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. તપાસ બાદ પોલીસ દ્વારા આરોપીને કપડવંજ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. ગુનાની ગંભીરતા અને આરોપીની હિસ્ટ્રી જોતા, કોર્ટે નરાધમ ચાહત પરમારને જિલ્લા જેલમાં મોકલી આપવાનો આદેશ કર્યો છે. એક જ પ્રકારના ગંભીર ગુનામાં બીજીવાર પકડાતા હવે તેની સામે કડક કાર્યવાહીની માંગ ઉઠી છે.
આ પણ વાંચો---- Local Body Elections 2026 : ચૂંટણી જંગમાં AI ની એન્ટ્રી, ભાજપ-કોંગ્રેસના સોશિયલ મીડિયા વોર-રૂમ હવે થયા હાઈટેક, જાણો ડિજિટલ માયાજાળ
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

