Bharuch: માધવ વિદ્યાપીઠ ખાતે ગૌરી વ્રત નિમિતે કાર્યક્રમ યોજાયો

Jul 29, 2026 - 05:30
Bharuch: માધવ વિદ્યાપીઠ ખાતે ગૌરી વ્રત નિમિતે કાર્યક્રમ યોજાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અંકલેશ્વરના માધવ વિદ્યાપીઠ ખાતે ગૌરી વ્રત નિમિતે સેવાભાવી કાર્યક્રમ યોજાયો હતો.

અંકલેશ્વરઃ નેત્રંગ તાલુકાના કાકડકુઇ ગામ સ્થિત માધવ વિદ્યાપીઠ ખાતે સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ-GIDC એકમ અંકલેશ્વર દ્વારા ગૌરી વ્રત નિમિતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગૌરી વ્રત કરનાર શાળાની 125 બાળાઓને ફરાળ તેમજ 300થી વધુ બાળકોને નાસ્તાનું વિતરણ કરાયું હતું. વિદ્યાર્થી બાળકોને વિવિધ રમતો રમાડવામાં આવી હતી. જેમાં વિજેતા થયેલા બાળકોને ઈનામ આપી પ્રોત્સાહીત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ-GIDCએકમ અંકલેશ્વરના પ્રમુખ ચંદુ જોશી, મહામંત્રી ભાસ્કર આચાર્ય, યુવા પાંખના પ્રમુખ દર્શન જાની, મહિલા પાંખના પ્રમુખ રૂપલ જોશી, અશોક ઓઝા, કે.આર.જોશી સહિતના બ્રહ્મ બંધુઓ અને બ્રહ્મ ભગિનીઓ, માધવ વિદ્યાપીઠના ટ્રસ્ટી વિજય સુરતીયા, નિલેષ અઘેરા, નાથુ દોરીક સહિતના મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0