Vadodara: વિશ્વામિત્રી નદીના કાંઠા વિસ્તારમાં રહેતા 4 હજારથી વધુ લોકોનું સ્થળાંતર

ફાયર બ્રિગેડ અને NDRFની ટીમોએ બચાવ કામગીરી કરી છે રેસક્યુ કરાયેલ લોકોને 20 જેટલી સરકારી સ્કૂલોમાં સ્થળાંતર કર્યું NDRFની ટીમે તમામ પરિવારને સલામત સ્થળે ખસેડ્યા વડોદરામાં કાંઠા વિસ્તારોમાં વિશ્વામિત્રી નદીના પાણી ફરી વળતા તંત્ર દોડતું થયુ છે. જેમાં ફાયર બ્રિગેડ અને NDRFની ટીમોએ બચાવ કામગીરી કરી છે. તેમાં વડસર, સમા, અકોટા ગામ, જલારામ નગર ઝૂંપડપટ્ટી સહિતના વિસ્તારોમાંથી રેસક્યુ કરવામાં આવ્યા છે. જેમાં કાંઠા વિસ્તારમાં રહેતા 4 હજારથી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. રેસક્યુ કરાયેલ લોકોને 20 જેટલી સરકારી સ્કૂલોમાં સ્થળાંતર કર્યું રેસક્યુ કરાયેલ લોકોને 20 જેટલી સરકારી સ્કૂલોમાં સ્થળાંતર કર્યું છે. સલામત સ્થળે ખસેડ્યા બાદ તંત્ર દ્વારા ફૂડ પેકેટ અને પાણીની વ્યવસ્થા કરાઇ છે. વિશ્વામિત્રી નદીના જળસ્તર વધતા વડસર ગામ અને કોટેશ્વર ગામના માર્ગ પર પાણી ફરી વળ્યા છે. કોટેશ્વર ગામ પાસે આવેલ કાસા રેસીડેન્સીમાં વિશ્વામિત્રી નદીના નીર ફરી વળ્યા છે. કાસા રેસીડેન્સીમાં અંદાજે 200થી વધુ ફ્લેટ આવેલા છે. વિશ્વામિત્રીના પાણી ફરી વળતા NDRFની ટીમો કાસા રેસીડેન્સી પર પહોંચી છે. NDRFની ટીમોએ રહીશોની મંજુરી સાથે રેસ્ક્યુ શરૂ કર્યું હતુ.NDRFની ટીમે તમામ પરિવારને સલામત સ્થળે ખસેડ્યા 30 પરિવારોએ સંમતિ આપતા NDRFની ટીમે તમામ પરિવારને સલામત સ્થળે ખસેડ્યા છે. વર્ષ 2019 બાદ પ્રથમ વખત નદીના જળસ્તર વધ્યા છે. ત્યારે કોટેશ્વર ગામ અને કાસા રેસીડેન્સીમાં રહેતા રહીશોની હાલત દયનીય થઇ છે. તેમજ શહેરમાં પૂરના સંકટને પગલે DEO દ્વારા નિર્ણય લેવાયો છે. અસરગ્રસ્ત વિસ્તારોની શાળાઓ બંધ રાખવા જાહેરાત કરી છે. અસરગ્રસ્ત વિસ્તાર સિવાયની અન્ય સ્કૂલોનું શૈક્ષણિક કાર્ય પુર્વવત રહેશે. અસરગ્રસ્ત વિસ્તારમાંથી આવતા વિદ્યાર્થીઓની હાજરી મરજિયાત રહેશે. તેમજ આજે ચાલુ રાખવામાં આવેલ શાળાઓમાં પણ વિદ્યાર્થીઓની હાજરી પાખી રહેશે.

Vadodara: વિશ્વામિત્રી નદીના કાંઠા વિસ્તારમાં રહેતા 4 હજારથી વધુ લોકોનું સ્થળાંતર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ફાયર બ્રિગેડ અને NDRFની ટીમોએ બચાવ કામગીરી કરી છે
  • રેસક્યુ કરાયેલ લોકોને 20 જેટલી સરકારી સ્કૂલોમાં સ્થળાંતર કર્યું
  • NDRFની ટીમે તમામ પરિવારને સલામત સ્થળે ખસેડ્યા

વડોદરામાં કાંઠા વિસ્તારોમાં વિશ્વામિત્રી નદીના પાણી ફરી વળતા તંત્ર દોડતું થયુ છે. જેમાં ફાયર બ્રિગેડ અને NDRFની ટીમોએ બચાવ કામગીરી કરી છે. તેમાં વડસર, સમા, અકોટા ગામ, જલારામ નગર ઝૂંપડપટ્ટી સહિતના વિસ્તારોમાંથી રેસક્યુ કરવામાં આવ્યા છે. જેમાં કાંઠા વિસ્તારમાં રહેતા 4 હજારથી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.

રેસક્યુ કરાયેલ લોકોને 20 જેટલી સરકારી સ્કૂલોમાં સ્થળાંતર કર્યું

રેસક્યુ કરાયેલ લોકોને 20 જેટલી સરકારી સ્કૂલોમાં સ્થળાંતર કર્યું છે. સલામત સ્થળે ખસેડ્યા બાદ તંત્ર દ્વારા ફૂડ પેકેટ અને પાણીની વ્યવસ્થા કરાઇ છે. વિશ્વામિત્રી નદીના જળસ્તર વધતા વડસર ગામ અને કોટેશ્વર ગામના માર્ગ પર પાણી ફરી વળ્યા છે. કોટેશ્વર ગામ પાસે આવેલ કાસા રેસીડેન્સીમાં વિશ્વામિત્રી નદીના નીર ફરી વળ્યા છે. કાસા રેસીડેન્સીમાં અંદાજે 200થી વધુ ફ્લેટ આવેલા છે. વિશ્વામિત્રીના પાણી ફરી વળતા NDRFની ટીમો કાસા રેસીડેન્સી પર પહોંચી છે. NDRFની ટીમોએ રહીશોની મંજુરી સાથે રેસ્ક્યુ શરૂ કર્યું હતુ.

NDRFની ટીમે તમામ પરિવારને સલામત સ્થળે ખસેડ્યા

30 પરિવારોએ સંમતિ આપતા NDRFની ટીમે તમામ પરિવારને સલામત સ્થળે ખસેડ્યા છે. વર્ષ 2019 બાદ પ્રથમ વખત નદીના જળસ્તર વધ્યા છે. ત્યારે કોટેશ્વર ગામ અને કાસા રેસીડેન્સીમાં રહેતા રહીશોની હાલત દયનીય થઇ છે. તેમજ શહેરમાં પૂરના સંકટને પગલે DEO દ્વારા નિર્ણય લેવાયો છે. અસરગ્રસ્ત વિસ્તારોની શાળાઓ બંધ રાખવા જાહેરાત કરી છે. અસરગ્રસ્ત વિસ્તાર સિવાયની અન્ય સ્કૂલોનું શૈક્ષણિક કાર્ય પુર્વવત રહેશે. અસરગ્રસ્ત વિસ્તારમાંથી આવતા વિદ્યાર્થીઓની હાજરી મરજિયાત રહેશે. તેમજ આજે ચાલુ રાખવામાં આવેલ શાળાઓમાં પણ વિદ્યાર્થીઓની હાજરી પાખી રહેશે.