Vadodara: રોગચાળાનો કહેર યથાવત્, શંકાસ્પદ ડેન્ગ્યુના 29 દર્દીઓ નોંધાયા

24 કલાકમાં ડેન્ગ્યુના 3 કેસ નોંધાયા 2 કેસ મેલેરિયાના નોંધાયા શંકાસ્પદ મેલેરિયાના 954 દર્દીઓ નોંધાયા વડોદરામાં રોગચાળાનો કહેર યથાવત્ છે. જેમાં 24 કલાકમાં ડેન્ગ્યુના 3 કેસ નોંધાયા છે. તેમજ શહેરમાં શંકાસ્પદ ડેન્ગ્યુના 29 દર્દીઓ નોંધાયા છે. તથા 2 કેસ મેલેરિયાના નોંધાયા છે. શંકાસ્પદ મેલેરિયાના 954 દર્દીઓ નોંધાયા છે. કોલેરાનો વધુ એક દર્દી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. તથા ખાનગી અને અર્બન હેલ્થ સેન્ટરના આંકડા પણ સામે આવે તો રોગચાળાની અસલી વાસ્તવિકતા સામે આવી શકે છે.24 કલાકમાં ડેન્ગ્યુના 3 કેસ નોંધાયા શહેરમાં રોગચાળો વકર્યો છે. જેમાં 24 કલાકમાં ડેન્ગ્યુના 3 કેસ નોંધાયા છે. તથા શંકાસ્પદ ડેન્ગ્યુના 29 દર્દીઓ સાથે મેલેરિયાના 2 કેસ આવ્યા છે. શંકાસ્પદ મેલેરિયાના વધુ 954 દર્દીઓ નોંધાતા તંત્રની ચિંતામાં વધારો થયો છે. તેમજ કોલેરાનો વધુ એક દર્દી આવ્યો છે. જેમાં ખાનગી અને અર્બન હેલ્થ સેન્ટરના આંકડા પણ સામે આવે તો રોગચાળાની અસલી વાસ્તવિકતા ખબર પડી શકે છે. તેમજ શહેરમાં પૂરના પાણી ઓસરતાં વિવિધ જગ્યાઓ પર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળે છે. જેમાં વિવિધ વિસ્તારોમાં રોગચાળો વકરી રહ્યો છે.  શહેરમાં છેલ્લા 24 કલાકમાં નવા દર્દીઓનો ઉમેરો થયો ત્યારે શહેરમાં પાણીજન્ય અને મછરજન્ય રોગચાળાની વાત કરવામાં આવે તો ઝાડા-ઉલટી, મેલેરિયા, ટાઈફોડ અને કોલેરા જેવા રોગોના દર્દીઓની સંખ્યામાં સતત વધારો થતો જાય છે. તેમજ સરકારી તેમજ ખાનગી હોસ્પિટલો દર્દીઓથી ભરાઇ રહી છે. મહત્ત્વનું છે કે, વડોદરા મહાનગરપાલિકા દ્વારા જાહેર કરાયેલા બુલેટિનમાં શહેરમાં છેલ્લા 24 કલાકમાં નવા દર્દીઓનો ઉમેરો થયો છે. ચોમાસાની ઋતુ શરૂ થયા બાદ હોસ્પિટલોની ઓપીડીમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાના દર્દીઓની સંખ્યામાં વધારો નોંધાયો છે. તેમજ ડેન્ગ્યુ, મેલેરિયા અને ઝાડા ઉલટીના કેસ વધુ આવી રહ્યા છે. લોકોએ રોગચાળાથી બચવા બહારનો ખોરાક ખાવાનું ટાળવું જોઈએ. આ સાથે પાણી ઉકાળીને પીવું જોઈએ.

Vadodara: રોગચાળાનો કહેર યથાવત્, શંકાસ્પદ ડેન્ગ્યુના 29 દર્દીઓ નોંધાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • 24 કલાકમાં ડેન્ગ્યુના 3 કેસ નોંધાયા
  • 2 કેસ મેલેરિયાના નોંધાયા
  • શંકાસ્પદ મેલેરિયાના 954 દર્દીઓ નોંધાયા

વડોદરામાં રોગચાળાનો કહેર યથાવત્ છે. જેમાં 24 કલાકમાં ડેન્ગ્યુના 3 કેસ નોંધાયા છે. તેમજ શહેરમાં શંકાસ્પદ ડેન્ગ્યુના 29 દર્દીઓ નોંધાયા છે. તથા 2 કેસ મેલેરિયાના નોંધાયા છે. શંકાસ્પદ મેલેરિયાના 954 દર્દીઓ નોંધાયા છે. કોલેરાનો વધુ એક દર્દી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. તથા ખાનગી અને અર્બન હેલ્થ સેન્ટરના આંકડા પણ સામે આવે તો રોગચાળાની અસલી વાસ્તવિકતા સામે આવી શકે છે.

24 કલાકમાં ડેન્ગ્યુના 3 કેસ નોંધાયા

શહેરમાં રોગચાળો વકર્યો છે. જેમાં 24 કલાકમાં ડેન્ગ્યુના 3 કેસ નોંધાયા છે. તથા શંકાસ્પદ ડેન્ગ્યુના 29 દર્દીઓ સાથે મેલેરિયાના 2 કેસ આવ્યા છે. શંકાસ્પદ મેલેરિયાના વધુ 954 દર્દીઓ નોંધાતા તંત્રની ચિંતામાં વધારો થયો છે. તેમજ કોલેરાનો વધુ એક દર્દી આવ્યો છે. જેમાં ખાનગી અને અર્બન હેલ્થ સેન્ટરના આંકડા પણ સામે આવે તો રોગચાળાની અસલી વાસ્તવિકતા ખબર પડી શકે છે. તેમજ શહેરમાં પૂરના પાણી ઓસરતાં વિવિધ જગ્યાઓ પર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળે છે. જેમાં વિવિધ વિસ્તારોમાં રોગચાળો વકરી રહ્યો છે.

 શહેરમાં છેલ્લા 24 કલાકમાં નવા દર્દીઓનો ઉમેરો થયો

ત્યારે શહેરમાં પાણીજન્ય અને મછરજન્ય રોગચાળાની વાત કરવામાં આવે તો ઝાડા-ઉલટી, મેલેરિયા, ટાઈફોડ અને કોલેરા જેવા રોગોના દર્દીઓની સંખ્યામાં સતત વધારો થતો જાય છે. તેમજ સરકારી તેમજ ખાનગી હોસ્પિટલો દર્દીઓથી ભરાઇ રહી છે. મહત્ત્વનું છે કે, વડોદરા મહાનગરપાલિકા દ્વારા જાહેર કરાયેલા બુલેટિનમાં શહેરમાં છેલ્લા 24 કલાકમાં નવા દર્દીઓનો ઉમેરો થયો છે. ચોમાસાની ઋતુ શરૂ થયા બાદ હોસ્પિટલોની ઓપીડીમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાના દર્દીઓની સંખ્યામાં વધારો નોંધાયો છે. તેમજ ડેન્ગ્યુ, મેલેરિયા અને ઝાડા ઉલટીના કેસ વધુ આવી રહ્યા છે. લોકોએ રોગચાળાથી બચવા બહારનો ખોરાક ખાવાનું ટાળવું જોઈએ. આ સાથે પાણી ઉકાળીને પીવું જોઈએ.