Vadodara: બે મોટી ઘરફોડ ચોરી કરી પોલીસને હાથતાળી આપનાર આરોપી જેલના સળિયા પાછળ

Feb 19, 2026 - 11:00
Vadodara: બે મોટી ઘરફોડ ચોરી કરી પોલીસને હાથતાળી આપનાર આરોપી જેલના સળિયા પાછળ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમે પેટ્રોલિંગ અને ચોક્કસ બાતમીના આધારે લાંબા સમયથી નાસતા-ફરતા રીઢા ઘરફોડ ચોર ભરત પંચાલને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. આરોપી છેલ્લા ઘણા સમયથી પોલીસને થાપ આપી રહ્યો હતો, પરંતુ ટેકનિકલ સર્વેલન્સની મદદથી પોલીસે તેને દમણથી વડોદરા આવતા માર્ગ પર જ ઝડપી લીધો છે.

23 થી વધુ ઘરફોડ ચોરીનો ઈતિહાસ

પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે ઝડપાયેલ આરોપી ભરત પંચાલ કોઈ સામાન્ય ચોર નથી, પરંતુ ચોરીની દુનિયાનો રીઢો ગુનેગાર છે.તેણે અત્યાર સુધીમાં કુલ 23 જેટલી ઘરફોડ ચોરીના ગુના આચર્યા હોવાની કબૂલાત કરી છે. તેના ગુનાહિત ઈતિહાસમાં વડોદરા ઉપરાંત પાલનપુર, જામનગર અને હાલોલ જેવા શહેરોનો પણ સમાવેશ થાય છે.

વડોદરા પોલીસની બાજ નજર

વર્ષ 2024માં વડોદરા શહેરમાં થયેલી બે મોટી ઘરફોડ ચોરીમાં ભરત પંચાલનું નામ ખુલ્યું હતું. ત્યારથી ક્રાઇમ બ્રાન્ચ તેની પાછળ હતી. આરોપી પોતાની ધરપકડ ટાળવા માટે રાજ્ય બહાર અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં આશરો લેતો હતો. જોકે, તે વડોદરામાં પ્રવેશવાની પેરવીમાં હોવાની બાતમી મળતા જ પોલીસે જાળ બિછાવી તેને દબોચી લીધો હતો.

આ પણ વાંચો: Modasa: માલપુર રોડ પર આવેલા મકાનમાં આગથી મોટું નુકસાન, ફાયર બ્રિગેડે મેળવ્યો કાબૂ


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0