Vadodara : પોલીસને ચકમો આપીને ફરાર હત્યા કેસનો આરોપી સુરતથી ઝડપાયો, વાંચો સુરત કેમ ગયો હતો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વડોદરાના ચકચારી દિપેન પટેલ હત્યા કેસનો આરોપી હાર્દિક પ્રજાપતિને આખરે ક્રાઇમ બ્રાન્ચે સુરતથી ઝડપી પાડ્યો છે. હાર્દિક ગઇ કાલે બુધવારે પોલીસને ચકમો આપીને ફરાર થઇ ગયો હતો. પોલીસે બાતમીના આધારે તેને સુરતમાં તેની બહેનના ઘેરથી ઝડપી પાડ્યો હતો.
હાર્દિક કોર્ટમાંથી ફરાર થયો હતો
શહેરના હરણી પોલીસ સ્ટેશનમાં મે મહિનામાં નોંધાયેલા દિપેન પટેલ હત્યા કેસના આરોપી હાર્દિકને બુધવારે જ્યારે કોર્ટ સંકુલમાં મુદત માટે લવાયો ત્યારે કહેવાય છે કે તે કેન્ટીનમાં પાણી પીવાના બહાને પોલીસ જાપ્તાને ચકમો આપીને ફરાર થઇ ગયો હતો.આ મામલે અકોટા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને પોલીસની ટીમોએ તેની શોધખોળ શરુ કરી હતી. પોલીસે સમગ્ર શહેરમાં નાકાબંધી કરવાની સાથે બસ સ્ટેશન અને રેલવે સ્ટેશન સહિતના વિસ્તારોમાં પણ શોધખોળ શરુ કરી હતી.
સુરતમાં બહેનના ઘેરથી ઝડપાયો
દરમિયાન રાત્રે જ ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી ગઇ હતી કે હાર્દિક પ્રજાપતિ સુરતમાં રહેતી તેની બહેનના ઘેર પહોંચ્યો છે જેથી પોલીસની એક ટીમ સુરત ખાતે પહોંચી હતી અને મોડી રાત્રે તેને દબોચી લીધો હતો હાર્દિકે હત્યા કરી હતી
ઉલ્લેખનિય છે કે પ્રેમ સંબંધમાં આડે આવવાના મુદ્દે હાર્દિકે તેના ઘર પાસે જ રહેતા દિપેન પટેલની હત્યા કરી હતી અને મૃતદેહને કેનાલમાં ફેંકી દીધો હતો અને મહિસાગર નદીમાં દિપેનની કાર મળી આવી હતી. આ મામલે આકરી પુછપરછ દરમિયાન હાર્દિકે ગુનો કબુલી લીધો હતો આ ગુનામાં તેના મોટાભાઇ હાર્દિકના ભાઇ હિતેશની પણ સંડોવણી બહાર આવતાં પોલીસે તેને પણ ઝડપી લીધો હતો. હાર્દિકની ઉંડી તપાસ શરુ
પોલીસ હવે હાર્દિકને વડોદરા લાવીને પુછપરછ કરી રહી છે. કોર્ટમાંથી ભાગ્યા બાદ તે ક્યાં ક્યાં ગયો હતો તથા તેને કોઇએ કોઇ પ્રકારની મદદ કરી હતી કે કેમ તે સહિતના મુદ્દા પર પોલીસ હાલ તપાસ કરી રહી છે. જો કે હત્યા કેસનો આરોપી ઝડપાઇ જતા પોલીસે રાહતનો શ્વાસ લીધો છે. તો સાથે સાથે જાપ્તાના કર્મચારીઓમાંથી પણ કોઇની સંડોવણી છે કે કેમ તેની પણ તપાસ કરાઇ રહી છે.
What's Your Reaction?






