Vadodara: એક્સપ્રેસ-વે પર ટેમ્પાના ચોરખાનામાંથી બિયરનો મોટો જથ્થો ઝડપાયો
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રાજ્યમાં આગામી હોળી-ધૂળેટીના પર્વને ધ્યાનમાં રાખીને બુટલેગરો સક્રિય થયા છે, ત્યારે વડોદરા ગ્રામ્ય પોલીસે દારૂબંધીના કડક અમલ માટે કમર કસી છે. એક્સપ્રેસ-વે પર પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવીને એક શંકાસ્પદ ટેમ્પાને અટકાવ્યો હતો, જેમાંથી બિયરનો મોટો જથ્થો મળી આવ્યો છે.
ચોરખાનામાં છુપાવ્યો હતો જથ્થો
પોલીસે જ્યારે ટેમ્પાની પ્રાથમિક તપાસ કરી ત્યારે તેમાં કંઈ અસામાન્ય જણાયું નહોતું. જોકે, ઝીણવટભરી તપાસ દરમિયાન ટેમ્પામાં બનાવેલું એક ગુપ્ત 'ચોરખાનું' મળી આવ્યું હતું. આ ખાનાની અંદર તપાસ કરતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. તેમાંથી બિયરના કુલ ૧૭૦૪ ટીન મળી આવ્યા હતા.
તહેવારો પર બાજ નજર
હોળી અને ધૂળેટીના તહેવારોમાં દારૂ અને બિયરની માંગ વધતી હોય છે, જેનો ફાયદો ઉઠાવવા બુટલેગરો અવનવી તરકીબો અજમાવતા હોય છે. વડોદરા ગ્રામ્ય પોલીસે બાતમીના આધારે આ નેટવર્કને તોડી પાડ્યું છે. પોલીસે હાલ બિયરનો જથ્થો અને ટેમ્પો જપ્ત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો: Ahmedabad News : નોકરી માટે વિદેશ જતા લોકો માટે લાલબત્તી સમાન કિસ્સો, અમદાવાદમાં મોટા ઇન્ટરનેશનલ વિઝા સ્કેમનો પર્દાફાશ થયો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

