Panchmahal News: શહેરાના નાંદરવા ગામમાં ડાંગરની રોપણી વખતે વીજળી પડતા મહિલાનું મોત

Jul 27, 2026 - 18:30
Panchmahal News: શહેરાના નાંદરવા ગામમાં ડાંગરની રોપણી વખતે વીજળી પડતા મહિલાનું મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ખેડૂતો માટે વરસાદ આફત બની ગયો હોય તેવા બનાવો સામે આવી રહ્યાં છે. એક તરફ વરસાદ ખેંચાતા ખેડૂતોને પાકની ચિંતા હતી અને બીજી તરફ બીજા રાઉન્ડમાં સારા પ્રમાણમાં થયેલા વરસાદના પાણીમાં ખેતીની સિઝન શરૂ થઈ છે. આ દરમિયાન વીજળી પડવાના બનાવોને કારણે ખેડૂતો મોત સામે ઉભા હોય તેવો બનાવ સામે આવ્યો છે. પંચમહાલમાં ખેતરમાં ડાંગરની રોપણી કરતી એક મહિલા પર વીજળી પડતાં તેનું મોત નિપજ્યું છે.

રોપણી વખતે વીજળી પડતા મહિલાનું મોત

પંચમહાલના શહેરા તાલુકાના નાંદરવા ગામે ખેતરમાં વીજળી પડતાં એક મહિલાનું કરૂણ મોત નીપજ્યું છે.જ્યારે અન્ય બે મહિલાઓ ઇજાગ્રસ્ત થઈ છે.નાંદરવા ગામના બોર્ડના કૂવા વિસ્તારમાં ખેડૂતો ડાંગરની રોપણી કરી રહ્યા હતા તે દરમિયાન ગાજવીજ સાથે અચાનક વીજળી ત્રાટકી હતી.વીજળીનો જોરદાર કરંટ લાગવાથી સંતોકબેન નામની મહિલાનું ઘટનાસ્થળે જ પ્રાણપંખેરું ઊડી ગયું હતું.

બે મહિલાઓને વીજળીથી ઈજા પહોંચી

આ દુર્ઘટનામાં વીજળીની ગંભીર અસર થતાં જાજમબેન નામના મહિલા ખેતરમાં પટકાયા હતા અને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા જેથી તેમને વધુ સારવાર અર્થે ગોધરા રિફર કરવામાં આવ્યા છે.જ્યારે શારદાબેન નામની અન્ય એક મહિલાને સામાન્ય ઇજા પહોંચી છે.ઘટના અંગે જાણ થતાં શહેરા પોલીસ સ્ટેશન ખાતે અકસ્માતે મોતનો ગુનો નોંધવાની કાયદેસરની તજવીજ હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચોઃ Godhra: નીમ કોટેડ યુરિયાની 152 થેલી સાથે બે આરોપી ઝડપાયા


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0