Vadodara News: સ્માર્ટ મીટરથી 7.81 લાખ રૂપિયાનું વીજ બિલ આવતા ગ્રાહકના પગ નીચેથી જમીન સરકી ગઈ

Jul 21, 2025 - 14:30
Vadodara News: સ્માર્ટ મીટરથી 7.81 લાખ રૂપિયાનું વીજ બિલ આવતા ગ્રાહકના પગ નીચેથી જમીન સરકી ગઈ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાતમાં સ્માર્ટ મીટરનો વિરોધ થઈ રહ્યો છે. રાજ્યમાં ખાસ કરીને દક્ષિણ અને મધ્ય ઝોનમાં લોકોએ સ્માર્ટ મીટરનો વિરોધ કર્યો છે. બિલની રકમમાં ભારે વધારો આવતાં લોકો વિરોધ કરી રહ્યાં છે. ત્યારે વડોદરામાં MGVCLની ગંભીર બેદરકારી સામે આવી છે. સ્માર્ટ મીટર ધરાવતા ગ્રાહકને ચાર મહિનાનું અધધ 7.81 લાખ બિલ ફટકાર્યું છે. આ બિલની રકમ જોઈને ગ્રાહક ચોંકી ગયા હતાં અને MGVCLના કસ્ટમર કેરમાં ફરિયાદ કરી હતી.

ગ્રાહકને અધધ 7.81 લાખ રુપિયા વીજ બીલ ફટકાર્યુ

ગુજરાતમાં સ્માર્ટ મીટરનો વિરોધ વધી રહ્યો છે. આંચકા જનક વીજ બિલની રકમથી લોકોમાં ભય ફેલાયો છે. ત્યારે વડોદરાના સમા વિસ્તારમાં પીએમ આવાસ યોજનાના મકાનમાં રહેતા ગ્રાહક ઉષાબેન પટેલને ચાર મહિના પછી વીજ બિલ મળ્યું હતું. જેમાં તેમને બિલની રકમ 7.81 લાખ દર્શાવાઈ હતી. ઉષાબેનને સામાન્ય રીતે 1500થી 2000 રૂપિયા સુધીનું બિલ આવતું હતું. આ વખતે સ્માર્ટ મીટર લગાવવાથી 7.81 લાખ રૂપિયા બિલ આવતાં તેઓ ચોંકી ગયા હતાં. તેમણે MGVCLના કસ્ટમર કેરમાં ફરિયાદ કરી હતી.

બિલમાં સુધારો કરી નવું બિલ મોકલી અપાશે

ગ્રાહકે કહ્યું હતું કે, જ્યારે સ્માર્ટ મીટર લગાવ્યું ત્યારે MGVCLના માણસોએ તેના ફાયદા જણાવ્યા હતાં. કંપનીને અમે વિનંતી કરીએ છીએ કે, આ સ્માર્ટ મીટર પાછુ લઈ લે અને જુનુ મીટર પરત કરી દે. લોકો કેમ વિરોધ કરી રહ્યાં છે તે આજે સમજાયુ છે. આ અંગે MGVCLના નાયબ ઈજનેરે કહ્યું હતું કે, આ ટેકનિકલ ભૂલના કારણે બન્યું છે. ગ્રાહકનું ખરેખર પાંચ હજાર રૂપિયાની આસપાસ બિલ આવ્યું છે. બિલમાં સુધારો કરી નવું બિલ મોકલી અપાશે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0