સલામત ગણાતા બાયોમેટ્રિક બેન્ક એકાઉન્ટ્સને ભેદીને સાયબર ફ્રોડ, કચ્છમાં અડધા ડઝનથી વધુ કેસ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Cyber Fraud: સાયબર ફ્રોડના અનેક કિસ્સાઓ બને છે તેમાં પાંચ વર્ષ પછી ફરી એક વખત સલામત ગણાતાં બાયોમેટ્રિક બેન્ક એકાઉન્ટસ ભેદીને સાયબર ફ્રોડ થવા લાગ્યાં છે. તાજેતરમાં જ કચ્છમાં આવા અડધો ડઝનથી વઘુ કિસ્સા બની ચૂક્યાં છે. ગુજરાતના નાના શહેરો અને ગ્રામ્ય વિસ્તારના નાગરિકોને ટાર્ગેટ કરવા માટે બાયોમેટ્રિક બેન્ક એકાઉન્ટસને ટાર્ગેટ કરાઈ રહ્યાંની મજબૂત આશંકા છે.
ફીંગરપ્રિન્ટ, ફેસ સ્કેન કે પછી વોઈસ પેટર્નથી ઓપરેટ થતાં બાયોમેટ્રિક બેન્ક એકાઉન્ટસનો ડેટા ગઠિયાઓ સુધી કઈ રીતે પહોંચે છે તે સૌથી મોટો સવાલ છે. સરકારી તંત્ર અને બેન્કોમાં આઘુનિકીકરણ વચ્ચે ગુજરાતના સવા કરોડ રેશનકાર્ડ હોલ્ડર્સ ઉપરાંત બેન્કોમાં અપાતાં બાયોમેટ્રિક બેન્ક એકાઉન્ટસના ડેટા વેચાયાની પણ શંકા છે.
What's Your Reaction?






