Vadodara News: સંદેશ ન્યૂઝના અહેવાલની અસર : વડોદરાની સ્ટર્લિંગ હોસ્પિટલને 30 દિવસ માટે બંધ રાખવાનો આદેશ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વડોદરામાં સંદેશ ન્યુઝના અહેવાલની અસર મળી છે. ગોત્રીની સ્ટર્લિંગ હોસ્પિટલને બંધ રાખવા આદેશ 30 દિવસ બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. પાલિકા તથા GPCBના સંયુક્ત અભ્યાસ બાદ આદેશ જાહેર કરવામાં આવ્યો છે. ગોત્રી ગાર્ડનમાં બાયો મેડિકલ વેસ્ટ બાબતે કાર્યવાહી થઈ હતી. જેમાં લઈને ગત 21 જુલાઈએ સ્ટર્લિંગ હોસ્પિટલે વેસ્ટ નાંખ્યો હતો અને 22 તારીખે સંદેશમાં અહેવાલ પ્રસિદ્ધ થતા તંત્રની કાર્યવાહી શરૂ થઈ ગઈ હતી. 30 દિવસ સુધી નવા દર્દી દાખલ ન કરવા આદેશ આપવામાં આવ્યો છે.
ગોત્રી ગાર્ડનમાં બાયોમેડિકલ વેસ્ટ ફેંકવો સ્ટર્લિંગ હોસ્પિટલને મોંઘો પડ્યો
તંત્ર દ્વારા આદેશમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે, ગંભીર બીમાર દર્દીઓની સારવારની હોસ્પિટલની જવાબદારીએ કરવામાં આવશે. 30 દિવસ બાદ હોસ્પિટલનું વીજ કનેકશન કાપી નંખાશે તથા હોસ્પિટલમાં સુધારા બાદ ચાલુ કરવાની પરવાનગી અપાશે. તેવો આદેશ કરવામાં આવ્યો છે. આ પરથી સંદેશ ન્યુઝના અહેવાલની અસર દેખાઈ રહી છે. ગોત્રીની સ્ટર્લિંગ હોસ્પિટલને 30 દિવસ બંધ કરવા આદેશ પાલિકા અને જીપીસીબીના સંયુક્ત અભ્યાસ બાદ કડક કાર્યવાહી કરવામાં આવી છે.
ગોત્રીની સ્ટર્લિંગ હોસ્પિટલ 30 દિવસ માટે સીલ, વીજ કનેક્શન કપાશે
ગત 21 જુલાઈએ સ્ટર્લિંગ હોસ્પિટલ દ્વારા ગોત્રી ગાર્ડનમાં બાયો મેડિકલ વેસ્ટ નંખાયો હતો અને 22 મી તારીખે અહેવાલ પ્રસિદ્ધ થતા તંત્ર એક્શનમાં આવ્યું હતું. 30 દિવસ સુધી નવા દર્દી દાખલ ન કરવા આદેશ કર્યો છે. વર્તમાન ગંભીર દર્દીઓની સારવારની જવાબદારી હોસ્પિટલની રહેશે તેમ જણાવ્યું છે. 30 દિવસ બાદ હોસ્પીટલનું વીજ કનેકશન કાપી નાખવામાં આવશે તથા હોસ્પીટલ તંત્ર સુધરશે ત્યાર બાદ જ ચાલુ કરવાની પરવાનગી અપાશે.
What's Your Reaction?






