Vadodara News : વડોદરામાં પેંડા, આઈસ્ક્રીમ, ઘી સહિત ખાદ્ય પદાર્થના 31 નમૂના ફેઈલ, વેપારીઓ સામે કરાઈ કાર્યવાહી

Oct 5, 2025 - 09:00
Vadodara News : વડોદરામાં પેંડા, આઈસ્ક્રીમ, ઘી સહિત ખાદ્ય પદાર્થના 31 નમૂના ફેઈલ, વેપારીઓ સામે કરાઈ કાર્યવાહી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વડોદરામાં તેલ, કાજુ કતરી, લાડુ સહિતના નમૂના સબસ્ટાન્ડર્ડ હોવાની વાત સામે આવી છે, લેબોરેટરીમાં તપાસ બાદ 31 નમૂનાનો રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે, વેપારીઓ સામે FSSAI કાયદા મુજબ કાર્યવાહી થશે અને નામાંકિત ઉત્પાદકોના નમૂના સબસ્ટાન્ડર્ડ જાહેર થતા વેપારીઓમાં ફફડાટ જોવા મળ્યો છે.

કોર્પોરેશનના ફૂડ સેફ્ટી ઓફિસરોએ લીધેલા નમુના પૈકી 31 નમુના જાહેર થયા સબ સ્ટાન્ડર્ડ

દુલીરામ પેંડાવાળા, રાવપુરા

રોયલ એગ્રો ફૂડ્સ, આજવા રોડ

કલાપી ફરસાણ વાઘોડિયા રોડ,

જગદીશ ફૂડ પ્રાઇવેટ લિમિટેડ છાણી,

ગ્વાલિયા સ્વીટ્સ પ્રાઇવેટ લિમિટેડ, રેસકોર્સ,

સ્વરણમ રેસ્ટોરન્ટ એન્ડ બેન્કવેટ, નિઝામપુરા

સાંઈ પંજાબી રેસ્ટોરન્ટ, માંજલપુર

હનુરામ ફૂડ્સ પ્રાઇવેટ લિમિટેડ, ચકલી સર્કલ સહિત કુલ 31 નમુના સબ સ્ટાન્ડર્ડ

પનીર સહિતના લીધેલા ૩૧ નમૂનાઓ લેબોરેટરીમાં ફેઈલ ગયા

શહેરના રાવપુરા, રેસકોર્ષ, માંજલપુર, નિઝામુરા સહિતના વિવિધ વિસ્તારોમાં મ્યુનિ. કોર્પોરેશનની ખોરાક શાખાએ ચેકિંગ કર્યું હતું. જેમાં પેંડા, સ્વીટ ખોપા, આઈસ્ક્રીમ, તેલ થી, પનીર સહિતના લીધેલા ૩૧ નમૂનાઓ લેબોરેટરીમાં ફેઈલ ગયા છે. જે સબ સ્ટાન્ડ આવતાં આ વેપારીઓની સામે હવે કોર્પોરેશન કાયદેસરની કાર્યવાહી કરશે. મ્યુનિ. કોર્પોરેશનની ખોરાક શાખાના ફૂડ સેટી ઓફિસરોની ટીમોએ શહેરના જુદાં જુદાં વિસ્તારોમાં તપાસ કરી હતી. ખોરાક શાળા ફૂડ સેક્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ અંતર્ગત કાયદેસરની કાર્યવાહી કરાશે

જેમાં શહેરના રાવપુરા, ન્યૂ સમા રોડ, વાસણા-ભાવથી રોડ, અકોટા, ગોરવા, મદનઝાંપા રોડ, કોઠી, નિઝામપુરા, પતાપ નગર, આજવા રોડ, ચકલી સર્કલ, છાણી, વાઘોડિયા રોડ, માંજલપુર, મકરપુરા, રેસકોર્ષ, વિગેરે વિસ્તારોમાં આવેલા રીટેલર, રેસ્ટોરંટ, ડીસ્ટ્રીબ્યુટર, હોલસેલર તથા ઉત્પાદકોને ત્યાં ચેકિંગ હાથ થયું હતું. જે દરમિયાન ફૂડ સેફટી ઈ-ન્સપેક્ટરોએ ત્યાંથી કાજુ કતરી, પનીર, થી, ગાયનુ દૂધ, મોતીચૂરના લાડુ, સુર્વમુખી તેલ, કપાસીયા તેલ, સ્વીટ ખોવા, આઈસ્ક્રીમ, પેંડા, તુવેરદાળ, કેચ-અપ, સીકલન ટોકુ વિગેરેના મળીને જુદાં જુદાં ૩૧ નમૂના લીધા હતા અને તેની વૈજ્ઞાનિક ઢબે તપાસ માટે તે તમામ નમૂનાઓને શહેરના ફતેગંજ ખાતે આવેલી પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં મોકલી જે નમૂનાઓનો લેબોરેટરી રિપોર્ટ હવે આવી ગયો છે અને તેમાં આ તમામ ૩૧ નમૂનાઓ સબ સ્ટાન્ડર્ડ આવ્યાં છે. જેથી વેપારીઓની સામે હવે કોર્પોરેશનનુ ખોરાક શાળા ફૂડ સેક્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ અંતર્ગત કાયદેસરની કાર્યવાહી કરવાનું હોવાનું જાણવા મળે છે.

 

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0