Vadodara News : વડોદરામાં ડોકટર સાથે હનીટ્રેપની ઘટના, યુવતીએ નકલી પોલીસ બની રૂપિયા પડાવતા નોંધાયો ગુનો

Mar 18, 2026 - 08:30
Vadodara News : વડોદરામાં ડોકટર સાથે હનીટ્રેપની ઘટના, યુવતીએ નકલી પોલીસ બની રૂપિયા પડાવતા નોંધાયો ગુનો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

શહેરના વાસણા રોડના એક તબીબ સોશ્યલ મિડિયાથી પરીચયમાં આવેલી યુવતીને કારમાં બેસાડીને જઈ રહ્યાં હતા ત્યારે પોલીસના સ્વાંગમાં આવેલા ભેજાબાજોએ નકલી આઈ કાર્ડ બતાવીને ડ્રગ્સ કેસમાં એરેસ્ટ કરવાની ધમકી આપી હતી. તમારી સાથેની યુવતી ડ્રગ્સના ડિલીંગ કરે છે તેમ પણ સંડોવાયેલા છો તેવી ધમકી આપીને રૂ. ૬.૧૦ લાખ બળજબરી પૂર્વક પડાવી લીધા હતા.

પોલીસે ગુનો નોંધીને ટોળકીની શોધખોળ શરૂ કરી

કપુરાઈ પોલીસે આ મામલે એફ. આઈ.આર. નોંધીને નકલી પોલીસની ટોળકીની શોધખોળ શરુ કરી છે. આ કિસ્સામાં ભોગ બનનાર વ્યકિત શહેરના એક તબીબ છે. થોડાક દિવસ પૂર્વે સોશ્યલ મિડિયાના માધ્યમથી કૃપાલી પટેલ નામની યુવતી સાથે પરિચયમાં આવ્યા હતા. તા. ૪થી ફેબ્રુઆરીએ ડૉકટર સયાજીપુરા વિસ્તારમાં યુવતીને મળ્યા હતા યુવતી કારમાં બેઠી હતી. કારને કેનાલ તરફ લઈ જવા કહ્યું હતુ. કેનાલ પાસે અજાણ્યા શખસો આવ્યા હતા આ પૈકીના એક વ્યકિતએ પોલીસ તરીકે ઓળખ આપીને આઈ કાર્ડ બતાવ્યુ હતુ.

અજાણ્યા શખ્સો સામે કપુરાઈ પોલીસે ગુનો નોંધ્યો છે

તમારી સાથેની આ કૃપાલી ડ્રગ્સનો ધંધો કરે છે તમને બંને જણાને એરેસ્ટ કરવાના છે જણાવીને મારઝુડ કરી હતી. આખો દિવસ ડૉકટરને બાનમાં રાખીને સાથે ફર્યા હતા ઘરેથી ચેક બુક લઈ આવીને બેંકમાં ગયા હતા. ચેક ઉપર સેલ્ફ લખીને ખાતામાંથી રૂ. ૬ લાખ ઉપાડીને કહેવાતી પોલીસને આપ્યા હતા. તા. ૪થી ફેબ્રુઆરીએ આ ઈશ્યુ પુરો થયો નહતો. તેના થોડાક દિવસ પછી આરોપીઓની ટોળકી પુનઃ ડોકટરને મળી હતી અને કૃપાલીએ આપઘાત કર્યો છે તેવી કહાની ઉપજાવી કાઢીને ફરી વખત ઝાસામાં ફસાવાનો પ્રયાસ કર્યો હતો. ગભરાયેલા ડૉકટરે ઉચ્ચ પોલીસ અધિકારીનો સંપર્ક સાધ્યો હતો. જે આધારે આરોપી તરીકે કૃપાલી પટેલ, મહાદેવ, પ્રકાશ પટેલ (અમદાવાદ), બે અજાણ્યા શખસો તથા રાજકોટ પાસીંગવાળી કારમાં આવેલા બીજા અજાણ્યા શખ્સો સામે કપુરાઈ પોલીસે ગુનો નોંધ્યો છે.


આ પણ વાંચો : Railway News : ગુજરાતમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હેઠળ 300 કિમીથી વધુ વાયાડક્ટનું નિર્માણ પૂર્ણ થઈ ગયું છે : કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0