Vadodara News: દુષ્કર્મના કેસમાં ફાંસીની રાહ જોતા કેદીને આવ્યો હાર્ટ એટેક, આરોપી વિજય પાસવાનનું મોત

Nov 2, 2026 - 17:30
Vadodara News: દુષ્કર્મના કેસમાં ફાંસીની રાહ જોતા કેદીને આવ્યો હાર્ટ એટેક, આરોપી વિજય પાસવાનનું મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વડોદરા સેન્ટ્રલ જેલમાંથી એક મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં ભરૂચના ચકચારી બાળકી પર દુષ્કર્મ કેસના ફાંસીની સજા પામેલા આરોપીનું સ્વાસ્થ્ય સંબંધી કારણોસર મોત થયું છે. પ્રાથમિક માહિતી મુજબ, દુષ્કર્મના ગુનેગાર વિજય પાસવાનનું અચાનક હાર્ટ એટેક આવવાથી મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. જેલ પ્રશાસન દ્વારા આ મામલે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ભરૂચ GIDC વિસ્તારમાં આચર્યું હતું જગઘન્ય કૃત્ય

પ્રાપ્ત વિગતો અનુસાર, આરોપી વિજય પાસવાને અગાઉ ભરૂચ GIDC વિસ્તારમાં એક નિર્દોષ માસૂમ બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું. આ પાશવી કૃત્યમાં ગંભીર રીતે ઘાયલ થયેલી 10 વર્ષીય બાળકીનું સતત 8 દિવસ સુધી હોસ્પિટલમાં સારવાર લીધા બાદ દુઃખદ અવસાન થયું હતું. આ ઘટનાએ સમગ્ર રાજ્યમાં ભારે રોષ અને આક્રોશ ફેલાવ્યો હતો, જેના કારણે આ કેસને અત્યંત સંવેદનશીલ ગણવામાં આવ્યો હતો.


Vadodara Central Jail: Death of Rape Convict Vijay Paswan Due to Heart Attack

વર્ષ 2024માં ફાસ્ટ ટ્રેક કોર્ટે ફટકારી હતી ફાંસીની સજા

આ ગંભીર અને સનસનીખેજ મામલામાં ન્યાય આપવા માટે વર્ષ 2024 દરમિયાન ફાસ્ટ ટ્રેક કોર્ટમાં વિશેષ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. કોર્ટે તમામ પુરાવાઓ અને ગંભીરતાને ધ્યાનમાં રાખીને આરોપી વિજય પાસવાન સામેનો ગુનો સાબિત માનીને તેને ફાંસીની સજા ફટકારી હતી. ત્યારથી તે જેલવાસ ભોગવી રહ્યો હતો, અને હવે જેલની અંદર જ તેનું હાર્ટ એટેકથી મોત થયાની માહિતી મળી છે.


આ પણ વાંચો: Vande Bharat Train: વંદે ભારત બની 'લાઈફ-સેવર', સૂટકેસમાં કેદ થઈને પહોંચ્યું ધડકતું હાર્ટ


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0