Vadodara News: ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં ACBની SITએ જવાબદાર અધિકારીઓની મિલકતની તપાસ શરૂ કરી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વડોદરાના પાદરા ગંભીરા બ્રિજને લઈ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. તપાસ માટે ACBએ SITની રચના કરી છે. આ SITમાં છ સભ્યોના સમાવેશ કરાયો છે. આ દુર્ઘટના કેસમાં ACBની તપાસ શરૂ થઈ ગઈ છે. જવાબદાર અધિકારીઓની મિલકતની તપાસ શરૂ કરાઈ છે. SIT દ્વારા સસ્પેન્ડેડ ઇજનેર જે.વી.શાહનું નિવેદન લેવાયું છે.માર્ગ અને મકાન વિભાગના સસ્પેન્ડેડ મદદનીશ ઇજનેર જે.વી.શાહને નિવેદન માટે એસીબી ઓફિસ ખાતે બોલાવવામાં આવ્યા હતા. સીટના સભ્યો દ્વારા તેમની ACBની ઓફિસે સાડા છ કલાક પૂછપરછ કરાઇ છે.
આર એન્ડ બીના 4 અધિકારીઓ સામે કરાશે તપાસ
પાદરા તાલુકામાં મુજપુર-ગંભીરા બ્રિજનો સ્પેન ગત તા.9 જુલાઈના રોજ સવારે લગભગ સાડા સાતની આસપાસ તૂટી પડતા રાહદારીઓના મોત થયાં હતાં.આ બ્રિજ અંગે વારંવાર રજૂઆત છતાં રોડ અને બિલ્ડિંગ વિભાગના જવાબદાર અધિકારીઓએ મચક આપી ન હતી.આ મામલે ગાંધીનગરથી આવેલા આદેશ બાદ જવાબદાર અધિકારીઓ વિરુદ્ધ તપાસ કરવા માટે ACBની સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.
ત્રણ દિવસમાં ટેન્કરને બહાર કઢાશે
આણંદના કલેક્ટર પ્રવિણ ચૌધરીએ કહ્યું હતું કે, ગંભીરા બ્રિજ પર ફસાયેલા ટ્રકને આધુનિક સાધનોની મદદથી 3 દિવસમાં બહાર કઢાશે. પોરબંદરની મરિન સેલ્વેજિંગ કંપનીની મદદ લેવાઇ છે. પૂલથી 900 મીટર દૂર એજન્સીએ ઓફિસ શરૂ કરી છે. માણસ કે બ્રિજને નુકસાન ન થાય તેનું ધ્યાન રખાશે.ટ્રકને સલામત રીતે બહાર કાઢવા માટે આધુનિક સાધનોનો ઉપયોગ કરાશે.ન્યુમેટિક એરબેગ, હાઈડ્રોલિક સ્ટ્રેન્ડ જેક, એન્જીનિયર્ડ હોરિઝોન્ટલ કેન્ટીલીવર જેવા સાધનોથી ટેન્કરને કાઢવામા આવશે.
What's Your Reaction?






