Vadodara: સાવલીની પોક્સો કોર્ટે સગીરા દુષ્કર્મ કેસમાં આરોપીને ફટકારી 18 વર્ષની સજા
વડોદરાના સાવલીની પોક્સો કોર્ટે દુષ્કર્મના આરોપીને મોટી સજા ફટકારી છે. પોક્સો કોર્ટે સગીરા સાથે દુષ્કર્મ આચરનારા આરોપીને વિવિધ કલમો હેઠળ કુલ 18 વર્ષની સજા અને રૂપિયા 58,000નો દંડ ફટકાર્યો છે.આરોપી વિરૂદ્ધ સગીરાને ભગાડી જવાનો ગુનો પણ નોંધાયો હતો જો કેસની વાત કરીએ તો 2017માં ભાદરવા પોલીસ મથકમાં નોંધાયેલ પોક્સોના આરોપી ફકીર ભાઈ મનુભાઈ સરાનિયાએ જેઓ પંચમહાલ ખાતે રહે છે. તેમને સગીરાનું અપહરણ કરીને દુષ્કર્મ આચર્યુ હતું. જેને લઈને વાલીપાણામાંથી ભગાડી જવાની કલમો હેઠળ આ આરોપી વિરૂદ્ધ ગુનો નોંધાયો હતો. ત્યારબાદ જામીન પર છૂટીને આરોપી નાસતો ફરતો હતો અને 2024માં પેરોલ ફર્લો સ્કોવડે ઝડપીને સાવલી કોર્ટમાં હાજર કર્યો હતો. પીડિતાને રૂપિયા 4 લાખની સહાય ચૂકવવા હુકમ ત્યારે આજે આરોપીને પોકસો કોર્ટના જજ જે.એ.ઠક્કરે વિવિધ ગુનામાં 18 વર્ષની સજા અને રૂપિયા 58 હજારનો દંડ ફટકાર્યો છે. જ્યારે જિલ્લા લીગલ ઓથોરિટીને પણ પીડિતાને રૂપિયા 4 લાખની સહાય તેમજ આરોપી જે દંડ ભરે તે ચૂકવવા હુકમ કર્યો છે. અમદાવાદમાં કન્સ્ટ્રક્શન સાઈટ પર સગીરા સાથે દુષ્કર્મની ઘટના તમને જણાવી દઈએ કે અમદાવાદમાં કન્સ્ટ્રક્શન સાઈટ પર સગીરા સાથે દુષ્કર્મની ઘટના બની છે. અજાણ્યા શખ્સે બળજબરીથી દુષ્કર્મ આચર્યું હોવાની માહિતી મળી રહી છે. સગીરાને 5 મહિનાનો ગર્ભ રહેતા આ સમગ્ર વિગત સામે આવી છે. સગીરા સાથે દુષ્કર્મ અંગે હાલમાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે અને ખોખરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. સુરતને શર્મસાર કરતી ઘટના સામે આવી સુરતમાં પણ શર્મસાર કરતી ઘટના સામે આવી છે. મિત્રના પિતાએ સગીરા સાથે દુષ્કર્મ આચર્યુ હોવાની ઘટના સામે આવી છે. પુત્રી સમાન સગીરા સાથે આઘેડે દુષ્કર્મ આચર્યુ છે. પુત્રીએ હતાશ થઈને સ્કૂલે જવાનું બંધ કર્યું હતું અને માતાએ પૂછતા સમગ્ર હકીકત બહાર આવી હતી. પુણા પોલીસે 45 વર્ષીય સંજ્ય ફળદુને હાલમાં ઝડપ્યો છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વડોદરાના સાવલીની પોક્સો કોર્ટે દુષ્કર્મના આરોપીને મોટી સજા ફટકારી છે. પોક્સો કોર્ટે સગીરા સાથે દુષ્કર્મ આચરનારા આરોપીને વિવિધ કલમો હેઠળ કુલ 18 વર્ષની સજા અને રૂપિયા 58,000નો દંડ ફટકાર્યો છે.
આરોપી વિરૂદ્ધ સગીરાને ભગાડી જવાનો ગુનો પણ નોંધાયો હતો
જો કેસની વાત કરીએ તો 2017માં ભાદરવા પોલીસ મથકમાં નોંધાયેલ પોક્સોના આરોપી ફકીર ભાઈ મનુભાઈ સરાનિયાએ જેઓ પંચમહાલ ખાતે રહે છે. તેમને સગીરાનું અપહરણ કરીને દુષ્કર્મ આચર્યુ હતું. જેને લઈને વાલીપાણામાંથી ભગાડી જવાની કલમો હેઠળ આ આરોપી વિરૂદ્ધ ગુનો નોંધાયો હતો. ત્યારબાદ જામીન પર છૂટીને આરોપી નાસતો ફરતો હતો અને 2024માં પેરોલ ફર્લો સ્કોવડે ઝડપીને સાવલી કોર્ટમાં હાજર કર્યો હતો.
પીડિતાને રૂપિયા 4 લાખની સહાય ચૂકવવા હુકમ
ત્યારે આજે આરોપીને પોકસો કોર્ટના જજ જે.એ.ઠક્કરે વિવિધ ગુનામાં 18 વર્ષની સજા અને રૂપિયા 58 હજારનો દંડ ફટકાર્યો છે. જ્યારે જિલ્લા લીગલ ઓથોરિટીને પણ પીડિતાને રૂપિયા 4 લાખની સહાય તેમજ આરોપી જે દંડ ભરે તે ચૂકવવા હુકમ કર્યો છે.
અમદાવાદમાં કન્સ્ટ્રક્શન સાઈટ પર સગીરા સાથે દુષ્કર્મની ઘટના
તમને જણાવી દઈએ કે અમદાવાદમાં કન્સ્ટ્રક્શન સાઈટ પર સગીરા સાથે દુષ્કર્મની ઘટના બની છે. અજાણ્યા શખ્સે બળજબરીથી દુષ્કર્મ આચર્યું હોવાની માહિતી મળી રહી છે. સગીરાને 5 મહિનાનો ગર્ભ રહેતા આ સમગ્ર વિગત સામે આવી છે. સગીરા સાથે દુષ્કર્મ અંગે હાલમાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે અને ખોખરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
સુરતને શર્મસાર કરતી ઘટના સામે આવી
સુરતમાં પણ શર્મસાર કરતી ઘટના સામે આવી છે. મિત્રના પિતાએ સગીરા સાથે દુષ્કર્મ આચર્યુ હોવાની ઘટના સામે આવી છે. પુત્રી સમાન સગીરા સાથે આઘેડે દુષ્કર્મ આચર્યુ છે. પુત્રીએ હતાશ થઈને સ્કૂલે જવાનું બંધ કર્યું હતું અને માતાએ પૂછતા સમગ્ર હકીકત બહાર આવી હતી. પુણા પોલીસે 45 વર્ષીય સંજ્ય ફળદુને હાલમાં ઝડપ્યો છે.