Vadodara: નંદેસરી બ્રિજ પર બેકાબુ ટ્રકે સફાઈ કર્મચારીઓને ઉલાળ્યા, ઈજાગ્રસ્તો સારવાર હેઠળ
વડોદરા શહેર નજીક નંદેસરી બ્રિજ ઉપર સાફ-સફાઈની કામગીરી કરી રહેલા સફાઈ કામદારોને અજાણ્યા ટ્રક ચાલકે અડફેટમાં લેતા ઈજાગ્રસ્ત થયેલા સફાઈ કર્મચારીઓને સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.વડોદરા શહેર નજીક આવેલ નંદેસરી બ્રિજ ઉપર સફાઈ કામદારો સાફ-સફાઈની કામગીરી કરી રહ્યા હતા. આ કામગીરીમાં સફાઈ કામદારો બ્રિજ ઉપરથી કચરો સાફ કરી આ કચરાને કચરાના ટ્રેક્ટરમાં ભરી રહ્યા હતા. આ કામગીરી દરમિયાન અજાણ્યા ટ્રક ચાલકે બ્રિજ ઉપર સફાઈની કામગીરી કરી રહેલા ચાર જેટલા સફાઈ કર્મચારીઓને અડફેટમાં લીધા હતા. ટ્રકે અડફેટમાં લેતા ચાર સફાઈ કર્મચારીઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેના પગલે ઈજાગ્રસ્ત થયેલા સફાઈ કર્મચારીઓને હાઈવે એમ્બ્યુલન્સ મારફતે વડોદરાની સયાજી હોસ્પિટલ ખાતે જડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબો દ્વારા ઈજાગ્રસ્તોની સારવાર શરૂ કરવામાં આવી છે. બચી ગયેલા સફાઈ કર્મચારીએ જણાવ્યું હતું કે, નંદેસરી બ્રિજ ઉપર ટ્રક વાળો બેફામ આવ્યો હતો. અમે સફાઈ કામ કરી રહ્યા હતા 6 જણા હતા જેમાંથી અમે બે જણા બચી ગયા છે. આ ચાર જણા ટ્રકના અડફેટમાં આવી ગયા, ટ્રક એકદમ ફૂલ ઝડપે આવી રહી હતી. નંદેસરી બ્રિજ ઉપર આ ઘટના બની હતી. મોટી ટ્રક હતી તેમ સફાઈ કર્મચારીએ જણાવ્યું હતું.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વડોદરા શહેર નજીક નંદેસરી બ્રિજ ઉપર સાફ-સફાઈની કામગીરી કરી રહેલા સફાઈ કામદારોને અજાણ્યા ટ્રક ચાલકે અડફેટમાં લેતા ઈજાગ્રસ્ત થયેલા સફાઈ કર્મચારીઓને સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
વડોદરા શહેર નજીક આવેલ નંદેસરી બ્રિજ ઉપર સફાઈ કામદારો સાફ-સફાઈની કામગીરી કરી રહ્યા હતા. આ કામગીરીમાં સફાઈ કામદારો બ્રિજ ઉપરથી કચરો સાફ કરી આ કચરાને કચરાના ટ્રેક્ટરમાં ભરી રહ્યા હતા. આ કામગીરી દરમિયાન અજાણ્યા ટ્રક ચાલકે બ્રિજ ઉપર સફાઈની કામગીરી કરી રહેલા ચાર જેટલા સફાઈ કર્મચારીઓને અડફેટમાં લીધા હતા. ટ્રકે અડફેટમાં લેતા ચાર સફાઈ કર્મચારીઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેના પગલે ઈજાગ્રસ્ત થયેલા સફાઈ કર્મચારીઓને હાઈવે એમ્બ્યુલન્સ મારફતે વડોદરાની સયાજી હોસ્પિટલ ખાતે જડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબો દ્વારા ઈજાગ્રસ્તોની સારવાર શરૂ કરવામાં આવી છે.
બચી ગયેલા સફાઈ કર્મચારીએ જણાવ્યું હતું કે, નંદેસરી બ્રિજ ઉપર ટ્રક વાળો બેફામ આવ્યો હતો. અમે સફાઈ કામ કરી રહ્યા હતા 6 જણા હતા જેમાંથી અમે બે જણા બચી ગયા છે. આ ચાર જણા ટ્રકના અડફેટમાં આવી ગયા, ટ્રક એકદમ ફૂલ ઝડપે આવી રહી હતી. નંદેસરી બ્રિજ ઉપર આ ઘટના બની હતી. મોટી ટ્રક હતી તેમ સફાઈ કર્મચારીએ જણાવ્યું હતું.