Vadodara: કનોડા ગામે મહી નદીમાં કિશોર-કિશોરીએ લગાવી મોતની છલાંગ

સાવલી નાં કનોડા ગામ પાસેથી પસાર થતી મહી નદીમાં કિશોર અને કિશોરીએ નદીમાં જંપલાવીને આત્મહત્યા કરી હોવાની આશંકા સેવાઇ રહી છે. બ્રિજ નીચેથી GJ-06 HQ 9332 નંબરની બિન વારસી હીરો સ્પ્લેન્ડર બાઇક અને ચપ્પલ સહિતની ચીજવસ્તુઓ મળી આવતા પ્રાથમિક ઓળખ છતી થઈ છે. સ્પ્લેન્ડર બાઇક પાસેથી જેકેટ અને ચંપલ પણ મળી આવ્યા છે. પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, વિવેક સોમાભાઈ ભોઈ રહે નામિસરા તા સાવલી અને જયુબેંન લાલજી ભાઈ ગોહિલ મેવલીયાપુરા તા. સાવલીનાએ મોતની છલાંગ લગાવી હોવાની આશંકાના પગલે શોધખોળ આરંભી છે. બનાવના પગલે ઘટનાસ્થળે લોક ટોળે ટોળા ઉમટી પડ્યા હતા.  સાવલી પોલીસને સમગ્ર ઘટનાની જાણ થતા ઘટના સ્થળે પહોંચી હતી.  આ સાથે  વડોદરાથી ફાયર બ્રિગેડની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી છે.હાલ નદીમાં કૂદીને આત્મહત્યાની આશંકાએ ફાયર ટીમ દ્વારા બને યુગલની શોધખોળ શરૂ કરી છે. બંને કિશોર ધોરણ 12 અને કિશોરી ધોરણ 10માં વાંકાનેર એન બી ભાવસાર શાળામાં ભણતા હોવાનું સામે આવ્યું છે. કિશોર અને કિશોરીના પરિવાર જનો નદી કિનારે પહોંચ્યા છે. કનોડા ગામે મહી નદીમાં કિશોર-કિશોરીએ મોતની છલાંગ લગાવીના સમાચાર મળતા સમગ્ર પંથકમાં શોકનો માહોલ છવાય ગયો છે.

Vadodara: કનોડા ગામે મહી નદીમાં કિશોર-કિશોરીએ લગાવી મોતની છલાંગ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સાવલી નાં કનોડા ગામ પાસેથી પસાર થતી મહી નદીમાં કિશોર અને કિશોરીએ નદીમાં જંપલાવીને આત્મહત્યા કરી હોવાની આશંકા સેવાઇ રહી છે. બ્રિજ નીચેથી GJ-06 HQ 9332 નંબરની બિન વારસી હીરો સ્પ્લેન્ડર બાઇક અને ચપ્પલ સહિતની ચીજવસ્તુઓ મળી આવતા પ્રાથમિક ઓળખ છતી થઈ છે. સ્પ્લેન્ડર બાઇક પાસેથી જેકેટ અને ચંપલ પણ મળી આવ્યા છે. 

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, વિવેક સોમાભાઈ ભોઈ રહે નામિસરા તા સાવલી અને જયુબેંન લાલજી ભાઈ ગોહિલ મેવલીયાપુરા તા. સાવલીનાએ મોતની છલાંગ લગાવી હોવાની આશંકાના પગલે શોધખોળ આરંભી છે. બનાવના પગલે ઘટનાસ્થળે લોક ટોળે ટોળા ઉમટી પડ્યા હતા.  સાવલી પોલીસને સમગ્ર ઘટનાની જાણ થતા ઘટના સ્થળે પહોંચી હતી.  આ સાથે  વડોદરાથી ફાયર બ્રિગેડની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી છે.

હાલ નદીમાં કૂદીને આત્મહત્યાની આશંકાએ ફાયર ટીમ દ્વારા બને યુગલની શોધખોળ શરૂ કરી છે. બંને કિશોર ધોરણ 12 અને કિશોરી ધોરણ 10માં વાંકાનેર એન બી ભાવસાર શાળામાં ભણતા હોવાનું સામે આવ્યું છે. કિશોર અને કિશોરીના પરિવાર જનો નદી કિનારે પહોંચ્યા છે. કનોડા ગામે મહી નદીમાં કિશોર-કિશોરીએ મોતની છલાંગ લગાવીના સમાચાર મળતા સમગ્ર પંથકમાં શોકનો માહોલ છવાય ગયો છે.