Vadodaraમાં લાલબાગ બ્રિજ ફરી વિવાદમાં,રોડ પર ખાડાઓ પડતા ફરીથી સમારકામ કરાયું

કામગીરીને લઈ વિપક્ષ કાઉન્સિલરે ઉઠાવ્યા સવાલ ચંદ્રકાંત શ્રીવાસ્તવે કામની તપાસ કરવા કરી માંગ મહિના પહેલા જ તૈયાર કર્યો હતો બ્રિજનો રોડ વડોદરામાં લાલબાગ બ્રિજ ફરી વિવાદમાં આવ્યો છે,જેમાં સવા કરોડના ખર્ચે મહિના પહેલા તૈયાર કરેલ રોડ પર ખાડા પડતા ફરીથી તેનું સમારકામ કર્યું છે,વિપક્ષે આક્ષેપ કર્યો છે કે,VMCએ ખાડા પૂરી ઈજારદારને બચાવવા પ્રયાસ કર્યો છે.ઇજનેર રવિ પંડયાએ કોન્ટ્રાક્ટરનો બચાવ કર્યો હોવાનો આક્ષેપ કરાયો છે. વડોદરાના અધિકારીઓનો સ્માર્ટ વિકાસ માંજલપુરને જોડતા લાલબાગ બ્રિજ ફરી વિવાદમાં આવ્યો છે.બાર વર્ષના ટૂંકા ગાળામાં બ્રિજની મરામત કરવામા આવી છે.સવા કરોડ ઉપરાંતના ખર્ચે બ્રિજનો ડામર રોડ ઉખેડી ફરીથી તૈયાર કરાયો છે.એક મહિના પહેલા જ તૈયાર કરાયો હતો બ્રિજ.કોર્પોરેશન દ્વારા ખાડાઓ પૂરી ઇજારદારને બચાવવાનો પ્રયત્ન કર્યો હોય તેવો આક્ષેપ વિપક્ષ દ્રારા કરવામાં આવ્યો છે.વિપક્ષે આક્ષેપ કર્યો છે કે,જે કામ થયું છે તેની તપાસ કરવામાં આવે. સાવચેતી રાખવી પડે તેવી સ્થિતી સર્જાઇ વડોદરાના લાલ બાગ બ્રિજ પર ખાડા વધી જતા પાલિકા તંત્ર દ્વારા ગત માસમાં તબક્કાવાર રીતે તેને બંધ કરીને રીસર્ફેસીંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. લોકોને કોઇ મુશ્કેલી ન પડે તે માટે રીસર્ફેસીંગ કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. પરંતુ આજની સ્થિતીએ અહિંયાથી પસાર થતા વાહન ચાલકોએ ખાસ સાવચેતી રાખવી પડે તેવી સ્થિતી સર્જાઇ હતી. આજે બપોરના સમયે કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરથી લાલ બાગ તરફ જવાના રસ્તે બ્રિજ પર ડામર પીગળી ગયો હોવાનું વાહન ચાલકોના ધ્યાને આવ્યું હતું. જેને લઇને ખુબ ધ્યાન રાખીને જવું પડે તેવી સ્થિતી હતી. ડામર પિગળ્યો હતો તાજેતરમાં જ રીસર્ફેસીંગ પામેલ બ્રિજ પર ડામર પીગળવાને કારણે લોકોમાં ઉત્સુકતા સર્જાઇ હતી. હાલની સ્થિતીએ એવી રેકોર્ડ બ્રેક ગરમી પણ નથી પડી રહી, તેવામાં ડામર પીગળવાને કારણે તરહ તરહની ચર્ચાઓએ જોર પકડ્યું છે. હવે આજની સ્થિતી સામે આવ્યા બાદ પાલિકા તંત્ર દ્વારા કોન્ટ્રાક્ટર સામે કોઇ પગલાં લેવામાં આવે છે કે નહી, અને પાલિકા દ્વારા બ્રિજ પર લોકોની સુરક્ષાને લઇને કેટલા સમયમાં રેતી પાથરવામાં આવે છે તે જોવું રહ્યું.

Vadodaraમાં લાલબાગ બ્રિજ ફરી વિવાદમાં,રોડ પર ખાડાઓ પડતા ફરીથી સમારકામ કરાયું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • કામગીરીને લઈ વિપક્ષ કાઉન્સિલરે ઉઠાવ્યા સવાલ
  • ચંદ્રકાંત શ્રીવાસ્તવે કામની તપાસ કરવા કરી માંગ
  • મહિના પહેલા જ તૈયાર કર્યો હતો બ્રિજનો રોડ

વડોદરામાં લાલબાગ બ્રિજ ફરી વિવાદમાં આવ્યો છે,જેમાં સવા કરોડના ખર્ચે મહિના પહેલા તૈયાર કરેલ રોડ પર ખાડા પડતા ફરીથી તેનું સમારકામ કર્યું છે,વિપક્ષે આક્ષેપ કર્યો છે કે,VMCએ ખાડા પૂરી ઈજારદારને બચાવવા પ્રયાસ કર્યો છે.ઇજનેર રવિ પંડયાએ કોન્ટ્રાક્ટરનો બચાવ કર્યો હોવાનો આક્ષેપ કરાયો છે.

વડોદરાના અધિકારીઓનો સ્માર્ટ વિકાસ

માંજલપુરને જોડતા લાલબાગ બ્રિજ ફરી વિવાદમાં આવ્યો છે.બાર વર્ષના ટૂંકા ગાળામાં બ્રિજની મરામત કરવામા આવી છે.સવા કરોડ ઉપરાંતના ખર્ચે બ્રિજનો ડામર રોડ ઉખેડી ફરીથી તૈયાર કરાયો છે.એક મહિના પહેલા જ તૈયાર કરાયો હતો બ્રિજ.કોર્પોરેશન દ્વારા ખાડાઓ પૂરી ઇજારદારને બચાવવાનો પ્રયત્ન કર્યો હોય તેવો આક્ષેપ વિપક્ષ દ્રારા કરવામાં આવ્યો છે.વિપક્ષે આક્ષેપ કર્યો છે કે,જે કામ થયું છે તેની તપાસ કરવામાં આવે.


સાવચેતી રાખવી પડે તેવી સ્થિતી સર્જાઇ

વડોદરાના લાલ બાગ બ્રિજ પર ખાડા વધી જતા પાલિકા તંત્ર દ્વારા ગત માસમાં તબક્કાવાર રીતે તેને બંધ કરીને રીસર્ફેસીંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. લોકોને કોઇ મુશ્કેલી ન પડે તે માટે રીસર્ફેસીંગ કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. પરંતુ આજની સ્થિતીએ અહિંયાથી પસાર થતા વાહન ચાલકોએ ખાસ સાવચેતી રાખવી પડે તેવી સ્થિતી સર્જાઇ હતી. આજે બપોરના સમયે કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરથી લાલ બાગ તરફ જવાના રસ્તે બ્રિજ પર ડામર પીગળી ગયો હોવાનું વાહન ચાલકોના ધ્યાને આવ્યું હતું. જેને લઇને ખુબ ધ્યાન રાખીને જવું પડે તેવી સ્થિતી હતી.


ડામર પિગળ્યો હતો

તાજેતરમાં જ રીસર્ફેસીંગ પામેલ બ્રિજ પર ડામર પીગળવાને કારણે લોકોમાં ઉત્સુકતા સર્જાઇ હતી. હાલની સ્થિતીએ એવી રેકોર્ડ બ્રેક ગરમી પણ નથી પડી રહી, તેવામાં ડામર પીગળવાને કારણે તરહ તરહની ચર્ચાઓએ જોર પકડ્યું છે. હવે આજની સ્થિતી સામે આવ્યા બાદ પાલિકા તંત્ર દ્વારા કોન્ટ્રાક્ટર સામે કોઇ પગલાં લેવામાં આવે છે કે નહી, અને પાલિકા દ્વારા બ્રિજ પર લોકોની સુરક્ષાને લઇને કેટલા સમયમાં રેતી પાથરવામાં આવે છે તે જોવું રહ્યું.