Vadodaraમાં લાઈટના થાંભલા સાથે સગીરની કારે સર્જયો અકસ્માત, 2 લોકો ઘાયલ

વડોદરામાં પાણીગેટ વિસ્તારમાં અકસ્માત સર્જાયો. પાણીગેટ વિસ્તારમાં લાઈટના થાંભલા સાથે સગીરની કાર સાથે અથડાતા બે લોકોને ગંભીર ઇજા થઈ. સગીરને કારે અકસ્માત સર્જતા આસપાસના સ્થાનિકો ભેગા થઈ ગયા. અકસ્માતમાં બે લોકો ગંભીર રીતે ઘાયલ થતાં ભેગા થયેલ ટોળાએ ફરાર થવા જતાં સગીરને ઝડપી લીધો. અકસ્માત સર્જનાર સગીરને વિફરેલા ટોળાંએ કારમાંથી બહાર કાઢી માર માર્યો. પોલીસને જાણ થતા ઘટના સ્થળે પહોંચી.પાણીગેટ વિસ્તારમાં કાર થાંભલા સાથે અથડાઈ ટોળાએ કારમાંથી સગીરને બહાર કાઢી માર માર્યો અકસ્માતમાં ઘાયલ બે લોકોને હોસ્પિટલ ખસેડાયા અકસ્માત મામલે ACP ગૌતમ પલસાણાનું નિવેદન સગીર કાર ચાલકના પિતા ઝાકીર વિરુદ્ધ ગુનો દાખલ સગીર કાર ચાલકના પિતાનું લાયસન્સ રદ્દ કરવા કાર્યવાહી પાણીગેટ વિસ્તારમાં મોડી રાત્રે અકસ્માતપ્રાપ્ત વિગત મુજબ વડોદરાના પાણીગેટ વિસ્તારમાં મોડી રાત્રે અકસ્માતનો બનાવ બન્યો. પાણીની ટાંકી પાસે લાઈટના થાંભલા સાથે સગીરને કાર ધડાકાભેર અથડાતાં બોનેટ ઉડ્યું. મોડી રાત્રે થયેલી ઘટનામાં ધડાકાનો અવાજ આવતા લોકોના ટોળું એકત્ર થયું. લોકોના ટોળાએ કારમાંથી સગીર યુવકને બહાર કાઢી મેથીપાક ચખાડ્યો. કારમાં સવાર ચાલક અને સાથી મિત્રને ઇજાઓ પંહોચી હતી. પોલીસને અકસ્માતની માહિતી મળતાં ઘટનાસ્થળ પર પંહોચી. કારચાલક અને તેનો મિત્ર સગીર હોય પોલીસે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડયા. સગીરના પિતા વિરુદ્ધ ગુના દાખલસમગ્ર મામલે acp ગૌતમ પલસાણાએ નિવેદન આપતા જણાવ્યું કે કાર ચાલક સગીર હોય તેના અને તેના પિતા ઝાકીર વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. આ ઉપરાંત બેકાબૂ ભીડે કાયદો પોતાના હાથમાં લેતા જાહેરમાં કાર ચાલકને ફટકારવા મામલે 3 યુવકો સામે પણ ફરિયાદ નોંધાઈ છે. મોડી રાત્રે કાર થાંભલા સાથે અથડાવી અકસ્માત સર્જનાર વાહન ચાલક સગીર હોવાથી તેના પિતા ઝાકીરનું પણ લાયસન્સ રદ કરવાની પોલીસે કાર્યવાહી હાથ ધરી. સગીર ચાલક મામલે કડક કાયદોનોંધનીય છે કે અમદાવાદ ઇસ્કોન રોડ તથ્યકાંડ અકસ્માત આજે પણ લોકોને યાદ છે. નબીરા તથ્યે ઇસ્કોન રોડ પર પોતાની કારથી નિર્દોષ લોકોના જીવ લીધા. તથ્યકાંડને પગલે સગીર ચાલકો દ્વારા બેફામ ડ્રાઈવિંગ કરવા પર વધુ કડક નિયમ બનાવવામાં આવ્યો. ટ્રાફિક નિયમ મુજબ સગીર વાહન ચલાવતા પકડાશે તો તેના માતાપિતાને દંડ કરાશે. નોંધનીય છે કે ભારતમાં વાહન ચલાવવાની ઉંમર 18 વર્ષ છે. 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકો વાહન ચલાવતા પકડાયો તો માતાપિતાને દંડ તેમજ જેલની સજા પણ થઈ શકે છે.

Vadodaraમાં લાઈટના થાંભલા સાથે સગીરની કારે સર્જયો અકસ્માત, 2 લોકો ઘાયલ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વડોદરામાં પાણીગેટ વિસ્તારમાં અકસ્માત સર્જાયો. પાણીગેટ વિસ્તારમાં લાઈટના થાંભલા સાથે સગીરની કાર સાથે અથડાતા બે લોકોને ગંભીર ઇજા થઈ. સગીરને કારે અકસ્માત સર્જતા આસપાસના સ્થાનિકો ભેગા થઈ ગયા. અકસ્માતમાં બે લોકો ગંભીર રીતે ઘાયલ થતાં ભેગા થયેલ ટોળાએ ફરાર થવા જતાં સગીરને ઝડપી લીધો. અકસ્માત સર્જનાર સગીરને વિફરેલા ટોળાંએ કારમાંથી બહાર કાઢી માર માર્યો. પોલીસને જાણ થતા ઘટના સ્થળે પહોંચી.

  • પાણીગેટ વિસ્તારમાં કાર થાંભલા સાથે અથડાઈ
  • ટોળાએ કારમાંથી સગીરને બહાર કાઢી માર માર્યો
  • અકસ્માતમાં ઘાયલ બે લોકોને હોસ્પિટલ ખસેડાયા
  • અકસ્માત મામલે ACP ગૌતમ પલસાણાનું નિવેદન
  • સગીર કાર ચાલકના પિતા ઝાકીર વિરુદ્ધ ગુનો દાખલ
  • સગીર કાર ચાલકના પિતાનું લાયસન્સ રદ્દ કરવા કાર્યવાહી


પાણીગેટ વિસ્તારમાં મોડી રાત્રે અકસ્માત

પ્રાપ્ત વિગત મુજબ વડોદરાના પાણીગેટ વિસ્તારમાં મોડી રાત્રે અકસ્માતનો બનાવ બન્યો. પાણીની ટાંકી પાસે લાઈટના થાંભલા સાથે સગીરને કાર ધડાકાભેર અથડાતાં બોનેટ ઉડ્યું. મોડી રાત્રે થયેલી ઘટનામાં ધડાકાનો અવાજ આવતા લોકોના ટોળું એકત્ર થયું. લોકોના ટોળાએ કારમાંથી સગીર યુવકને બહાર કાઢી મેથીપાક ચખાડ્યો. કારમાં સવાર ચાલક અને સાથી મિત્રને ઇજાઓ પંહોચી હતી. પોલીસને અકસ્માતની માહિતી મળતાં ઘટનાસ્થળ પર પંહોચી. કારચાલક અને તેનો મિત્ર સગીર હોય પોલીસે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડયા.

સગીરના પિતા વિરુદ્ધ ગુના દાખલ

સમગ્ર મામલે acp ગૌતમ પલસાણાએ નિવેદન આપતા જણાવ્યું કે કાર ચાલક સગીર હોય તેના અને તેના પિતા ઝાકીર વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. આ ઉપરાંત બેકાબૂ ભીડે કાયદો પોતાના હાથમાં લેતા જાહેરમાં કાર ચાલકને ફટકારવા મામલે 3 યુવકો સામે પણ ફરિયાદ નોંધાઈ છે. મોડી રાત્રે કાર થાંભલા સાથે અથડાવી અકસ્માત સર્જનાર વાહન ચાલક સગીર હોવાથી તેના પિતા ઝાકીરનું પણ લાયસન્સ રદ કરવાની પોલીસે કાર્યવાહી હાથ ધરી.

સગીર ચાલક મામલે કડક કાયદો

નોંધનીય છે કે અમદાવાદ ઇસ્કોન રોડ તથ્યકાંડ અકસ્માત આજે પણ લોકોને યાદ છે. નબીરા તથ્યે ઇસ્કોન રોડ પર પોતાની કારથી નિર્દોષ લોકોના જીવ લીધા. તથ્યકાંડને પગલે સગીર ચાલકો દ્વારા બેફામ ડ્રાઈવિંગ કરવા પર વધુ કડક નિયમ બનાવવામાં આવ્યો. ટ્રાફિક નિયમ મુજબ સગીર વાહન ચલાવતા પકડાશે તો તેના માતાપિતાને દંડ કરાશે. નોંધનીય છે કે ભારતમાં વાહન ચલાવવાની ઉંમર 18 વર્ષ છે. 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકો વાહન ચલાવતા પકડાયો તો માતાપિતાને દંડ તેમજ જેલની સજા પણ થઈ શકે છે.