Vadodaraમાં કોમર્શિયલ ગેસની અછત: લારી-ગલ્લા ધારકોને ભારે મુશ્કેલી, કલેક્ટરને કરી રજૂઆત
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વડોદરા શહેરમાં છેલ્લા 10 દિવસથી કોમર્શિયલ ગેસ સિલિન્ડરની ભારે અછત સર્જાતા નાના વેપારીઓ અને લારી-ગલ્લા ધારકોની આજીવિકા પર ગંભીર સંકટ આવી પડ્યું છે. ગેસના પુરવઠામાં અચાનક ઘટાડો થવાને કારણે શહેરના અનેક વિસ્તારોમાં ખાદ્યપદાર્થોના સ્ટોલ અને નાસ્તાની લારીઓ બંધ રાખવાની નોબત આવી છે. આ સમસ્યાથી કંટાળીને મોટી સંખ્યામાં લારી-ગલ્લા એસોસિએશનના સભ્યો આજે કલેક્ટર કચેરી પહોંચ્યા હતા અને વહીવટી તંત્રને પોતાની વ્યથા ઠાલવી હતી.
દસ દિવસથી ધંધા રોજગારને અસર થતા રજુઆત
વેપારીઓની રજૂઆત મુજબ, કોમર્શિયલ ગેસ બોટલ ન મળવાને કારણે તેઓને મજબૂરીમાં લાકડા અને કોલસાના પરંપરાગત ચૂલાનો ઉપયોગ કરવો પડી રહ્યો છે. આ પદ્ધતિથી માત્ર ખર્ચ વધે છે તેવું નથી, પરંતુ ધંધાની ગતિ પણ ધીમી પડી જાય છે. છેલ્લા દસ દિવસથી ધંધા-રોજગારને વ્યાપક અસર થતા શ્રમિક પરિવારો આર્થિક તણાવમાં મુકાયા છે, અને અનેક જગ્યાએ રસોઈ માટે પૂરતું ઇંધણ ન હોવાથી વેપાર ઠપ્પ થઈ ગયો છે.
હાલમાં બોટલના અભાવે વપરાય છે ચૂલા
અછતની આ વિકટ પરિસ્થિતિમાં લારી-ગલ્લા ધારકોએ માંગ કરી છે કે તંત્ર દ્વારા તાત્કાલિક હસ્તક્ષેપ કરી વહેલી તકે કોમર્શિયલ ગેસનો જથ્થો ઉપલબ્ધ કરાવવામાં આવે. વેપારીઓએ ચીમકી આપી છે કે જો પુરવઠો નિયમિત નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં તેઓની હાલત વધુ કફોડી બનશે. કલેક્ટર સમક્ષ કરવામાં આવેલી આ રજૂઆત બાદ હવે તંત્ર ગેસ કંપનીઓ સાથે સંકલન સાધીને શું પગલાં ભરે છે તેના પર સૌની મીટ મંડાયેલી છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

